SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૬ ] [ જૈન પ્રતિભાદર્શન સંધ અનેક ભાગ્યશાળી સંઘપતિઓ દ્વારા નીકળ્યો. પાંચથી ૫૦ વર્ષ સુધીના યાત્રિકો સારી એવી સંખ્યામાં જોડાયા. (૧૪) સં. ૨૦૪૩, બાગથી પરાસલી તીર્થ, સંઘપતિઓ શ્રી કેશરીમલજી રૂપચંદજી તથા શ્રી ચાંદમલજી રાજમલજી ઝોસીત્રા. (૧૫) સં. ૨૦૪૪, ખાચરોદથી નાગેશ્વરજી તીર્થનો સંઘ, સંઘપતિ શ્રી ફત્તેહચંદજી ઘેવરચંદજી નંદિયા. (૧૬) સં. ૨૦૪૪, થરાદથી તીર્થાધિરાજ શ્રી સિદ્ધિગિરિપાલીતાણા, સંઘપતિ શ્રી ફૂલચંદભાઈ પાનાચંદભાઈ પરિવાર. (૧૭) સં. ૨૦૪પ, થરાદથી જીરાવાલા તીર્થ, સંઘપતિ બોહરા બાદરમલ નિહાલચંદ, ચીમનભાઈ પરિવાર. (૧૮) સં. ૨૦૪૬, થરાદથી શંખેશ્વર મહાતીર્થનો સંઘ, સંઘપતિઓ શ્રી માલાજી અણદાજી તથા શ્રી કાંતિલાલભાઈ અમુલખભાઈ ભણશાલી. (૧૯) સં. ૨૦૪૭, અમદાવાદથી સિદ્ધાચલજીનો રીપાલિત સંઘ, સંઘપતિ શ્રી નરપતલાલ નાગરદાસ વોરા પરિવાર, યાત્રિકોની સંખ્યા ૮00, અનેરી શાસનપ્રભાવના અને સોલ્લાસ તીર્થમાળારોપણ વિધિ. ( શ્રી અચલગચ્છીય શ્રમણોની નિશ્રામાં નીકળેલા સંઘો ) સંકલન કર્તા : અચલગચ્છાધિપતિ પૂ. આ.શ્રી ગુણસાગરસૂરિજી મ.ના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી સર્વોદયસાગરજી મહારાજ નોંધ : અચલગચ્છ દિગ્દર્શનમાંથી વિક્રમની ૧૨મી સદીથી લઈને ૨૧મી સદીના પૂર્વાર્ધ સુધીનાં અર્થાત્ (વિ. સં. ૧૧૬૯ થી ૨૦૪૪ સુધીમાં) નીકળેલા છરીપાળતા સંઘોની નોંધ તૈયાર કરી રહ્યો હતો ત્યારે કેટલીક વિગતો અપૂર્ણ જોવામાં આવી હતી, છતાં નોંધ ટપકાવી લીધી છે. ફરી કોઈ સંશોધકને રાસાઓ-ફાગ કે અન્ય દ્વારા માહિતી મળે તો કરેલી નોંધ ઉપયોગી થશે એમ માની અહીં અપૂર્ણ વિગતો પણ આપી છે.---સંકલનકર્તા વિ. સં. ૧૧૬૯માં વિધિપક્ષગચ્છની સ્થાપના પ. પૂ. આ. ભ. શ્રી આર્યરક્ષિતસૂરીશ્વરજી મ. સા.એ કરી. એ ગચ્છ આગળ જતાં અચલગચ્છ તરીકે પ્રસિદ્ધ થયો. એ ગચ્છના પ્રથમ શ્રાવક શ્રી યશોધન ભણસાલી થયા. એમણે ભાલેજ આદિ અન્ય ગામોમાં સાત જિનાલયો બંધાવ્યાં. ગુરુ મ. સા.ને ચાતુર્માસ કરાવી ચાતુર્માસ પૂર્ણ થયે ભાલેજથી શ્રી શત્રુંજય મહાતીર્થનો છ'રીપાલિત સંઘ કઢાવ્યો. | વિ. સં. ૧૨૨૩માં પૂ. આ. ભ. શ્રી જયસિંહસૂરિજી મ. સા.ની શુભ નિશ્રામાં ભંડારી ગોદાએ શત્રુંજય અને ગિરનારનો સંઘ કાઢ્યો તથા ઘણા નગરોમાં લહાણી કરી, સવાલાખ દ્રવ્ય ખચ્યું. વિ. સં. ૧૨૪૬ આસપાસ પૂ. આ. ભ. શ્રી ધર્મઘોષસૂરિજી મ. સા.ના ઉપદેશથી મોહલ ગામથી બોહડીએશ્રી શત્રુંજય તીર્થનો સંઘ કાઢ્યો અને સંઘવી પદ પ્રાપ્ત કર્યું. વિ. સં. ૧૨૫પમાં કાશ્યપ ગોત્રના આભાણી શાખાના આભુ શેઠે પણ એ જ પૂજ્યશ્રીની નિશ્રામાં શ્રી મહાવીર પ્રભુનો મોટો પ્રાસાદ બંધાવ્યો તથા શત્રુંજયનો મોટો સંઘ કાઢી સંઘવી પદ લીધું. વિ. સં. ૧૨૮૨માં પૂ. આ. ભ. શ્રી મહેન્દ્રસિંહસૂરિજી મ. સા.ની નિશ્રામાં વીજલગોત્રીય વછરાજ, વિજય તથા જાદવ નામના અચલગચ્છીય શ્રાવકોએ અર્ધલક્ષ દ્રવ્ય ખર્ચીને શત્રુંજયનો સંઘ કાઢી સંઘવી પદ મેળવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy