SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 [ ૬૦૯ છે વિ. સં. ૧૭૩૧માં એ જ પૂજ્યશ્રીની નિશ્રામાં કચ્છ સાભરાઈના કાનડે શ્રી શત્રુંજયનો અને શ્રી ગોડીજી (નગરપારકર) સંઘ કાઢી ઘણું દ્રવ્ય ખરચ્યું. વિ. સં. ૧૮૦૪માં પૂજ્ય આ. ભ. શ્રી ઉદયસાગરસૂરિજી મ. સા.ની નિશ્રામાં સુરતના શ્રેષ્ઠિ શ્રીમાળી કીકાના પુત્ર કચરાએ શ્રી શત્રુંજયનો સંઘ કાઢેલ એમાં ખરતર ગચ્છતપાગચ્છના સાધુઓ સામેલ હતા તથા રૂપચંદ નામના શ્રેષ્ઠિ પણ સંઘપતિ હતા. સુરતના શ્રેષ્ઠિ ખુશાલશાહે પણ પૂ. આ. ભ. શ્રી ઉદયસાગરસૂરિજી મ. સા.ની નિશ્રામાં ભરત ચક્રવર્તીની જેમ શત્રુંજયનો સંઘ કાઢેલ તથા વિ. સં. ૧૮૨૭માં કચરાના પુત્ર તારાચંદે પણ સુરતથી શત્રુંજયનો સંઘ કાઢેલ એમાં ચાર ગચ્છાધિપતિઓ હતા. ઉપા. જ્ઞાનસાગર “તીર્થમાળા સ્તવન'માં આ પ્રમાણે આપે છે. શ્રી વિજયાનંદ પટોધર પ્રગટ, શ્રી વિજય ઉદયસૂરિ રાજ રે, શ્રી ઉદયસાગરસૂરિ અચલગચ્છનો, નાયક સવિ સિરતાજ રે, સાગરગચ્છપતિ ગુરુ સવાઈ, શ્રી પુન્યસાગરસૂરિ રાય રે, આગમ ગચ્છપતિ સિંહરત્નસૂરિ, એ ચ્યારે હર્ષિત થાય રે, જૈન સત્ય પ્રકાશ વર્ષ ૮-૯ વિ. સં. ૧૮૮૨ની આસપાસ પૂ. આ. ભ. શ્રી રાજેન્દ્રસાગરસૂરિના સામ્રાજ્યમાં શ્રેષ્ઠ મોણસી અંચલજીએ (કચ્છ) સુથરી તીર્થનો સંઘ કાઢેલ. | વિ. સં. ૧૯૭૯માં આ. ભ. શ્રી મુક્તિસાગરસૂરિના સામ્રાજ્યમાં શ્રેષ્ઠિશ્રી વીરજી નરશી નાથાએ શત્રુંજયનો સંઘ કાઢી કચ્છમાં દેશ તેડું કરેલ. વિ. સં. ૧૯૧૧માં પૂ. આ. ભ. શ્રી મુક્તિસાગરસૂરિજી મ. સા.ના સામ્રાજ્યમાં જ્ઞાતિ શિરોમણિ નરશી નાથાના આત્મશ્રેયાર્થે એમના પુત્રવધુ પુરબાઈએ શ્રી સમેતશિખરજી તીર્થનો સંઘ કાઢેલ એમાં ઉપાધ્યાય વિનયસાગરજીની નિશ્રા મળેલ. ૧૦ મહિનાના સંઘમાં પુરબાઈએ લાખો રૂપિયાનો સટ્વય કરેલ. વિ. સં. ૧૯૧૨માં એ જ સામ્રાજ્યમાં પુરામાની અનુમતિથી શેઠ હરભમ નરશી નાથાએ વૈ. વ. ૨ના દિવસે શ્રી કેશરીયાજી તીર્થનો મોટો સંઘ કાઢી ઘણું ધન ખરચ્યું. વિ. સં. ૧૯૨૧માં શ્રી કેશવજી નાયકે મુંબઈથી શત્રુંજયનો સંઘ કાઢેલ. ૭000 જિનબિંબોની અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવેલ. વિ. સં. ૧૯૩૧ અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવેલ શ્રી કેસરિયાજીનો સંઘ કાઢેલ. વિ. સં. ૧૯૨૨ શ્રેષ્ઠિશ્રી ત્રિકમજી શેઠે કેસરિયાજીનો સંઘ કાઢેલ. વિ. સં. ૧૯૨૮માં સર વિસનજી ત્રિકમજી નાઈ કેસરિયાજીનો મોટો સંઘ કાઢી રૂ. ૪૦,૦૦૦ નો સદ્વ્યય કરેલ. વિ. સં. ૧૯૩૨માં પૂ. આ. શ્રી વિવેકસાગરસૂરિજીએ સંઘ સાથે કેસરિયાજીની યાત્રા કરી હતી. વિ. સં. ૧૯૩૨ માં કચ્છ સાંધાણના પરબત લાધાએ પૂ. આ. શ્રી વિવેકસાગરસૂરિજી મ. સા.ના ઉપદેશથી કેસરિયાજી તીર્થનો સંઘ કાઢેલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy