SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૦૭ વિ. સં. ૧૩૧૬ આસપાસ પોરવાડ જ્ઞાતિના પુષ્પાયન ગોત્રીય હાથી નામના શ્રેષ્ઠિએ પૂ. આ. ભ. શ્રી મહેન્દ્રસૂરિજી મ. સા.ના ઉપદેશથી દહીંથલી નગરમાં આદીશ્વર પ્રભુનું જિનાલય બંધાવ્યું. શત્રુંજય આદિ તીર્થોની સંઘ સહિત યાત્રા કરી. વિ. સં. ૧૩૨૫ આસપાસ પૂ. આ. ભ. શ્રી અજિતસિંહસૂરિજી મ. સા.ની શુભ નિશ્રામાં દેવસીએ રત્નમય બિંબ ભરાવી શ્રી શત્રુંજયનો સંઘ કાઢ્યો તથા બેવઠણના વતની ખીમા શેઠે સંઘ કાઢી શત્રુંજય પર ઇન્દ્રમાળ પહેરી. વિ. સં. ૧૩૪૫ માં પૂ. આ. ભ. શ્રી ધર્મપ્રભસૂરિજી મ. સા.ની નિશ્રામાં ખેરાલુના વતની શ્રીમાલી વંશના લાછિલ ગોત્રીય વર્ધમાન શેઠે શ્રી આદિનાથ પ્રભુજીનો કુળદેવીનો પ્રાસાદ કરાવ્યો. અને શત્રુંજયનો સંઘ કાઢ્યો તેમણે ત્રણ કરોડ રૂા. ધર્મકાર્યોમાં ખરચ્યા. વિ. સં. ૧૩૭૧ માં પૂ. આ. ભ. શ્રી સિંહતિલકસૂરિજી મ. સા.ની શુભ નિશ્રામાં ખંભાત નિવાસી જાજા ગોત્રના છાહડ નામના શેઠે શ્રી મહાવીરસ્વામીનું જિનાલય બંધાવ્યું અને શત્રુંજય તીર્થનો સંઘ કાઢેલ. વિ. સં. ૧૪૪૧ માં પૂ. આ. ભ. શ્રી મહેન્દ્રપ્રભસૂરિજી મ. સા.ની નિશ્રામાં ઓશવંશ દેઢીયા ગોત્રીય માલકાણી વંશમાં થયેલા સંધવી મીમણ શેઠે કચ્છ ખાખરથી શત્રુંજય તીર્થ અને નગર પારકર ગોડી પાર્શ્વનાથજીના સંઘો કાઢી ધર્મકાર્યોમાં ઘણું ધન વાપર્યું. વિ. સં. ૧૪૪૫ માં પાટણના રહેવાસી પ. પૂ. આ. ભ. શ્રી રંગરામસૂરિજી મ. સા.ના ઉપદેશથી દેવસી શેઠે શત્રુંજયનો સંઘ કાઢી ઘણું ધન ખરચ્યું. વિ. સં. ૧૪૫૦ ની આસપાસ પૂ. આ. ભ. શ્રી મેરુનુંગસૂરિજી મ. સા.ની નિશ્રામાંથી જીરાવલા તીર્થનો સંઘ નીકળેલ. સંઘમાં વિઘ્નોની ઉપશાંતિ કરવા માટે તીર્થ અધિષ્ઠાયક દેવે સાત ગુટિકાઓ આપેલ એમ જિરાવલાસ્તોત્ર પંજિકામાં જણાવ્યું છે. વિ. સં. ૧૪૫૨ પૂ. આ. ભ. શ્રી જયકેશીસૂરિજી મ. સા.ની નિશ્રામાં લોલાડાના ઓશવંશીય પડાઈઆ ગોત્રીય સમરસીએ શ્રી શાંતિનાથનો જિનપ્રાસાદ કરાવ્યો અને એક લાખ રૂ।. ખરચી શત્રુંજયનો સંઘ કાઢ્યો. વિ. સં. ૧૪૯૯ પૂ. આ. ભ. શ્રી જયકેશ૨ીસૂરિજી મ. સા.ની નિશ્રામાં પારકરમાં થયેલા ઠાકરશીના પુત્ર ખીમસીએ શત્રુંજય અને ગિરનાર તીર્થના સંઘ કાઢી ઘણું ધન ખરચ્યું હતું. વિ. સં. ૧૫૧૫ પૂ. આ. ભ. શ્રી જયકેશરીસૂરિજી મ. સા.ની નિશ્રામાં પીરમગામના ઓશવંશીય વડેરા ગોત્રીય ઉજલના પુત્ર માણિક શેઠે શ્રી સુમતિનાથ આદિ ઘણા જિનબિંબો ભરાવ્યા. સોના-રૂપાના છત્રો કરાવ્યા અને શત્રુંજયનો સંઘ કાઢી ધન ખરચ્યું. વિ. સં. ૧૫૧૫ માં આ. ભ. શ્રી સિદ્ધાંતસાગરસૂરિજી મ. સા.ની નિશ્રામાં ભીન્નમાલ નિવાસી કાશ્યપ ગોત્રીય લોલા શેઠ શત્રુંજય-ગિરનાર-જીરાવલા તીર્થોના સંઘો કાઢેલા તથા ગોદા શેઠે પણ ઉક્ત સૂરિજી મ. સા.ની નિશ્રામાં શત્રુંજયનો સંઘ કાઢી સવા લાખ રૂા. ખરચ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy