SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ ] [ જૈન પ્રતિભાદર્શન દેવેન્દ્રસૂરિના ઉપદેશથી ચિત્તોડના કિલ્લામાં શામળિયા પાર્શ્વનાથનું જિનમંદિર બંધાવ્યું હતું. રાજા અલ્લટરાજે બંધાવેલ ચિત્તોડગઢના જૈન કીર્તિસ્તંભનો જીર્ણોદ્ધાર મેવાડના રાણા મોકલસિંહે અમદાવાદના અહમદશાહ સુલતાનના માનીતા સંઘપતિ ગુણરાજ પાસે સં. ૧૪૮૫માં કરાવ્યો અને તેની જ પાસે “ભ. મહાવીરસ્વામીનું દેરાસર બંધાવ્યું. આ કીર્તિસ્તંભ અને જિનાલય આજે વિદ્યમાન છે. રાણો કુંભોજી જેણે રાણકપુર વસાવ્યું અને સં. ૧૪૯૬માં રાણકપુરમાં સંઘપતિ ધરણાશાહ પોરવાડે બંધાવેલા રૈલોક્ય જિનપ્રાસાદમાં પાષાણના બે સ્થંભો ઊભા કરાવ્યા, જે આજે એવા જ સ્વરૂપમાં વિદ્યમાન છે. રાણા કુંભોજી આ. સોમસુંદરસૂરિ, આ. કમલકલશસૂરિ, આ. સોમજયસૂરિ વગેરેનો ભક્ત હતો. મેવાડના રાણા મોકલજી તથા રાણા કુંભાજીનું સં. ૧૪૭૧નું ફરમાન શિશોદિયા વંશના જૈનધર્મના પ્રેમનું પ્રતિક છે. ફરમાન :__ स्वस्ति श्री एकलिंगजी परसादातु महाराजाधिराज महाराणाजी श्री कुंभाजी आदेसातु मेदपाटरा उमराव कामदार समस्त महाजन पंचकास्य अप्रं आपणे अठे श्रीपज तपागच्छका तो देवेन्द्रसरिजीका पंथका तथा पुनम्यागच्छका (पूर्णतल) हेमाचारजीको परमोद है । धरमज्ञान वतायो सो अठे अणांको पंथको होवेगा जाणीने मानागा पूजागा । परथम (प्रथम) तो आगेसु ही आपणे गढ कोटमें नींव दे जद पहीला श्री रिषभदेवजीरा देवराकी नींव देवाडे है, पूजा करे है, अपे अजुही मानेगा, सिसोदा पगका होवेगा ने सुरेपान (सरापान) पाँवेगा नहि और धरम भरजादमें जीव राखणो, या मरजादा लोपगा जणीने महासत्ता (महासतियों की आण है और फेल करेगा जणीने तलाक है, सं. १४७१ काती सु. ५॥ ચિત્તોડના દોશી તોલાશાહને મહમદ બેગડાના પુત્ર અહમદ સિકંદરે શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થોનો નાશ કરતાં ઘણું દુઃખ થયું. તેની ઇચ્છા હતી કે આ તીર્થો ફરી સ્થપાય તેમ કરવું જોઈએ. એ સમયે મેવાડમાં રાણા સાંગ રાજગાદીએ હતો. રાણા સાંગ અને દોશી તોલાશાહ બંને મિત્રો હતા. ધનરાજ પોરવાડનો સંઘ ચિત્તોડ આવતા રાણા સાંગે સંઘનું મોટું સ્વાગત અને સન્માન કર્યું હતું. આ સંઘ સાથે પધારેલા આ. ધર્મરત્નસૂરિએ દોશી તોલાશાહની વ્યથાને શાંત પાડી, ઉત્સાહિત કરવા ભવિષ્યવાણી કરી કે, “તારો પુત્ર શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરાવશે.” થોડા સમય પછી જોગાનુજોગ એવું બન્યું કે શાહજાદો બહાદૂરશાહ પિતા મુજફફરથી રીસાઈને સં. ૧૫૩૫માં ચિત્તોડ ચાલ્યો ગયો, ને ત્યાં દોશી તોલાશાહનો અતિથિ બનીને રહ્યો. એ દરમિયાન દોશી તોલાશાહના પુત્ર કર્માશાહ અને શાહજદા વચ્ચે ગાઢ મૈત્રી થઈ. ત્યારબાદ સં. ૧૫૮૩માં બહાદૂરશાહ ગુજરાતનો બાદશાહ થયો અને કર્માશાહે શત્રુંજયતીર્થના ઉદ્ધારનું કાર્ય હાથ ધરી સં. ૧૫૮૭માં શ્રી શત્રુંજયતીર્થનો મોટો ઉદ્ધાર કરી આચાર્યશ્રીની ભવિષ્યવાણીને તેમજ (સદ્ગત) પિતાની ભાવનાને ચરિતાર્થ કરી. રાણા પ્રતાપસિંહ : તે હિંદુપત (વટ) રાખનાર ટેકીલો રાજપૂત કેસરી મેવાડના રાજા હતો. તે જગદ્ગુરુ આ. હીરવિજયસૂરિ તથા તેમના શિષ્યોને બહુ માનતો હતો. તેણે સં. ૧૬૪૩-૪૪માં ચામુંડેરીથી આચાર્યશ્રીને ચિત્તોડ અને ઉદયપુર પધારવા મેવાતના મસુંદુ ગામે નિમંત્રણ પત્ર લખી મોકલ્યો હતો. તે પત્ર આ પ્રમાણે છે સ્વતિ શ્રીમr? મહાસુમાને સરવ માપનાના મટ્ટાર મહારાનશ્રી હીરસૂરિની चरणकमलायणे स्वस्तश्री क्जेकटक चांवडेरा (चामुडेरी) डेरा सुथाने महाराजाधिराज श्रीराणा प्रतापसिंघजी ली० पगे लागणो बचसी, अटारा समाचार भला है, आपरा सदा भला छाईजे, आप बडा हे, पूजणीक हे, सदा करपा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy