SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ર [ જૈન પ્રતિભાદર્શન ૨૧. માતુશ્રી દેવકાબાઈ કુંવરજી વિકમાણી-બાડા (કચ્છ) હ. માવજીભાઈ, ૨૨. શ્રી ખીમજી લાલજી ફૂરીયા, ૨૩. શ્રી ખીમજી ખીંયશી, ૨૪. શ્રી કુંવરજી જેઠાભાઈ ગડા, ૨૫. શ્રી કલ્યાણજી પ્રેમજી સાવલા, ૨૬. શ્રી નાનજી વિરજી હરીયા, ૨૭. શ્રી ગગુભાઈ ઉકેડા, ૨૮. શ્રી ભવાનજી શીવજી ગડા, ૨૯. શ્રી લાલજી નરશી વેલજી ગડા-લાયજા, ૩૦. સ્વ. શ્રી રામજી હીરજી દેઢિયા, ૩૧. શ્રીમતી ભચીભાઈ ભીમજી મુરજી ખોના-દેવપુર, ૩૨. શ્રીમતી ગંગાબેન શામજી વેલજી. (૧૨) વિ. સં. ૨૦૪૧ માં અગાશી તીર્થથી લાલવાડી (ધર્મપુરી) તીર્થનો છ'રિપાલિત સંઘ. (૧૩) વિ. સં. ૨૦૪૨ બાડમેરથી જેસલમેરનો સંઘ. (૧૪) વિ. સં. ૨૦૪૪ માં અગાશીથી ઘાટકોપરનો અંતિમ છ'રિપાળતો સંઘ નીકળેલ. સંઘ પ્રેરણા મુનિશ્રી સર્વોદયસાગરજી મ. સા.એ આપેલ. આ રીતે ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં ૧૪ છ'રિપાલિત સંઘો નીકળ્યા છે. * સમેતશિખરજી તીર્થના જીર્ણોદ્ધાર પ્રસંગે સં. ૨૦૧૬ માં શ્રી અનંતનાથ ટ્રસ્ટે રૂા. ૧,૨૫,OOO ની નાદર રરમ આપી યશકલગી ઉમેરી. ટ્રસ્ટે ભારત વ્યાપી આવા કાર્યો કરી ગચ્છની સૌરભ સર્વત્ર પ્રસરાવી. ગચ્છની આ પ્રધાન સંસ્થા વિશે પ્રસંગોપાત ઉલ્લેખો કરી ગયા છીએ. સમેતશિખરજીમાં જખૌના જીવરાજ રતનશીએ ઓરડાઓ બંધાવી આપ્યા, ગોધરાના ઝવેરબેન શિવજી વેલજીએ મધુવનમાં રસોડું કરાવેલ. કેટલીક બેનમૂન ૯૯ યાત્રા સંઘોની હાર્દિક અનુમોદના આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ ભગવાન ૯૯ પૂર્વ વાર (૧ પૂર્વ=૭0 લાખ પ૬ હજાર ક્રોડ) શ્રી શત્રુંજય મહાતીર્થ ઉપર સમવસર્યા હતા. એની પાવન સ્મૃતિ નિમિત્તે, એના આંશિક અનુકરણ સ્વરૂપે શ્રી શત્રુંજય મહાતીર્થની વ્યક્તિગત તેમ જ સામુહિક રીતે, છ'રિ નિયમોના પાલનપૂર્વક, ૯૯ યાત્રાના આયોજનોની પરંપરા દીર્ઘકાળથી ચાલી આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી દર વર્ષે લગભગ ૧૨ થી ૧૫ જેટલા સંઘો દ્વારા આ ૯૯ યાત્રાના આયોજન જુદી જુદી ધર્મશાળાઓમાં થતાં જોવા મળે છે. મોટા ભાગના આ આયોજનો કાર્તિકી પૂનમથી માંડીને બે કે અઢી મહિનામાં પુરા થતાં હોય છે. જેથી રોજ અથવા અવાર-નવાર બળે યાત્રાઓ કરવા દ્વારા યાત્રિકોને ૯૯ યાત્રા પૂર્ણ કરવાની હોય છે. પરંતુ કેટલાક મોટી ઉંમરના યાત્રિકો રોજની બે યાત્રાઓ ક્રિયાવિધિ સહિત કરવા અસમર્થ હોય છે તેમને લક્ષમાં રાખીને તથા બાકીના યાત્રિકો પણ રોજની ૧-૧ યાત્રા કરવા દ્વારા નિરાંતે પ્રભુભક્તિ-દર્શન-પૂજા આદિ કરી શકે તે માટે પૂરા ૧OO દિવસ ૯૯ યાત્રા સંઘનું એક વિશાળ આયોજન વિ. સં. ૨૦૩૫ માં કરવામાં આવેલ. જેમાં ૧OOO યાત્રિકો હતા. આવા વિરાટ ૯૯ યાત્રા સંઘના સંઘપતિ હતા કચ્છ-મોટા આસંબીઆ ગામના સંઘવી સંઘરત્ન શ્રી શામજીભાઈ જખુભાઈ ગાલા તથા તેમના લઘુબંધુ સંઘવી સંઘરત્ન શ્રી મોરારજીભાઈ જખુભાઈ ગાલા. આવા વિરાટ આયોજનોમાં નિશ્રા આપવા માટે એક વર્ષ પહેલા જ કચ્છથી મુંબઈ પધારેલ શાસન સમ્રાટ, કચ્છ કેસરી, તીર્થ પ્રભાવક, અચલગચ્છાધિપતિ, પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરીશ્વરજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy