SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૮ ] [ જૈન પ્રતિભાદર્શન વિ. સં. ૧૬૧૧ અને ૧૬૧૫માં પૂ. આ. ભ. શ્રી ધર્મમૂર્તિસૂરિજી મ. સા.ના ઉપદેશથી મૂળીના નેડા શાહે ત્રણ હજાર માણસોનો બે વાર સંઘ કાઢી શત્રુંજયની યાત્રાઓ કરી. વિ. સં. ૧૬૧૭ અને ૧૬૬૫ માં એ જ આ. ભ. શ્રીની નિશ્રામાં આગ્રા નિવાસી લોઢા ગોત્રીય ઋષભદાસ તથા તેના ભાઈ પ્રેમદાસે બે હજાર માણસોનો શ્રી સમેતશિખરજી તીર્થનો સંઘ કાઢેલ. વિ. સં. ૧૬૨૪ આસપાસ એ જ પૂ. આ. ભ. શ્રીની નિશ્રામાં નવાનગરથી શ્રેષ્ઠિશ્રી તેજસિંહ શાહે પાંચ લાખ મુદ્રિકાઓ ખરચી શત્રુંજયનો સંઘ કાઢેલ. વિ. સં. ૧૯૫૦માં પૂ. આ. ભ. શ્રી કલ્યાણસાગરસૂરિજી મ. સા.ના ઉપદેશથી જામનગરથી વર્ધમાન શાહ અને પદમશી શાહ બંધુ બેલડીએ ઘણી મોટી સંખ્યામાં યાત્રિકોનો ભવ્ય શત્રુંજય તીર્થનો સંઘ કાઢેલ. વિ. સં. ૧૯૫૨માં રાજવી શાહે પણ જામનગરથી શત્રુંજય તીર્થનો સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં કાઢેલ. ત્યારબાદ ગોડીજીનો સંઘ કાઢેલ. વિ. સં. ૧૬૫પમાં પૂ. આ. ભ. શ્રી કલ્યાણસાગરસૂરિજી મ. સા.ની નિશ્રામાં અચલગચ્છીય શ્રાવક બીજબોર નિવાસી શ્રી વરદોંગજીએ પોતાના ગામથી ગોડીજી તીર્થનો સંઘ કાઢેલ. વિ. સં. ૧૬૫૭માં બાડમેર નિવાસી મંત્રી કુપાએ ગુરુ નિશ્રામાં ગોડી પાર્શ્વનાથનો સંઘ કાઢેલ. વિ. સં. ૧૬૬૬માં એ જ પૂજયશ્રીની નિશ્રામાં સાદડી નિવાસી સમરસિંહ રાણકપુર, નાડોલ, નાડલાઈ, વરકાણા, ધાનેરા તીર્થ એમ પંચતીર્થન બસો માણસોનો સંઘ કાઢી સંઘવી પદ લીધું. અને વૈશાખ વદી ૯ના પ્રવજયા અંગીકાર કરી ગુરુએ સૌભાગ્ય સાગર એવું ગુણ નિષ્પન્ન નામ રાખ્યું. વિ. સં. ૧૬૭૮માં અચલગચ્છશ પૂ. આ. ભ. શ્રી કલ્યાણસાગરસૂરિજી મ. સા.ની નિશ્રામાં આગ્રાથી સમેતશિખરજી તીર્થનો સંઘ નીકળેલ. કુંવરપાલ–સોનપાલે અનેક તીર્થોની સંઘ સહિત યાત્રા કરી છે. તેમણે સં. ૧૯૭૦માં સમેતશિખરજીનો મોટો સંઘ કાઢેલો તેનું વિશદ વર્ણન વા. જસકીર્તિ કૃત “સમેતશિખર રાસમાં છે. એ રાસનો સાર અગરચંદજી તથા ભંવરલાલજી નાહટાએ જૈ. સ. પ્ર. વર્ષ ૭, અંક ૧૦-૧૧માં આપ્યો છે. વિ. સં. ૧૬૮૭ બાદ પૂજ્યશ્રીની નિશ્રામાં નવા નગરના રાજડ શ્રી શત્રુંજય તીર્થનો સંઘ કાઢ્યો તથા રામુએ પ00 સેજવાળા લઈને ગોડી પાર્શ્વનાથ તીર્થની યાત્રાએ નગરપારકર ગયેલ. પાછા વળતાં ૧૯૫ ગામો અને નગરોમાં લણણી કરી (જુઓ પા. સંપાદિત અચલગચ્છ દિગ્દર્શન પાન ૪૩૩ પેરા ૧૮૪૫/ ૪૬) વિ. સં. ૧૬૯૨માં એ જ પૂજ્યોની નિશ્રામાં શાહ રાજડના પુન્યથી સિરિયાદે એ ગિરનાર તીર્થનો સંઘ કાઢ્યો. ૩000 નર-નારી સાથે તીર્થયાત્રા કરી નવાનગર પાછી ફરી. વિ. સં. ૧૭૧૨માં અમદાવાદથી શ્રેષ્ઠિ શ્રી લીલાધર પારેખે 400 માણસોનો શત્રુંજય તીર્થનો સંઘ કાઢેલ જેનું વર્ણન મુનિસૂરિજી કૃત લીલાધર રાસમાં છે. વિવિધ તીર્થોની યાત્રા કરતાં સંઘ અમદાવાદ આવેલ. વિ. સં. ૧૭૧૭ પૂ. આ. ભ. શ્રી અમરસાગરસૂરિજી મ. સા.ની નિશ્રામાં દીવબંદર નિવાસી મંત્રી | માલજીએ શંત્રુજય તીર્થનો સંઘ કાઢ્યો એક લાખ ક્રમનો ધર્મ માર્ગે ખર્ચ કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy