________________
અભિવાદન ગ્રંથ ]
૮૩૩
વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો સંગમ થયો. તેઓશ્રીના પ્રવચનથી ધર્મમાં શ્રદ્ધા દઢ બની. પણ શાંત અને સરળ પ્રકૃતિના હોવાથી કટુંબમાં ધર્મના સંસ્કાર સિંચવાનું એમના માટે કપરું કામ હતું. તેથી વિચાર્યું કે, “જો મારા ધર્મપત્નિ ધર્મને સમજે તો મારું કુટુંબ ધર્મ પામી શકે.” એ જ અરસામાં વિ. સં. ૨૦૨૧માં પૂજ્યશ્રીનું લાલબાગ ચાતુર્માસ થયું. સોહનલાલભાઈએ પોતાના કુટુંબને મુંબઈ લઈ આવ્યા. રંગીલાબેનને વિશેષ વાંચતાં કે લખતાં પણ ન આવડે. પણ જાણે ચમત્કાર સર્જાયો. પૂજ્યશ્રીના એક ચોમાસાના સરળ અને સચોટ ભાષામાં આપેલા પ્રવચનથી એમના હૈયાનું પરિવર્તન થઈ ગયું. હૈયામાં સંસારની જગ્યાએ ધર્મનો વાસ થઈ ગયો. જિનપૂજા-આવશ્યકક્રિયાદિનો તો નિત્યક્રમ થઈ ગયો. કંદમૂળ ઘરમાંથી નીકળી ગયું. અને પરણેલા હોવા છતાં પણ નવકારથી ભણવાનું ચાલુ કરી પંચપ્રતિક્રમણ, જીવવિચાર, નવતત્ત્વ વગેરેનો પાઠશાળામાં જઈ અભ્યાસ કર્યો.
સ્વયં તો રાત્રિભોજન ન કરે પણ સ્વજન કે સંબંધીઓને પણ રાત્રે ચા-પાણી ન પીવડાવે એવી મક્કમતા હતી.
શારીરિક બિમારી અસહ્ય હોવા છતાં પણ રંગીલાબેને જે ધર્મ આરાધ્યો છે તે અપૂર્વ કોટિનો હતો. ૨૪ વર્ષની ઉંમરે ડોક્ટરે કહ્યું હતું કે, “વાલની ખરાબીને કારણે ૧૦-૧૨ વર્ષ પછી પથારીમાંથી ઉઠી નહિ શકે” ટુંકી જિંદગી છે એવું જણાતાં તપ-જપાદિ વિશેષ ચાલુ કર્યા. સંસારના વ્યવહારમાં શરીરને તકલીફ ન આપે પણ ધર્મ માટે શરીરને તકલીફ આપવામાં કાંઈ બાકી ન રાખ્યું. બે વર્ષીતપ, ઉપધાન તપ, ચત્તારિ-અદ્ભ-દસ-દોય, નવપદની ઓળી, વર્ધમાન તપની ઓળી, છેલ્લે વીશસ્થાનક તપની ઓળી ચાલુ હતી. બે માળના દાદરા ચડતાં પણ જેને વાલ્વના દર્દને કારણે શ્વાસ ચડે તેવા રંગીલાબેને એકાસણાથી વિધિપૂર્વક શ્રી શત્રુંજયગિરિરાજની ૯૯ યાત્રા કરીને તથા શ્રી સમેતશિખરજીની યાત્રા સાથે રાખેલી ડોળીમ બેસ્યા વિના બે વખત કરીને તો ડોક્ટરને પણ દંગ કરી દીધા. શ્રદ્ધા હોય ત્યાં ચમત્કાર થાય તે આનું નામ.
એમણે તો વિશિષ્ટ ધર્મ આરાધ્યો. પણ સાથે-સાથે પોતાના સંતાનો માટે પણ ખૂબ પ્રયત્ન કર્યો. જ્યારે રંગીલબેને પોતાના પુત્રો પ્રત્યેની ભાવદયાથી ધર્મ કરાવ્યો. ભાવપૂર્વક સમ્યફજ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. કોઈ દિવસ એમણે ખોટા કામમાં અનુજ્ઞા આપી નથી. છેવટે ના પાડી શકાય તેમ ન હોય તો મૌન સેવ્યું છે.
પોતાનો સૌથી મોટો પુત્ર ધર્મ ન કરે. ઉંમર મોટી એટલે દબાણથી ધર્મ કરાવી શકાય નહિ. તેથી તે દિકરો ધર્મ કરતો થાય તે માટે પોતે જ વસ્તુઓનો ત્યાગ કરતાં. “પ્રજા નહિ કરે ત્યાં સુધી હું જમીશ નહિ'. માતા પ્રત્યેના પ્રેમની ખાતર પણ દીકરો ધર્મ કરતો. પરિણામ મોટો દીકરો-પ્રવિણભાઈના જીવનમાં ધર્મ પ્રવેશી ગયો.
સંયમલેવાની તીવ્ર ભાવના હોવા છતાં શારીરિક પરિસ્થિતિને કારણે ન લઈ શકયા, પણ પોતાના સંતાનો ચારિત્ર પામે, તે માટે દરેકને સાધુ-સાધ્વીઓ પાસે ભણવા મૂકયા. પરિણામ દીકરીને સંયમ લેવાની ભાવના જાગી. બીજા સંતાનોને છેવટે સંયમના આસ્વાદ સ્વરૂપ સામાયિક કરવાની ફરજ પાડતા.
પોતાના સંતાનો રોજ સામાયિક કરતાં થાય એ માટે બિમારીમાં અનિવાર્ય હોવા છતાં સર્વ ફુટનો ત્યાગ કરેલો હતો. એ ત્યાગમાં જ બીજા દિવસની સવાર પડતાં પહેલાં જ સ્વર્ગે સીધાવ્યા. એમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org