SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૭૩ રાજા અજયપાલ આ હકીકત સાંભળી શરમાઈ ગયો. તેણે દેરાસરો તોડવાનું કામ ત્યારથી બંધ કર્યું, એટલે બાકીનાં દેરાસરો બચી ગયો અને જૈનો પોત-પોતાના અધિકારપદે કાયમ રહ્યા. જૈનધર્મી રાજાઓ વિજયવંત, કાન્હડદે, અરણ્યરાજ વગરે – વિજયવંત-–તે લોહિયાણનો રાજા બન્યો, પણ મોટાભાઈ જયવંતે તેનું રાજય ખૂંચવી લીધું. આથી તે પોતાના મોસાળમાં બેન્નાતટ (બેણપ) મદદ લેવા ગયો પણ ચોમાસું આવી જવાથી તે શંખેશ્વરતીર્થમાં રહ્યો. અહીં આપ સર્વદેવસૂરિના ઉપદેશથી સં. ૭૨૩માં જૈન-ધર્મપ્રેમી બન્યો. પછી મામા વજસિંહે જયવંતને સમજાવ્યો આથી વિજયવંતને લોહિયાણનું રાજય પાછું મળ્યું. તેણે આ. સર્વદેવસૂરિને લોહિયાણમાં પધરાવી, તેમનો ઉપદેશ સાંભળી જૈનધર્મ સ્વીકાર્યો. શ્રાવકનાં બાવ્રત લીધાં અને ભ. ઋષભદેવનું મંદિર બંધાવ્યું. જાલોરનો ચૌલુક્ય રાજા કહદે સં. ૭૩૧ આસપાસમાં આ. સ્વાતિસૂરિના ઉપદેશથી જૈન બન્યો. તેણે જાલોરમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનું દેરાસર બંધાવ્યું. તેના વંશજ ઠા. રાવજીએ આ. જયસિંહસૂરિના ઉપદેશથી પ્રભાવિત થઈ સં. ૧૨૨૯માં જૈનધર્મ સ્વીકાર્યો અને થરપારકરમાં આવેલ પિલુડી ગામમાં જિનમંદિર બંધાવ્યું. ચંદ્રાવતીના પરમારવંશના રાજા અરણ્યરાજે એકવાર અચલગઢની તળેટીના જિનમંદિરની પિત્તળની પ્રતિમાને ગળાવી નાખી તેનો નંદી બનાવ્યો. આથી તેને કોઢ રોગ ફૂટી નીકળ્યો. અનેક ઉપાયો કર્યા; પણ તે નિષ્ફળ ગયા. અંતે આ. શીલધવલસૂરિના ઉપદેશથી પ્રાયશ્ચિત્ત રૂપે નવા જિનપ્રતિમા ભરાવી, તેનું હવણજળ શરીરે લગાડતાં કોઢ દૂર થયો. રાજાએ સં. ૧૦૧૧માં ધાંધાર પ્રદેશમાં પાલનપુર વસાવ્યું. ત્યાં રાજવિહાર બંધાવી તેમાં ભ. પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી. આ સ્થાન આજે પાલનપુરમાં પલ્લવિયા પાર્શ્વનાથના નામથી પ્રસિદ્ધ છે. નાડોલના ચૌહાણ રાજાઓ : કટુકરાજે યુવરાજકાળમાં સં. ૧૧૭૨માં સેવાડીમાં ભ. મહાવીરસ્વામીના જિનાલયના નિભાવ માટે ૮ દ્રમનો ખર્ચ બાંધી આપ્યો. તેના પુત્ર આલણદેવે સં. ૧૨૦૯માં કિરાડુ વગેરે ગામોમાં ૮, ૧૧, ૧૪ તિથિઓમાં અમારિ પ્રવર્તાવી. તેની રાણીએ સં. ૧૨૨૧માં સાંડેરાવ (સંડેરક)ના જિનાલયમાં ભ. મહાવીરસ્વામીના જન્મોત્સવ માટે વાર્ષિક લાગો બાંધી આપ્યો. તેના પુત્ર કેલણદેવે માંસની બલિપ્રથા બંધ કરાવી. રાણી જલણાએ સં. ૧૨૩૬માં ભ. પાર્શ્વનાથના મંદિરમાં ખંભ કરાવ્યો તેમજ સાલિયાણું બાંધી આપ્યું. રાજકુમાર મોઢલે સં. ૧૨૪૧માં ધંધાણક (ધાંધાણી) તીર્થમાં ભગવાન મહાવીરસ્વામીના દેરાસરની વર્ષગાંઠ માટે ખર્ચ બાંધી આપ્યો. પુત્રી શૃંગારદેવીએ સં. ૧૨પપમાં ઝાડોલીના શ્રી મહાવીરસ્વામી દેરાસર માટે મોટી આવકની કૂવાવાળી જમીન ભેટ આપી. આમ, નાડોલ રાજ્યના રાજાઓ પ્રાચીનકાળથી જૈનધર્મપ્રેમી હતા. મેવાડના રાણા જૈત્રસિંહે આ. જગચંદ્રસૂરિના ત્યાગ અને તપથી પ્રભાવિત બની તેમને સં. ૧૨૮૫માં આહડનગરમાં “તપા'નું બિરુદ આપ્યું, એ સમયથી તે આચાર્યનો સમુદાય “તપાગચ્છ' નામથી પ્રસિદ્ધિ પામ્યો. વળી, રાણા જૈત્રસિંહ ચિત્તોડની રાજસભામાં આ. જગચંદ્રસૂરિજીને સાત વાદીઓને | હરાવતા તેમને હીરાનું માનવંતુ બિરુદ આપ્યું, તે સમયથી આચાર્યશ્રી હીરલા જગચંદ્રસૂરિ' એવા નામે જે. ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy