________________
૩૩૮ )
|| જૈન પ્રતિભાદર્શન
૭. મહાશ્રાવક સદાલપુત્ર
પોલાસપુર નગરમાં સદ્દાલપુત્ર નામના એક કુંભકાર શ્રાવક રહેતા હતા. તે ગોશાલાના મતને માનતા હતા. તેમને અગ્નિમિત્રા નામની સ્ત્રી હતી. તેમની ધનસંપત્તિ ત્રણ કરોડ સોનૈયાની હતી. તેમાંનું એક કરોડ નિધાનમાં, તેટલું વ્યાજમાં તથા તેટલું જ દ્રવ્ય વ્યાપારમાં રહેતું હતું. તેમને એક ગોકુળ હતું. તેમને આધીન કુંભારની પાંચસો દુકાન હતી.
આ સદ્દાલપુત્ર એક વખત મધરાતે અશોકવાડીમાં ગોશાલાએ કહેલા ધર્મનું ધ્યાન કરતા હતા. આ વખતે એક દેવે પ્રગટ થઈને કહ્યું, “હે દેવાનુપ્રિય, અહીં મહામાયણ કેવલજ્ઞાન-કેવલદર્શનના ધારક શ્રી અરિહંત પ્રભુ પધારશે. તમારે તેમની વંદનાદિ વિધિ સાચવી ખરી લાગણીની સેવના કરવી. આ પ્રમાણે બે-ત્રણવાર કહીને તે દેવ સ્વર્ગમાં ગયો. દેવનાં આ વેણ સાંભળીને સદાલપુત્રે વિચાર્યું કે–તેણે કહ્યા પ્રમાણે ગુણોને ધારણ કરનાર મારો ધર્માચાર્ય ગોશાલો છે. તે અહીં સવારે પધારશે, ત્યારે હું તેમને વંદન કરવા જઈશ. સવારમાં પ્રભુ પધાર્યાની ખબર પડતાં પરિવાર સાથે સદાલપુત્રે ત્યાં આવી વંદના કરી યોગ્ય સ્થાને બેસી પ્રભુદેવની દેશના સાંભળી. ત્યારબાદ પ્રભુદેવે રાતે બનેલી બીનાની બાબતમાં પૂછતાં સદ્દાલપુત્રે તે સાચી હોવાનું કહ્યું. પછી પ્રભુદેવે કહ્યું “હે સદાલપુત્ર, તે દેવે જે કહ્યું કે તારે ગોશાલાને આશ્રીને ન સમજવું.” પ્રભુએ કરેલા આ ખુલાસાથી તેને ખાત્રી થઈ કે દેવે કહેલા ગુણો મહાવીર પ્રભુમાં ઘટે છે. માટે હું તેમને વંદના કરીને પીઠ ફલકાદિ વાપરવા માટે નિમંત્રણ કરું, આમ વિચારી તેણે વંદન કરી પ્રભુને કહ્યું કે—હે ભગવનું, આ નગરની બહારના ભાગમાં કુંભકારની પ00 દુકાનો છે. તેને વિષે તમે પીઠ વગેરે ગ્રહણ કરીને વિચરો. આ પ્રમાણે સદાલપુત્રના વેણ સાંભળીને પ્રભુએ તેમ કર્યું.
એક વખત સદાલપુત્ર શાલામાંથી માટીના વાસણોને તડકે મૂકતા હતા. ત્યારે અવસર જોઈને પ્રભુએ તેને પૂછ્યું “આ વાસણો ઉદ્યમથી બન્યા કે વિના મહેનતે બન્યા?” ત્યારે તેણે કહ્યું “વગર મહેનતે બન્યા, માટે હું ઉદ્યમને માનતો નથી.” પ્રભુએ કહ્યું, “આ વાસણો કોઈ માણસ ચોરી જાય તો તે તેને શું કરે?” સદાલપુત્રે કહ્યું, “હું તેની તાડના, તર્જના, હનનાદિ કદર્થના કરું.' એટલે પ્રભુએ કહ્યું, “હે સદાલપુત્ર, તારાં જ વચનથી તું ઉદ્યમને કબૂલ કરે છે. તો પછી તારાથી તેનો નિષેધ કરાય જ નહિ.” પ્રભુદેવે કહેલા યુક્તિગર્ભિત વચનોથી તે પ્રતિબોધ પામ્યો, અને તેણે વંદનાદિ કરી પ્રભુની પાસે બારે વ્રતો અંગીકાર કર્યા. તેની સ્ત્રીએ પણ તેની માફક શ્રાવકધર્મ સ્વીકાર્યો.
આ બીના જાણીને ગોશાલો સદ્દાલપુત્રને પોતાના ધર્મમાં ખેંચવા માટે પોતાના પરિવાર સાથે ત્યાં આવ્યો. આજીવિકની સભામાં પોતાનાં ઉપકરણો મૂકીને કેટલાએક નિયતવાદીઓને સાથે લઈને સદ્દાલપુત્રની પાસે જવા નીકળ્યો. સદ્દાલપુત્રે ગોશાલાને આવતો જોયો, પણ તેણે તેનો તલભાર પણ આદરસત્કાર કર્યો નહિ અને તે મૌનપણે બેસી રહ્યો. આ પરિસ્થિતિ ઉપરથી ગોશાલાને ખાત્રી થઈ કે આ સદાલપુત્ર મહાવીરના ધર્મનો દઢરાગી છે. તેણે વિચાર્યું કે શ્રી મહાવીરના ગુણોત્કીર્તન કરવાથી મને પીઠ ફલકાદિ મળી શકશે. આ ઇરાદાથી ગોશાલાએ કહ્યું : “હે સદાલપુત્ર, અહીં મહામાહણ, મહાગોપ, મહાસાર્થવાહ, મહાધર્મકથક અને મહાનિર્ધામક આવ્યા હતા?' સદાલપુત્રે પૂછ્યું, “દેવાનુપ્રિય, એવા કોણ છે?” ત્યારે ગોશાલાએ કહ્યું : “તેવા પ્રભુશ્રી મહાવીરદેવ છે.' શ્રાવક સદાલપુત્રે કહ્યું -“ક્યા કારણથી તે તેવી ઉપમાને લાયક છે?' ગોશાલાએ કહ્યું “(૧) પ્રભુ મહાવીર અનંત જ્ઞાનાદિને ધારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org