SearchBrowseAboutContactDonate
Page Preview
Page 883
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૪ ] [ જૈન પ્રતિભાદર્શન જીવનનો (નશ્વર દેહનો) ત્યાગ માત્ર સામાયિક નહિ પણ સંતાનોને સંયમમાર્ગ સુધી લઈ ગયો. રંગીલાબેનના કાળ પછી તેમને સૌથી નાની દીકરી મમતાબેને સંયમમાર્ગે જવાનો નિર્ણય કર્યો અને સોહનલાલભાઈની નાનપણથી જ હૈયામાં ધરબાયેલી સંયમ લેવાની ભાવના પ્રબળ બની. મમતાબેનનું મુહૂર્ત લેવાનું હતું. એ દિવસે પ. પૂ. પરમોપકારી આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વજી મહારાજાને ઘેર પધારવા માટે સોહનલાલભાઈના બીજા દીકરા દિનેશભાઈ વિનંતી કરવા ગયા. પૂજ્યશ્રીની નાદુરસ્ત તબિયત હોવા છતાં તુરત જ વિનંતીનો સ્વીકાર કરી ઘેર પધાર્યા. વિનંતી વખતના પૂજ્યશ્રીના ઉદ્ગારો હતાં. “આ બધાં રત્નો છે એક પણ સંસારમાં રહેવાના નથી. માટે એમને ત્યાં જવાનું છે.” આ વચનો ટુંકા ગાળામાં જ સાચા પડતાં દેખાયાં. પૂજ્યશ્રી ઘેર પધાર્યા ત્યારે સોહનલાલ ભાઈએ પોતાના હૈયાની વાત કરી. “પૂજ્યશ્રી! મારા મોટા બન્ને પુત્રો સંસારમાં પડી ગયા છે. આ સૌથી નાનો નીતિન બાકી છે. મારી ઉંમર મોટી થઈ છે. તેથી આપશ્રીજી એવા આશીર્વાદ આપો કે જેથી એને સંયમ લેવાની ભાવના થાય. તો હું પણ છેલ્લે-છેલ્લે સંયમ પામી શકું” પૂજ્યશ્રીએ વાસક્ષેપ નાખ્યો અને જાણે ચમત્કાર સર્જાયો... “સાચા હૈયાથી (નિ:સ્વાર્થભાવે) દેવ-ગુરુ પાસે કરેલી માગણી તત્કાળ ફળે છે.” પૂ. સા.શ્રી હિતરક્ષાશ્રીજી મ. પૂ.સા.શ્રી પ્રશમરક્ષાશ્રીજી મ. માત્ર મહિનામાં જ-વર્ષ પહેલાં જ બી.કોમ. તથા સી.એ.ની ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરીને જેણે એરકન્ડીશન ઓફિસ શરૂ કરી હતી. તેવા નીતિનભાઈએ એક દિવસ પૂજ્યશ્રીનું વ્યાખ્યાન સાંભળીને ઘેર આવીને ૧૦-૩૦ કલાકે પ્રથમ વાર જ દીક્ષા લેવાની ભાવના પ્રગટ કરી. આ વાત મોટાભાઈએ પિતાજીને કરી અને ૧૧-૩૦ કલાકે તો ગુરુ ભગવંત પાસે મુહૂર્ત કઢાવવા ગયા. ભાઈઓની પણ ધર્મ પ્રત્યેની કેવી લાગણી કે પ્રતિકૂળ સંયોગોમાં પણ તુરત દીક્ષા લેવાની રજા આપી દીધી. અને મમતાબેને લીધેલા મુહૂર્ત જ વિ. સ. ૨૦૪૪માં સોહનલાલભાઈ (ઉ. વ. ૧૮), દીકરો નીતિનકુમાર (ઉ. વ. ૨૩) અને દીકરી મમતાબેન (ઉં. વ. ૧૮)ની દીક્ષા થઈ ગઈ. તેઓના પગલે-પગલે પ્રવિણભાઈએ પણ પોતાનો એકનો એક દીકરો અમિષકુમાર અને દીકરી પ્રિયમબેનને ગુરુ ભગવંત પાસે અભ્યાસાર્થે મોકલ્યા. નાનપણથી જ જેઓને દીક્ષા લેવાના જ સંસ્કાર આપ્યા. એક વખત પાંચેક વર્ષની ઉંમર હશે અને આ નાના અમિષબાળને રાત્રે ચાર ડીગ્રી તાવ આવ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy