SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૩૧૩ ( શેઠ નથશા ) વડગામડા ગુજરાતનું એક નાનું શું ગામ. ગામમાં એક ઘરના ઓટલે બેસી શેઠ નથુશા દાતણ કરતા હતા. તેમને એક મુસ્લિમ મિત્ર મહમહને આવતો જોયો. નિત્યક્રમ પ્રમાણે જ મહમદ ખભે બંદુક રાખી આવતો હતો. શેઠને રામરામ કર્યા. શેઠે બોલાવી પાસે બેસાડ્યો. મહમદ ખેતરોનું રખોપું કરે. જેના ખેતરનું રખોપું કરે તે ખેતરના માલિકને નિરાંત. મહમદને કામ સોંપ્યું એટલે કંઈ જોવાપણું નહીં. શેઠ રોજ મહમદને આવતો જોતા તે વિચારતા કે આ મહમદ બંદુક છોડી દે તો સારું. જો કે મહમદ બંદુક રાખતો પણ કોઈની સામે વાપરી નહોતી. પણ શેઠ વિચારે છે કે એ બંદુક નથી વાપરતો પણ કોઈ દિવસ વાપરે તો જીવહાનિ થાય જ. શેઠ પાકા જૈન. આજે ઠીક મોકો છે એમ સમજી તેમને મહમદને કહ્યું : મહમદ! તું આ બંદુક છોડી દે. મહમદ કહે આ બંદુક તો મારી રોજીરોટી છે. કેમ છોડાય? આ બન્નેની વાતો સાંભળવા આજુબાજુમાંથી લોકો આવી ઊભા. નથુશાએ નરી સભાવનાના લીધે મહમદને બંદુક છોડવા જણાવેલ. મહમદે થોડીવાર શેઠની વાત પર વિચાર કર્યો અને પછી કહ્યું : શેઠ હું બંદુક છોડું તો તમે શું છોડો? નથુશા કહે : મારે વળી શું છોડવાનું હોય? મહમદ કહે : હું મારી વાહલામાં વહાલી વસ્તુ છોડું તો તમારે પણ તમારી વહાલામાં વહાલી વસ્તુ છોડવી જોઈએ. થાઓ કબૂલ. વાત વધી ગઈ. થોડા વધુ માણસો ભેગા થયા. થોડીવાર વિચાર કરી શેઠ બોલ્યા : “બોલ મહમદ હું શું છોડું?” મહમદ કહે, “શેઠ! હું મારી બંદુક છોડું ને તમે તમારું ઘર છોડો.' હવામાં કંપ આવી ગયો. સાંભળનારા સૌ સ્તબ્ધ થઈ ગયા. નથુશા પળવાર તો મહમદની સામે તાકી રહ્યા. પછી ઉઠ્યા અને ઘરમાં ગયા. મહમદ હસ્યો. તેને જોરથી કહ્યું : “કેમ શેઠ? ગભરાઈ ગયા ને!' થોડી પળોમાં જ નથુશા બહાર આવ્યા. તેમના મુખ પર અલૌકિક તેજ હતું. તે બોલ્યા : “મહમદ! તારા કહેવા મુજબ મારા ઘરનો આ પળથી ત્યાગ કરું છું. અને ભાઈ, તારી વાત સાચી છે. કોઈપણ વસ્તુનો મોહ જ શા માટે રાખવો? ભાઈ! સાંભળ આજથી આ ઘર સાથે આ ગામનો પણ ત્યાગ કરું છું. હવે હું અહીંથી દૂર જઈશ. અજાણી ભૂમિમાં રહીશ. આમરણ ઉપવાસ કરીશ ને જીવમાત્રનું ભલું થાય તેવી પ્રાર્થના કરીશ. ભાઈ! આજે તે ઘણું સારું કામ કર્યું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy