________________
અભિવાદન ગ્રંથ ]
[ ૧૪૩
(૩) સદાચારપ્રેમી ઋષભશ્રેષ્ઠિ રાજગૃહી નગરીનો ધનપતિ ચંદ્રગુપ્ત. તેના બે પુત્રોમાં ઋષભદત્ત ગુણોનો ખજાનો હતો જયારે જિનદાસ દોષોનો દરિયો. જુગારી, વેશ્યાચારી, પાપકારી જિનદાસ વ્યભિચારી બનવા લાગ્યો અને પરિવારની મર્યાદાનો ભંગ કરવા લાગ્યો તેથી સદાચારી ઋષભદત્તે તેનો ઘરમાંથી જ બહિષ્કાર કરી દીધો.
હાર્યો જુગારી બમણું રમે તે ન્યાયે જિનદાસે સર્વસ્વ મૂડી ખોઈ અને અંતે પૈસાની તકરાર થતાં જુગારીઓ દ્વારા થયેલ મર્મ પ્રહારથી તડફડવા લાગ્યો. સમાચાર મળતાં જ શાંતિપ્રિય ઋષભદત્ત દોડી આવ્યો ને મરતી વેળાએ પણ ધિક્કારપાત્ર ભાઈને મીઠા આવકારયુક્ત શબ્દોથી નવાજી સમાધિ અપાવી. પોતાની સઘળીય ભૂલોનો પશ્ચાત્તાપ પામી અંતે અંતિમ આરાધનાને સગાભાઈ થકી પામી મૃત્યુ પામતાં જ જંબૂદ્વીપનો અનાદ્રત દેવ બની ગયો. ઋષભદત્તના સદાચારે ચમત્કાર સજર્યો. દેવ બન્યા પછી પણ અપ્રમત્ત રહી રાજગૃહીમાં પધારેલ પ્રભુ વીરના સમવસરણમાં આવ્યો અને તે જ વખતે રૂપરૂપના અંબાર જેવા અન્ય દેવનો જન્મ પોતાના ભાઈના ઘેર જ થવાની વાત ઉપરાંત તે જ જીવ જંબુકુમાર થઈ દીક્ષા લઈ ચરમ કેવળી બનશે તેવું જાણી નાચી ઊઠ્યો. નાચતાં નાચતાં ભાવો ભાવવા લાગ્યો કે “આવા મહાપુરુષો મહા સદાચારીને ત્યાં જ પાકે ને? ધન્ય છે મારા ભાઈને, તેના કુળને, તેના ભાગ્યને.” પ્રભુ વીરની વાણી થકી, પ્રકાશિત થયેલ રહસ્યને જાણી રાજા શ્રેણિક પણ આશ્ચર્ય પામ્યા.
(૪) અમ્મા-પિયાની ઋણમુક્તિ બ્રાહ્મણકુંડની બાજુના બહુશાળ ઉદ્યાનમાં પ્રભુ મહાવીર સમોસર્યા તે જાણી લોકપ્રવાહ તે તરફ વહેવા લાગ્યો. કોડાલસ કુળના ઋષભદત્ત તથા જાલંધર કુળની તેમની ભાર્યા દેવાનંદા પણ બ્રાહ્મણ દંપતી છતાંય ધર્માનુરાગી હોવાથી ત્યાં આવ્યાં. પ્રભુના મુખ-રૂપને દેખતાં જ દેવાનંદાના રોમાંચ વિકસિત થઈ ગયા. સ્તનમાંથી દૂધની વાત્સલ્યધારા છૂટી ગઈ.
વચ્ચે બિરાજમાન ગૌતમસ્વામીએ વિસ્મયકારી પ્રશ્ન કર્યો ત્યારે તેના જવાબમાં પ્રભુએ ખુલાસો કર્યો કે દેવાનંદા તેમના આ જ ચરમ ભવની પ્રથમ માતા છે. પ્રભુને જન્મ પૂર્વે ધ્યાશી દિવસ સુધી પોતાની કુલિ બક્ષી ઉછેર કરી છે, જેથી આજે અનાયાસે પણ માતૃપ્રેમ છલકાઈ ગયો હતો.
પોતાના સંસારી બ્રાહ્મણ માતા-પિતાને પણ ઘણા જ યોગ્ય જાણી તે દિવસે પ્રભુએ સચોટ દેશના અમ્માપિયાને ઉદ્દેશીને જ ફરમાવી, જેથી વૈરાગ્યભાવનામાં આવી બ્રાહ્મણ-બ્રાહ્મણી ગૃહત્યાગી શ્રમણશ્રમણી બન્યાં અને સંયમજીવનનાં સોપાનો સહજમાં જ સફળતાપૂર્વક સર કરી લઈ મોક્ષના પરમ સુખને પણ પામ્યાં. પ્રભુ પરમાત્માએ પણ ઉપકારી માતા-પિતાને મુક્તિમાર્ગ આપી જાણે ઋણમુક્તિ કરી લીધી.
(૫) શીલશંકાનું સુખદ સમાધાન “આવી કડકડતી ઠંડીમાં વસ્ત્ર વગર ઊભેલાં...અરે રે! એમની દશા તે કેવી હશે?”–આવું ભેદી વાક્ય ઊંઘમાં ને ઊંઘમાં જ બોલી નાખનાર ચેલણા રાણી પ્રતિ રાજા શ્રેણિકની પ્રીતિ પલટો ખાઈ ગઈ.
ખ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org