SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૨ ] ૧૪. યૂ. આ. ભ. શ્રી સિદ્ધાંતસાગરસૂરિ મ.સા. અંચલગચ્છીય શ્રાવકોની માંડવગઢમાં સારી સંખ્યા હોવી જોઈએ. ખાસ કરીને ત્યાંના સોની વંશજોએ અંચલગચ્છના આચાર્યોના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠાઓ કરાવી છે. સિદ્ધાંતસાગરસૂરિ પણ એ જ વંશના હતા એ પણ સૂચક છે. આ સોની ગોત્રના વંશજોએ માંડવગઢમાં સોનાગઢ નામનો સુપ્રસિદ્ધ કિલ્લો બનાવ્યો હતો. આ પરથી એમ પણ અનુમાન કરી શકાય છે કે તેઓએ ત્યાંના રાજકારણમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હશે. સંગ્રામી સોની, ગોપાલ આદિ શૂરવીરો તો રાજ્યમાં મોટા અધિકારો ભોગવતા હતા. [ જૈન પ્રતિભાદર્શન માંડવગઢમાં મૂલનાયક શ્રી શાંતિનાથજીની પ્રતિમા બહુ જ ચમત્કારિક મનાય છે. આ મૂર્તિ સં. ૧૮૯૮ માં ખોદકામ કરતાં ભીલોને મળી હતી. તેને સોનાની સમજીને ગાળવા માટે કોશિશ કરી પણ માંડવગઢના મહંતના ચપરાસીને આ વાતની ખબર પડતાં તેણે મહંતને જાણ કરી. મહંતે એ મૂર્તિ મેળવી યતિ ખુશાલચંદજીને સોંપી. એ પછી મૂર્તિને ધાર લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો. તે મુજબ ધારના શ્રાવકો હાથી, ઘોડા, રથ વગેરે લઈને સંઘ સાથે મૂર્તિ લઈ જવા માટે આવ્યા. પ્રતિમાજીને હાથી ઉપર સ્થાપિત કરવામાં આવ્યાં. દિલ્હી દરવાજો કે જ્યાંથી માંડવગઢમાંથી બહાર નીકળવાનું હતું ત્યાં આવતાં જ હાથી અટકી ગયો. ઘણી મહેનત કરી પણ તે આગળ ચાલ્યો જ નહીં. એટલે થાકીને સંઘ નિરાશ થઈને મૂર્તિ પાછી મૂકીને ધાર ગયો અને ધારના રાજાને હકીકત જણાવી. રાજાએ એ મૂર્તિને માંડવગઢમાં રાખવાની સલાહ આપી. પછી સંઘે ત્યાંનાં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી તેમાં એ મૂર્તિ સં. ૧૮૯૯માં સ્થાપન કરી, જે આજ દિવસ સુધી ત્યાં જ છે. માંડવગઢવાસી શ્રીમાલી અને માલવાધિપતિના મિત્ર તથા ‘માફરમલિક’ એ નામ ધારણ કરતા મેઘ મંત્રીએ પોતાના નાના ભાઈ જીવણ સહિત રહીને સત્રાગારથી સંઘને સંતોષ કરવામાં લાખો ટંક ખરચ્યા. સંઘકાર્યો પછી તેમણે સં. ૧૫૨૮-૪૧ વચ્ચે સર્વ ગચ્છના સાધુઓને પુષ્કળ વસ્ત્રનું દાન કર્યું. અંચલગચ્છના સાધુઓને પણ તેણે વસ્રદાન કર્યું હતું એવો ‘ગુરુગુણ રત્નાકર' (સં. ૧૫૪૧)માં સ્પષ્ટ ઉલ્લેખ હોઈને એ અંચલગચ્છના સાધુઓનો માંડવગઢ તરફ એ અરસામાં સતત વિહાર હતો, એ વાત નિર્ણીત થાય છે. (જુઓ જૈ. સા. સં. ઇ. પેરા ૭૨૯ પૃ. ૫૦૨) માંડવગઢમાં. એચલગચ્છના આચાર્યોએ કરેલો ઉગ્ર વિહાર, ત્યાં એમના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠાઓ અને અંચલગચ્છીય સોની શ્રાવકોનાં સુકૃત્યો અને એમનો પ્રભાવ, આ ગચ્છના ઇતિહાસમાં સુસ્મરણીય રહેશે. પ્રાચીન વૈભવ ધરાવતા આ નગરના ઇતિહાસમાં એ બધા ઉલ્લેખો પણ મહત્ત્વપૂર્ણ બની રહેશે એ નિઃશંક છે. પ્રતિષ્ઠાલેખો સિદ્ધાંતસાગરસૂરિના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠાઓ થઈ છે. એમના પ્રતિષ્ઠાલેખો પણ સારી સંખ્યામાં ઉપલબ્ધ છે, જેની ટૂંક નોંધ આ પ્રમાણે છે : ૧૫૪૨ (૧) વૈશાખ સુદિ ૧૦ના ગુરુવારે શ્રીમાલ જ્ઞા. વિ. મહુણા ભા. માણિકદે પુ. જગા ભા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy