SearchBrowseAboutContactDonate
Page Preview
Page 773
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૪ ] [ જૈન પ્રતિભાદર્શન વૈશાખ સુદ ૧૧ના અષ્ટોત્તરી શાંતિસ્નાત્રમાં દરેક ગાથાએ સોનામહોર મૂકવામાં આવી હતી, અને જીવદયામાં રૂ. ૫૧૦૦૦ અમદાવાદ-પાંજરાપોળને આપવામાં આવ્યા હતા. આ મહોત્સવમાં એ જમાનામાં રૂ. બે લાખ ઉપર ખર્ચ કર્યો હતો. સં. ૧૯૮૩ની ભયંકર જળહોનારત વખતે પૂજ્ય શાસનસમ્રાટશ્રીએ જળહોનારતનો ભોગ બનેલ સેંકડો મનુષ્ય માટે રોકડ રકમ તથા અનાજ, કપડાં વગેરે જીવનજરૂરી સામગ્રી ભેગી કરાવી અપૂર્વ માનવરાહત રૂપ સેવા કરાવી હતી. રૂ. ત્રણ લાખની રોકડ રકમની સહાય કરાવી તેમાં શેઠશ્રી માણેકલાલભાઈએ રૂ. ત્રીસ હજાર આપ્યા હતા. જ્યારે અમદાવાદમાં જૈનો માટે એક પણ ભોજનશાળા નહોતી, એ માટે પૂજ્યશ્રીએ પ્રેરણા કરતાં શેઠશ્રી માણેકલાલભાઈએ નજીવા ભાડેથી આપેલ જમીનમાં મકાન બંધાવી, અલ્પ ચાર્જથી જૈન ભોજનશાળા ચાલુ કરવામાં આવી. આજે પણ આ ભોજનશાળા ચાલુ છે. આ જ વર્ષે સ્વ. શેઠશ્રી જમનાભાઈએ શરૂ કરાવેલ માતરતીર્થના જીર્ણોદ્ધારનું કાર્ય પૂર્ણ થવાથી શેઠશ્રી માણેકભાઈ તથા તેમના ફોઈ શ્રી માણેકબેન તરફથી શ્રી સુમતિનાથ જિનાલયની પુનઃ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ કરવામાં આવ્યો. ધંધુકા પાસે ખરડ ગામમાં પૂજ્ય શાસનસમ્રાટશ્રીની પ્રેરણાથી શેઠ માકુભાઈએ ઉપાશ્રય બંધાવ્યો હતો. આજે પણ ખરડ ગામમાં જૈનોના ઘર નથી પરંતુ પૂજ્ય શાસનસમ્રાટશ્રીના ઉપદેશથી જૈન ધર્મ અંગીકાર કરેલ શ્રી ભીમજીભાઈ રાઠોડ (રાજપૂત)નું કુટુંબ દેરાસર-ઉપાશ્રય બંને સાચવે છે અને આવતાં જતાં સાધુ-સાધ્વીજી ભગવંતોની ભક્તિ કરે છે. એ જ વર્ષે ધોળકા--કોઠ વચ્ચે આવતા સરંઢી ગામમાં પણ શેઠ માકુભાઈએ એક મકાન ખરીદી ઉપાશ્રય તરીકે સોંપ્યું હતું. વિ. સં. ૧૯૮૭ના વર્ષે સિદ્ધગિરિના મૂળનાયકશ્રી આદિનાથ પ્રભુની પ્રતિષ્ઠાને ૪૦૦ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે પૂજ્યશ્રીની પ્રેરણાથી સમગ્ર અમદાવાદના જૈનોની નવકારશી કરવામાં આવી. આમાં પણ શેઠશ્રી માકુભાઈએ સારો એવો લાભ લીધો હતો. શેઠશ્રી માકુભાઈને કદંબગિરિ તીર્થના મૂળનાયક શ્રી મહાવીરસ્વામી જિનાલયનો આદેશ લેવો હતો પરંતુ અમદાવાદના વતની શા. કરમચંદ ફૂલચંદની ભાવના પહેલાં ‘વામજ'માં પ્રગટ થયેલાં પ્રાચીન જિનબિંબો માટે વામજમાં જ દેરાસર કરવાની હતી પરંતુ, એ ભાવના સાકાર બને એ પહેલાં તેઓનો સ્વર્ગવાસ થયો. એટલે તેમની અધુરી ભાવના તેમનાં પુત્રી પુંજીબેન જેઓ સુરદાસ શેઠની પોળમાં રહેતાં હતાં, તેઓ પૂર્ણ કરવાની તક શોધતાં હતાં. કદંબરમાં દેરાસર નિર્માણની વાત સાંભળી તેઓ તરત મહુવા પહોંચી પૂજ્ય શાસનસમ્રાટશ્રી પાસે દેરાસરનો આદેશ પ્રાપ્ત કર્યો. એટલે શેઠ માકુબાઈની ભાવના અધુરી રહી ગઈ. કદંબગિરિમાં બોંતેર જિનાલયમાં તેઓએ પ્રભુજી પધરાવી લાભ લીધો હતો. વિ. સં. ૧૯૯૦ના ચાતુર્માસ બાદ શેઠશ્રી માકુંભાઈએ અમદાવાદથી ગિરનાર થઈ સિદ્ધિગિરિનો અભૂતપૂર્વ સંઘ કાઢ્યો હતો. આ સદીનો શ્રેષ્ઠ અને વિશાળ, ખૂબ શાસનપ્રભાવના પૂર્વકનો એ સંઘ હતો. સંઘપ્રયાણના વરઘોડામાં હજારો ભાવિકો જોડાયા હતા. ભાવનગર સ્ટેટના દિવાન સર પ્રભાશંકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy