SearchBrowseAboutContactDonate
Page Preview
Page 774
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] . [ ૭૨પ પટ્ટણી ખાસ મહેમાન તરીકે બે કલાક સુધી વરઘોડામાં શ્રી માકુભાઈ શેઠ સાથે ફર્યા હતા. એટલું જ નહિ સંઘ માટે તંબૂઓ, રાવટીઓ વગેરે ઘણી સામગ્રી ભાવનગર સ્ટેટ તરફથી વિના મૂલ્ય વાપરવા આપી હતી. ચાર લાખ જૈન-જૈનેતરો આ મહાન સંઘના પ્રયાણના દર્શન કરવા ઉમટેલ એટલું જ નહિ અંગ્રેજ સરકાર પણ ચાર કલાક સુધી સમગ્ર શહેરનો વાહનવ્યવહાર (ટ્રાફિક) બંધ રખાવ્યો હતો. આ સંઘમાં પૂજ્ય શાસનસમ્રાટશ્રી સાથે પૂ. સાગરજી મ0, પૂ. શ્રી મોહનસૂરિજી, પૂ. શ્રી મેઘસૂરિજી આદિ ૨૭૫ જેટલા સાધુ મહારાજ અને ૪૦૦ ઉપરાંત સાધ્વીજી, ૧૩OOO ઉપર યાત્રિકો, ૮૫૦ બળદગાડી. અનેક મોટરો-ખટારા સહિત ૧૩૦૦ જેટલાં વાહનો, ચાંદીનો ઇન્દ્રધ્વજ, સવર્ણો રસેલે રથ, ચાંદીનો મેરુપર્વત, ચાંદીનું જિનમંદિર, ચાંદીની મનોરમ અંબાડી, ભાવનગર અને ધ્રાંગધ્રા સ્ટેટના બે મહાકાય ગજરાજો વગેરે જોડાયાં હતાં. ગામે ગામ અને જુદાં જુદાં રજવાડાઓના મુખ્ય શહેરોમાં રોજે રોજ સંઘનાં શાહી સ્વાગત થતાં હતાં. સંઘમાં દરરોજ ૧૭ થી ૨૦ હજાર લોકો નવકારશીમાં લાભ લેતા હતા. સંઘના રસોડે દરરોજ ૩00 મણ પકવાન, ૪૦૦ મણ ફરસાણ, ૪૫ મણ ભાત, ૨૦ મણ દાળ, ૬૦ મણ શાક થતાં હતાં. ગામે ગામના સંઘો, મહાજનો, રાજા, મહારાજાઓ, નવાબો સંઘવી શ્રી માકુભાઈ શેઠનું સન્માન કરતા અને શેઠ પણ પોતે ઉદાર હાથે સામાજિકધાર્મિક સંસ્થાઓમાં દાનની સરિતા વહેવડાવતા હતા. ગિરનારમાં શ્રી માકુભાઈએ રૂ. ૩0000નો હાર શ્રી નેમિનાથ પ્રભુને ચડાવ્યો હતો અને તેમનાં કાકી શેઠાણી માણેકબેનને સંઘમાળ પહેરાવી હતી. આ સંધે પાલીતાણામાં પ્રવેશ કર્યો ત્યારે સંઘના દર્શન માટે બહારગામથી ૪OOOO ઉપરાંત ભાવિકો આવ્યા હતા. આ માટે છેક મદ્રાસથી એક ખાસ સ્પેશ્યલ ટ્રેઈન આવી હતી. તીર્થમાળા-સંઘમાળાના કાર્યક્રમ માટે શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટીઓ પ્રમુખશ્રી શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ, શેઠ પ્રતાપસિંહ મોહોલાલ, શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ, શેઠ ચીમનભાઈ લાલભાઈ, શેઠ ભગુભાઈ ચુનીલાલ સુતરીયા ખાસ આવ્યા હતા. અને પેઢી તરફથી લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાવવામાં આવેલ સાચા હીરા અને રત્નોથી જડિત મુગટ, તિલક, હંસ, બાજુબંધ, શ્રીફળ વગેરે આભૂષણો માળારોપણના દિવસે પ્રથમવાર દાદાને ચઢાવવામાં આવ્યાં હતાં. આ બધાં આભુષણો ચડાવવાની ઉછામણી બોલાઈ હતી. સંઘવી શ્રી માકુભાઈ શેઠ તથા તેમનાં ધર્મપત્ની શ્રી સૌભાગ્યલક્ષ્મીબહેને પોતાના ખર્ચે તૈયાર કરાવેલ રૂ. પ0000ની કિંમતનો હીરા-રત્નજડિત હાર પ્રભુજીને કંઠે પહેરાવ્યો હતો. આ સંઘ જે જે રાજ્યમાંથી પસાર થયો તે તે રાજ્યોએ સંઘ જ્યાં સુધી તેમના રાજ્યમાં રહ્યો ત્યાં સુધી અથવા મહિના સુધી જીવદયા–અમારિ પળાવી હતી. સંઘવીજીને આ સંઘમાં આઠ લાખ કરતાં વધુ ખર્ચ થયો હતો. આ સિવાય નાના નાના શ્રેષ્ઠિઓને પણ ૪૦-૪૦ હજાર જેવો ખર્ચ થયો હતો. આવા કાળમાં પણ આવો મહાન સંઘ કાઢવાનું અને તેને હેમખેમ પાર પાડવાનું આ યુગનું ભગીરથ કામ પૂજ્ય શાસનસમ્રાટશ્રીના આશીર્વાદથી શેઠ માકુભાઈએ પાર પાડી બતાવ્યું હતું. શેઠશ્રી માકુભાઈ તથા શેઠશ્રી ચીમનભાઈએ વિ. સં. ૧૯૯૬માં પાલીતાણામાં સૌ પ્રથમવાર પ્રાચીન વિધાન અનહાપૂજન (શાંતિવિધાન) કરાવ્યું હતું. ૭૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy