SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ ] [ જૈન પ્રતિભાદર્શન | વિખ્યાત થયા. રાણા જૈત્રસિંહ અને તેની રાણી પરમ જૈન બન્યાં હતાં. તે પછી તેની ત્રણ પેઢીઓ સુધી રાજા-રાણા અને રાણીઓએ જૈનધર્મનું પાલન કર્યું. રાણાઓએ મેવાડમાં જ્યાં જ્યાં કિલ્લો કર્યા ત્યાં ત્યાં પહેલાં ભ. ઋષભદેવનું મંદિર બનાવ્યું અને તપાગચ્છના આચાર્યોને માનવા, પૂજવા; રાજ્યના રસાલાથી તેમનો રાજધાનીમાં પ્રવેશ કરાવવો એવી મર્યાદા બાંધી હતી, જે આજ દિન સુધી ચાલુ હતી. શ્રેષ્ઠીવર્યોની જિનભક્તિ, શ્રુતભક્તિ, તીર્થભક્તિ આદિ :– પાલીના ગજસિંહ તથા જગન્નાથ ચૌહાણના રાજ્યમાં શ્રી શ્રીમાલી ચંડાલેચા ગોત્રના ઈશ્વર, અટોલ વગેરેએ ભ. શાંતિનાથની પ્રતિમા ભરાવી અને સં. ૧૬૮૬માં તેની ચૂત્રગચ્છની શાર્દૂલ શાખાના રાજગચ્છના ભ. ચંદ્રસૂરિ પટ્ટ ભ. રત્નચંદસૂરિએ ઉ. તિલકચંદ તથા મુનિ રૂપચંદના હાથે પ્રતિષ્ઠા કરાવી. તેઓએ પાલીના નવલખા જિનપ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યો, તેમાં મૂળનાયક ભ. શ્રી પાર્શ્વનાથને બિરાજમાન કર્યા અને બીજી ૨૪ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી, સોનાનો કળશ ચઢાવ્યો. આશાપલ્લીમાં શ્રી વિદ્યાસિંહના પુત્ર મન્મથસિંહે રચેલા “સુક્તરત્નાકર મહાકાવ્ય ધર્માધિકારીની ચાર પ્રતિઓ સં. ૧૩૪૭માં શેઠ જયંત શ્રીમાલના પુત્ર લાડણે ‘રનાર પર્વાશા'ના રચયિતા આ. રત્નાકરસૂરિના ઉપદેશથી લખાવી. સાંડેરકના ભ. મહાવીરના જિનપ્રાસાદના વહીવટદાર શેઠ મોખ પોરવાડના પુત્ર વણધનના પુત્ર પેથડે આ. રત્નાકરસૂરિના ઉપદેશથી સં. ૧૩૫૩માં ‘ભગવતીસૂત્ર” ટીકા સહિત લખાવ્યું. આ. રત્નપ્રભસૂરિ આદિના ભક્ત ગૂર્જરવંશના શેઠ શોભનદેવના પુત્ર મહાવિદેહે સે. ૧૩૭૯માં આ. ભાવદેવસૂરિ રચિત “પાર્શ્વનાથચરિત્ર' લખાવી ૫. જ્ઞાનકીર્તિગણિને અર્પણ કર્યું. ગિરિપુર (ડુંગરનગર)ના સુંબડ ઠ. પૂનાની વંશ-પરંપરાના શિવાએ ચતુર્વિશતિ જિનપટ્ટ કોતરાવી તેની વૃદ્ધ તપાગચ્છના આ. રત્નસિંહસૂરિના હાથે સં. ૧૫૧૬માં પ્રતિષ્ઠા કરાવી. આ પટ્ટ હાલમાં જયપુરના ઘાટમાં શેઠ ગુલાબચંદજી મુથાના શ્રી પદ્મપ્રભુના જિનપ્રાસાદમાં વિદ્યમાન છે. જૂનાગઢના રા'મહિપાલે (પાએ) આ. રત્નસિંહના ઉપદેશથી ગિરનાર તીર્થમાં ભ. નેમિનાથ જિનપ્રાસાદને સોનાનાં પતરાંથી મઢાવ્યો હતો. તેમજ તેણે તથા તેના પુત્ર રામાંડલિક સં. ૧૫૦૭માં પોતાના રાજ્યમાં અમારિ પ્રવર્તાવી હતી, કે આજથી મારા રાજયમાં કોઈએ દરેક મહિનાની તિથિ ૫, ૧૧, ૧૪ અને અમાવાસ્યાના રોજ કોઈપણ જીવને મારવો નહીં, હિંસા-શિકાર કરવા નહીં. વીજાપુરના હુંબડ જ્ઞાતિના સલાવજ ગોત્રના દોશી ધર્માનાં પુત્રવધુ જીવની તથા લક્ષ્મી વગેરેએ ભ. સુમતિનાથની પંચતીર્થી પ્રતિમા ભરાવી અને તેની વૃદ્ધ તપાગચ્છના આ. જિનરત્નસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. આ પ્રતિમા આજે પ્રાંતીજના ભ. ધર્મનાથ જિનપ્રાસાદમાં વિદ્યમાન છે. પોરવાડ ઠકુર પુત્ર કેલ્લે ગિરનાર પર ત્રણ દેરીનો ઉદ્ધાર કરાવ્યો, અમદાવાદમાં ધર્મશાળા બનાવી, પાંચ દેરાસર કરાવ્યાં, પંન્યાસપદ અપાવ્યો, મુનિઓને વસ્ત્રો વહોરાવ્યાં, સાધર્મિકવાત્સલ્ય કર્યા, સિદ્ધાંતો લખાવ્યાં, જેમાં સં. ૧૫૧૯માં “પક્ષી સૂત્ર વૃત્તિ” લખાવી. બૃહત્ તપાગચ્છના આ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy