SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] સુરસુંદરસૂરિના શિષ્ય શ્રી સમયમાણિક્ય મુનિએ તેને વાંચીને સુધારી હતી. મહમ્મદ ખીલજીનો માનીતો રણથંભોરનો સુબો ધનરાજ પોરવાડ આ. રત્નસિંહસૂરિનો પરમ ભક્ત-સમકીતિ શ્રાવક હતો. તેણે મારવાડ, મેવાડનાં તીર્થોનો છ'રી પાળતો યાત્રાસંધ કાઢ્યો હતો. નાથા શ્રીમાલીની પત્ની લાખુએ સં. ૧૫૧પના અષાડ સુદપને ગુરુવારે માંડવગઢમાં ‘પૃથ્વીચંદ્રચરિત’ પ્રાકૃતનું ટિપ્પન સાથે લખાવી ભ. જ્ઞાનસાગરસૂરિને વાંચવા અર્પણ કર્યું. [ ૩૭૫ શા. દેવધર શ્રીમાળી વંશમાં થયેલા સાધુ ચોથાએ આ. લબ્ધિસાગરના ઉપદેશથી અને પં. ગુણસાગર તેમજ પં. ચારિત્રવલ્લભની પ્રેરણાથી સં. ૧૫૬૮માં અમદાવાદમાં ગ્રંથભંડાર સ્થાપન કર્યો અને ૪૫ આગમો લખાવ્યાં. એ જ વંશના શા. મેઘાની પુત્રી લાડકીના પુત્ર સોનપાલે કાર્તિક સુદિ પ ના દિવસે જૈન ગ્રંથભંડાર સ્થાપન કર્યો, જેમાં સુવર્ણાક્ષરી પ્રતિઓ પણ લખાવી હતી. શેઠ હેમચંદ-હેમરાજ : આ નામના ઘણા જૈન શ્રેષ્ઠીઓ થયા. તેમાંના કેટલાકની વિગત આ પ્રમાણે મળે છે. શેઠ હેમચંદ જેણે શિશોદિયા રાણા ઐત્રસિંહ (સં. ૧૨૭૦ થી ૧૩૦૯)ના રાજ્યમાં મહામાત્ય જગતસિંહના સમયે આહડમાં સમસ્ત જૈન સિદ્ધાંત'' લખાવ્યાં. આમાંનાં ઘણા આગમો ખંભાતમાં શાંતિનાથના ભંડારમાં મોજુદ છે. તે આ. દેવેન્દ્રસૂરિનો ભક્ત હતો; ને ચિત્તોડનો વતની હતો. મહામાત્ય હેમરાજ તે સંઘપતિ રત્નાશાહની પત્ની સં. રત્નાબાઈનો પુત્ર હતો, બુદ્ધિશાળી હતો, પ્રાકૃત--સંસ્કૃત ભાષાનો જાણકાર હતો. રાજ્યવ્યવહારમાં નિપૂણ હતો, ધર્મપ્રેમી જૈન હતો, સંઘવી હતો, જૈન દર્શનના વિવિધ વિષયનો અભ્યાસી હતો. આ. દેવસુંદરસૂરિનો ભક્ત હતો. તે ઘરવ્યવહારથી અલિપ્ત રહેતો હતો અને જૈનધર્મના પ્રચાર માટે સર્વ પ્રકારે આગેવાની ભર્યો ભાગ લેતો હતો. આ. સોમતિલકસૂરિએ સં. ૧૩૮૭માં સં. હેમરાજની વિનંતીથી સરસવાળ'' નો ટબો રચ્યો હતો. સં. હેમરાજ : તેમણે સં. ૧૬૫૭ના મહા માસમાં મારવાડથી શત્રુંજયતીર્થનો છ'રી પાળતો યાત્રાસંઘ કાઢ્યો હતો; જેમાં ૧૨૦૦ ગાડી, ૫૦૦ હાથી, ૫૦૦ ઊંટ, પ૦૦ ઘોડા, ૭૦૦ પગપાળા સુભટો વગેરે સાથે હતાં. તેણે શંખેશ્વરમાં ભ. વિજયસેનસૂરિ અને આ. વિજયદેવસૂરિને વંદન કર્યું હતું. શેઠ હેમરાજ તે કચ્છના અંગિયા ગામનો નગરશેઠ હતો અને ત્યાંના બાર ગામના ગાદીધર પીર બાવાનો માનીતો કામદાર હતો. તે તપાગચ્છનો આગેવાન જૈન હતો. તેણે ગુરુદેવશ્રી ચારિત્રવિજયજી (જૈન ગુરુકુળ-પાલીતાણાના પ્રતિષ્ઠાપક) મ.ના ઉપદેશથી સં. ૧૯૭૪માં સજોડે અંગિયામાં શીવ્રત અંગીકાર કર્યું હતું. ગુરુમહારાજના ઉપદેશથી અને તેમની પ્રેરણાથી અંગિયાના ગાદીપતિ પીરબાવાએ તેમજ તેની જમાતે--પરિવારે માંસ-મદિરાનો સર્વથા ત્યાગ કર્યો હતો. શેઠ હેમરાજને મોનજી અને ટોકરશી નામે પુત્રો થયા, તેમને બીજો પૌત્ર-પરિવાર વિદ્યમાન છે. મેવાડના જૈનધર્મી રાજાઓ અને તેમનાં સ્તુત્ય કાર્યો :— મેવાડના રાણા સમરસિંહ અને તેની રાણી પણ જૈનધર્મ પાળતી હતી. રાજા સમરસિંહે પં. અજિતપ્રભ ગણિના ઉપદેશથી રાજ્યમાં અમારિ પળાવી હતી. રાજમાતા જયતલ્લદેવી તથા રાજાએ આ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy