SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૬૧૩ મ. સા.ને સંઘપતિ બંધુઓએ આગ્રહભરી વિનંતી કરેલ. પરંતુ તેઓશ્રીની નિશ્રામાં મુંબઈમાં અન્ય અનેકવિધ શાસનપ્રભાવક સત્કાર્યો નિશ્ચિત થયેલ હોવાથી તેઓશ્રીએ પોતાના શિષ્ય-પ્રશિષ્ય (૧) પ. પૂ. મુનિરાજ શ્રી કવીન્દ્રસાગરજી મ. સા., (૨) પ. પૂ. મુનિરાજશ્રી મહોદયસાગરજી મ. સા. તથા (૩) પ. પૂ. મુનિરાજશ્રી પુણ્યોદયસાગરજી મ. સા. ઠાણા-૩ને આજ્ઞા આપતા. ગુરુ આજ્ઞાને ‘તહત્તિ કરીને ત્રણેય મુનિવરો મુંબઈથી ઉગ્ર વિહારો કરતાં અલ્પ દિવસોમાં પાલિતાણા પધાર્યા અને માત્ર નવ-ચાર તથા ત્રણ વર્ષના અલ્પ દીક્ષા પર્યાયવાળા તથા પચીસેક વર્ષની આસપાસની ઉંમરવાળા આ ત્રણ મુનિવરોની નિશ્રામાં આવું વિશાળ આયોજન ભવ્યાતિભવ્ય રીતે, નિર્વિને અને ખૂબ જ રંગેચંગે, વિધિવત, આરાધનાપૂર્વક અને વિશિષ્ટ શાસનપ્રભાવનાપૂર્વક પાર પડ્યું તેમાં મુખ્યત્વે ગુરુકૃપા, તીર્થપ્રભાવ તથા કુશળ કન્વીનરો શ્રી માવજીભાઈ વેલજી છેડા તથા શ્રી પ્રેમજીભાઈ દેવજી અને તેમના સાથી કાર્યકર્તાઓની કુનેહભરી આયોજન શક્તિને આભારી છે. કચ્છ વિગેરેથી વિહાર કરીને અનેક સાધ્વીજી ભગવંતો પણ ૯૯ યાત્રા કરવા પધાર્યા હતા. - ઉપરોક્ત ૯૯ યાત્રા સંઘ બાદ સં. ૨૦૪પમાં કચ્છ-બાડા ગામના (હાલ મુંબઈ-વરલી) સંઘવી સંઘરત્ન શ્રી કુંવરજીભાઈ જેઠાભાઈ ગડા પરિવાર તરફથી સામુહિક ૯૯ યાત્રાનું આયોજન થયેલ. યોગાનુયોગ આ ૯૯ યાત્રામાં પણ નિશ્રા અર્પણ કરવા માટે અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણસાગર સૂરીશ્વરજી મ. સા.એ ઉપરોક્ત વિરાટ ૯૯ યાત્રા સંઘના નિશ્રાદાતા, ત્રણ મુનિવરો પૈકી પૂ. મુનિરાજશ્રી મહોદયસાગરજી મ. સા.ને આજ્ઞા ફરમાવતા તેઓશ્રી પોતાના શિષ્યો તેજસ્વી વક્તા મુનિરાજશ્રી દેવરત્નસાગરજી તથા સ્વાધ્યાય પ્રેમી પૂ. મુનિરાજશ્રી ધર્મરત્નસાગરજી સાથે પુનઃ મુંબઈથી ઉગ્ર વિહાર કરી પાલિતાણા પધાર્યા. તેઓશ્રીની નિશ્રામાં ૩OO યાત્રિકોના આ સંઘે પણ ઉપરોક્ત વિરાટ સંઘની માફક ખૂબ જ ભવ્ય રીતે ૯૯ યાત્રા તખતગઢ ધર્મશાળામાં રહીને કરેલ. આ સંઘના સંઘપતિશ્રી પણ ખૂબ જ તપસ્વી, દાનેશ્વરી, વ્રતધારી આરાધકરત્ન છે. તેમણે સ્વયં સજોડે તથા તેમના પરિવારના ઘણા સભ્યોએ પણ તે વખતે ૯૯ યાત્રા કરી. આ સંઘમાં સંઘપતિ કુલ ૧૧ શ્રાવકોએ પૂજ્યશ્રીના હસ્તે કેશલોચ કરાવેલ ! ત્યારબાદ સં. ૨૦૪૭માં તપસ્વીરત્ન અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મ. સા. તથા સાહિત્ય દિવાકર પ. પૂ. આ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં ચતુર્વિધ સંઘના ૧OOO જેટલા યાત્રિકોની ૯૯ યાત્રાનું ત્રણ મહિનાનું ભવ્ય આયોજન પચીસેક જેટલા સંઘપતિઓના સહયોગથી કચ્છી ભવન ધર્મશાળામાં કરવામાં આવેલ. બંને આચાર્ય ભગવંતોએ પણ સ્વય ૯૯ યાત્રા કરેલ. અનેકવિધ આરાધનાઓ અને આયોજનોથી યાદગાર બનેલા આ સંઘની પૂર્ણાહૂતિ પ્રસંગે (૧) પ. પૂ. મુનિરાજશ્રી કવીન્દ્રસાગરજી મ. સા., (૨) પ. પૂ. મુનિરાજશ્રી વીરભદ્રસાગરજી મ. સા. તથા (૩) પ. પૂ. મુનિરાજશ્રી મહોદયસાગરજી મ. સા.ની ગણિપદવી તથા ત્રણેક મુમુક્ષુ આત્માઓની વડી દીક્ષા પણ થયેલ. સર્વ પ્રથમવાર ગિરનારજી મહાતીર્થની સામુહિક ૯૯ યાત્રા સંઘ આબાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાનની દીક્ષા-કેવલજ્ઞાન તથા નિર્વાણ કલ્યાણકથી સવિશેષ પાવન Cu Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy