SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૧૧ ( રાજા વિક્રમ અને સિદ્ધસેનસૂરિજી ) જૈનશાસનના આઠ પ્રકારના પ્રભાવકોમાં જેઓ “કવિ' તરીકે પ્રભાવક’ થયા તે જૈનાચાર્ય સિદ્ધસેન દિવાકરસૂરિજી હતા. તેમણે ચાર દિશામાં ઊભા રહીને એકેકા શ્લોકથી રાજા વિક્રમની પ્રશસ્તિ કરી હતી. આથી દરેક શ્લોકે રાજા વિક્રમ એકેકી દિશાનું આખું રાજય સમર્પિત કર્યું હતું, જેનો સૂરિજીએ અસ્વીકાર કરતાં કહ્યું હતું કે, “મારે કશું જોઈતું નથી. હું એટલું જ ઇચ્છું છું કે, જો તું પ્રસન્ન થયો હોય તો તારા હૈયે જિનશાસનને સ્થિર કરી દે.” અને...વિક્રમ પક્કા જૈનધર્મી રાજા બન્યા. એક વાર તેના તરફથી સિદ્ધાચલજીનો સંઘ કાઢવામાં આવ્યો હતો. તેમાં પાંચ હજાર આચાર્યો, સિત્તેર લાખ શ્રાવક કુટુંબો હતાં. આ સૂરિજી રાજાએ આપેલી પાલખીમાં બેસવા લાગ્યા હતા. આ શિથિલતાની તેમના ગુરુ વૃદ્ધવાદિદેવસૂરિજી મહારાજાને ખબર પડી કે તેઓ ગુપ્ત રીતે ત્યાં આવ્યા. પાલખી ઉપાડતા તે એકને ખસેડીને ગુરુજી જાતે ગોઠવાઈ ગયા હતા. પણ પાલખી ઉપાડવાનો અભ્યાસ ન હોવાથી પાલખીને એ બાજુએ આંચકા આવવા લાગતાં સૂરિજી બોલ્યા, “એ ભાઈ! તને શું ખભો દુઃખે છે?” આ વાક્ય સંસ્કૃતમાં બોલ્યા; પણ તેમાં વ્યાકરણની એક ભૂલ કરી બેઠા. તરત જ ભોઈ બનેલા ગુરુદેવે તે ભૂલ ઉપર ટકોર કરી. પોતાની ભૂલ કાઢવાની તાકાત કોનામાં છે? એમ વિચારીને ભોઈને ધારી ધારીને જોતાં ગુરુદેવ ક્યાયા. સૂરિજી પાલખીમાંથી ઊતરી ગયા. ગુરુજીએ ઠપકો આપ્યો. સૂરિજીએ ક્ષમા માગીને પ્રાયશ્ચિત્ત કર્યું. ( પેથડનાં ધર્મપત્નીનું વિશિષ્ટ દાન) મંત્રીશ્વર પેથડનાં ધર્મપત્ની જિનમંદિરે જતી વખતે રોજ સવા શેર સુવર્ણના ધન જેટલું દાન કરતાં. એ પુણ્યવતી સ્ત્રીનાં દર્શનની રાહ જોઈને યાચકો ઊભા રહેતા. ( ઉદયન મંત્રીની અંતિમ આરાધના મરણતોલ રીતે ઘાયલ થયેલા મંત્રીશ્વર ઉદયનને છેલ્લી પળોમાં કોઈ મુનિવરનાં દર્શન કરવાની તીવ્ર ભાવના જાગી. કમનસીબે નજદીકમાં કોઈ મુનિ ન હતા. એટલે વિચક્ષણ મંત્રીઓ એક સૈનિકને મુનિવેષ પહેરાવીને ઉદયન પાસે લાવ્યા. તેમને સાચા મુનિ માનીને ઉદયને સઘળી આરાધના કરી લીધી. ત્યાર બાદ પેલા સૈનિકે વિચાર્યું કે, “જે વેષમાત્રને કારણે ઉદયન જેવા મહામંત્રીએ મને વંદન વગેરે કર્યા તે વેષ કેટલો મહાન બની ગયો? હવે શા માટે આ વેષ મૂકવો?” ના.તેણે વેષ ન જ મૂક્યો. તે સાચો સાધુ બની ગયો. દ્રવ્યક્રિયાની પણ ભાવ જગાડવાની કેવી તાકાત : ( કરોડો સોનામહોરોથી થયેલાં ગુરુપૂજન આદિ કાર્યો ) (૧) રાજા વિક્રમે એક કરોડ સોનામહોરથી સિદ્ધસેન દિવાકરસૂરિજીનું ગુરુપૂજન કર્યું હતું. (૨) આમરાજાએ સવા કરોડ સોનામહોરથી બપ્પભટ્ટસૂરિજીનું ગુરુપૂજન કર્યું હતું. તેમના / = = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy