SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ ] [ જૈન પ્રતિભાદર્શન - -- --- -- --- - આચાર્યપદના મહોત્સવમાં (વિ. સં. ૮૧૧) આમરાજાએ એક કરોડ સોનામહોરનો વ્યય કર્યો હતો. ગોપગઢમાં તેણે જે પૌષધશાળા બનાવી હતી તેનો વ્યાખ્યાનમંડપ ત્રણ લાખ સોનામહોરનો થયો હતો. રાત્રે પણ સાધુઓ વાંચીને સ્વાધ્યાય કરી શકે તે માટે દીવાલોમાં ત્રણ લાખ સોનામહોરોનાં ખરીદેલાં ચન્દ્રકાન્ત વગેરે રત્નો જડવામાં આવ્યાં હતાં. ( ઉદારચરિત દેદાશેઠ અને સોનાની પોસાળ ) એક વાર ગામમાં પૌષધશાળા કરવા અંગેની વિચારણા મહાજન કરી રહ્યું હતું. તે વખતે ત્યાં બેઠેલો દેદો કહેવા લાગ્યો કે, “આ બધોય લાભ મને જ મહાજન આપી દે.' તે વખતે કોકે કહ્યું, “દેદા! બધો લાભ તને આપી તો દઈએ પણ તારે સોનાની પૌષધશાળા બનાવવી પડશે. બોલ કબૂલ છે?' એ ભાઈને ખબર ન હતી કે દેખાતો ગરીબ દેદો હકીકતમાં ગરીબ નથી, અને એના મનની અમીરી તો આસમાનને આંબી ગઈ છે! ફરી ઊભા થઈને હાથ જોડીને દેદાએ કહ્યું, “ભલે! મહાજન મને તેવી આજ્ઞા કરે, આવાં તે મારાં અહોભાગ્ય કયાંથી?” મહાજને દેદાને આખી પૌષધશાળા બનાવવાનો લાભ આપ્યો પણ ચોરીના ભયથી સોનાની પૌષધશાળા બનાવવાની ના કહી. પણ આ તો દેદો શેઠ હતો, એ હવે પાછો શેનો પડે? સોનાની પૌષધશાળા બનાવતાં જેટલી સંપત્તિ વપરાય તેટલી સંપત્તિનું કેસર ખરીદ્યું અને તેને ચૂનામાં મિશ્રિત કરીને તેની દીવાલો બનાવી. આ કેસર છપ્પન પોઠ ભરીને (ઊંટ ઉપર) કાશ્મીરથી લાવવામાં આવ્યું હતું. સાંભળવા મુજબ આજે પણ તે ખંડિયેર પૌષધશાળાના અવશેષોમાં કેસરના તાંતણા જોવા મળે છે. આ દેદા શેઠ, તે માંડવગઢના મહામંત્રી પેથડશાના પિતાશ્રી. તેમણે જ્યારે કલ્પસૂત્રમાં સાંભળ્યું કે સિદ્ધાર્થ અને ત્રિશલાદેવી જુદાં જુદાં ખંડોમાં સૂતાં હતાં; અને તેથી જ જ્યારે ત્રિશલાદેવીને ચૌદ સ્વપ્નો આવ્યાં ત્યારે તેઓ સિદ્ધાર્થરાજાના શયનખંડમાં તે સ્વપ્નવર્ણન કરવા ગયાં હતાં, ત્યારથી ઘેર આવીને પોતાની પત્નીને આ વાત કરીને જુદા સૂવાનું (બ્રહ્મચર્ય-પાલન) ચાલુ કરી દીધું હતું. આવા દંપતીના પુત્ર તરીકે પેથડ મંત્રી પાકે તેમાં શી નવાઈ? પેથડે પણ ભરયૌવનમાં સજોડે સંપૂર્ણ બ્રહ્મચર્ય લીધું હતું. અને આવા દંપતીના પુત્ર તરીકે ઝાંઝણ જેવા મહાન ધર્મપ્રભાવક પાકે તેમાં શી નવાઈ? ( “સંસારમાં સારભૂત સ્ત્રી છે.” સંઘ લઈને નીકળેલા સંઘપતિ વસ્તુપાળ સ્થંભનતીર્થ આવ્યા ત્યારે પાર્શ્વનાથ પ્રભુનાં દર્શન કરતાં એકાકાર બની ગયા. વસ્તુપાળની પ્રભુભક્તિની એકતાનતા જોઈને ચૈત્યવંદન કરતાં એક મુનિરાજના મુખમાંથી કાવ્યપંક્તિ નીકળી ગઈ : અસ્મિન્ અસારસંસારે સારું સારંગલોચના (અસાર એવા સંસારમાં સારભૂત હોય તો તે સ્ત્રી છે). આ સાંભળતાં જ વસ્તુપાળના હૃદયમાં આશ્ચર્ય સાથે દુઃખ થયું. તેઓ સંઘપ્રયાણના દિવસ સુધી મુનિવરને વંદન કરવા ઉપાશ્રયે ન ગયા. છેલ્લે દિવસે મુનિવરનો ભેટો થઈ જતાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy