________________
અભિવાદન ગ્રંથ ]
[ ૫૫૩
ભવયાત્રાનો અંત લાવનાર યાત્રા સંઘો : નિશ્રપ્રદાન અને સંઘપતિઓ :
‘જૈન પ્રતિભાદર્શન' એટલે જૈન શ્રાવક-શ્રેષ્ઠીઓની અનુપમ ગૌરવગાયા. જૈનશાસનના ઉદ્યોત માટેનાં ઐતિહાસિક-ચિર:સ્મરણિય કાર્યો જેવાં કે તીર્થોની ઉપાસના, જીર્ણોદ્વાર, નૂતન જિનપ્રાસાદોનાં નિર્માણ, જૈન સાહિત્ય-સંસ્કૃતિમાં વિશિષ્ટ યોગદાન, વ્રત-તપ-જપ આદિ સત્કાર્યોની ઝાંખીનું અનોખું દર્શન.
આ સત્કાર્યોમાં તીર્થોના યાત્રાસંઘો વગેરે નોંધપાત્ર રહ્યા છે. આ અંગેની પૂર્વકાળમાં અને વર્તમાનકાળમાં છેલ્લી સદીમાં નીકળેલા સંઘોની કેટલીક પ્રાપ્ત થયેલી નોંધપાત્ર શકય વિગતો અત્રે રજૂ કરીએ છીએ.
સમય વહી ગયો, સંઘ નીકળી ગયો, ધર્મનો રંગ રહી ગયો.
આ યાત્રાસંઘોમાં આધુનિકતાથી છલકાતા વર્તમાન સમયમાં પ્રાચીનતાને પુનર્જીવિત કરતા છ:'રી પાલક યાત્રાસંઘોના આયોજનમાં જિનાજ્ઞાનું શકય અધિકાધિક પાલન થઈ શકે એવી પ્રાચીન પરંપરાને અનુસરીને ભવ્ય શાસનપ્રભાવનાની ઝંખના અને તાલાવેલી તેમાં સમાયેલી હોય છે.
ભગવાન ઋષભદેવ દ્વારા પ્રસ્થાપિત સંસ્કૃતિના સનાતન મૂલ્યોની જાળવણી સાથેની આ સંઘયાત્રાઓમાં શ્રી શ્રમણસંઘની પ્રેરણાથી આધુનિક વાહનો અને સાધનોના વપરાશ વગર શકય વધુમાં વધુ જયણા જાળવીને શાશ્વત તીર્થભૂમિની તીર્થયાત્રા કરવા-કરાવવાની બારવ્રતધારી શ્રાવકોની અને શ્રીસંઘની આકાંક્ષા હોય છે. આ સંઘયાત્રા દરમ્યાન હૃદયને ભીંજવી દેતી ભગવાનની ભક્તિના અનોખા કાર્યક્રમોનું સુંદર આયોજન થતું હોય છે. આવી સંઘયાત્રાઓથી અજૈનો પણ જૈનધર્મની અનુમોદના કરનારા બની જાય છે.
પાખતા જે કર્મોના
Jain Education International
છ'રી પાતિક
નર
ભૂક્કા
For Private & Personal Use Only
જાય,
થાય.
સંપાદક
www.jainelibrary.org