________________
૧૧૦૪ ]
[ જૈન પ્રતિભાદર્શન
હરીફાઈ, કાવ્ય સ્પર્ધાઓ, શિક્ષણસંઘની પત્રિકાનું એડિટીંગ, નવકાર અને અન્ય સ્તવનોની કલા કેન્દ્ર દ્વારા રેકર્ડો ઉતરાવી આધુનિક યુગમાં અતિ ઉપયોગી કેસેટો ઉતરાવવા પ્રેરણાત્મક બન્યા. શિબિરોનું આબાદ રીતે ઓર્ગેનાઈઝીંગ કર્યું, જેમાંથી કુમારપાળ વિ. શાહ જેવા તેજસ્વી-ચારિત્રશીલ કાર્યકરો તૈયાર થયા. તથા પૂ. સાધ્વીજી નિર્મળાશ્રીજીની નિશ્રામાં કન્યા શિબિર શરૂ કરાવી, જેમાંથી અનેક કન્યારત્નો આદર્શ શ્રાવિકા બની શકી છે; તેથી કેશુભાઈ શિબિરવાળા કહેવાયા. તેમનું આધ્યાત્મિક ઉત્થાન તેમનાં ધર્મપત્ની તપસ્વી સુશીલાબહેનને આભારી પણ છે. પરિવાર સાથે ભારતના લગભગ બધા જ તીર્થોની યાત્રાએ જઈ આવ્યા છે. પાલીતાણા-સમવસરણ મંદિરમાં અને શંખેશ્વર ૧૦૮ તીર્થમાં, અમદાવાદમાં પાલડી--ઓપેરા સોસાયટીમાં ઉપાશ્રય તથા આયંબિલ ખાતામાં સંપત્તિનો સદુઉપયોગ પોતાના પરિવાર દ્વારા ઉદારતાથી કરી સારો એવો લાભ લીધો છે.
તેમની નવકાર મંત્ર તથા ચત્તારિ મંગલની સમુહ પ્રાર્થના મુંબઈમાં બહુ ખ્યાતિ પામવાથી તેઓ કેશુભાઈ નવકારવાળા પણ કહેવાયા. વાંચન, સંગીતકલા વિગેરે શોખથી તેઓનું મન હંમેશાં સોળે કળાએ ખીલેલું જ જોવા મળે છે. શ્રેયાંસ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ ચલાવવામાં તેમના મનનો મોરલો હંમેશા નાચી ઊઠે છે. તેઓ જૈન આચાર-વિચારના પૂરા આગ્રહી રહ્યા છે. તેમણે હમણાં જ જૈનધર્મ ઉપર પી.એચ.ડી. કર્યું અનેઅમદાવાદમાં જાહેર સન્માન પામ્યા.
પૂ. આ.શ્રી વિજયરામચંદ્રસૂરિજી તથા પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિજી મ. સા.ની તેમના દરેક કામમાં પ્રેરણા અને આશીર્વાદ મળતા રહ્યા. શ્રી કેશુભાઈ શિબિરવાળા--નવકારવાળાના નામથી જૈન શાસનમાં તેઓ ખૂબ જ ખ્યાતિ પામ્યા છે. તેમના પરિવારના સભ્યોએ ઉપધાન પણ કરેલાં. ધાર્મિક શિબિરોનું સંચાલન, વ્રત નિયમમાં આખું કુટુંબ ખૂબ જ ચોકસાઈ પૂર્વક અમલ કરે છે.
શ્રી કેશવલાલ બુલાખીદાસ
ખંભાત શહેર ભૂતકાલીન અને વર્તમાનકાલીન તીર્થસ્વરૂપ છે. જે પાવનભૂમિમાં શેઠશ્રી બુખાલીદાસ પિતા અને ભટ્ટીબાઈ માતાની કુક્ષિમાં | શેઠશ્રી કેશવલાલભાઈએ છીપમાં મોતી પાકે તેમ જન્મ ધારણ કર્યો. માતાપિતાના સૌથી નાના, ચોથા નંબરના પુત્ર હતા. તેમણે પોતાના જીવનમાં અનેક તડકા-છાયા વેઠી શૂન્યમાંથી સર્જન કર્યું હોય તેમ મુંબઈ ખાતે કાપડના ધંધામાં આગળ વધ્યા અને દિન-પ્રતિદિન દેવ-ગુરુ-ધર્મને સન્મુખ રાખી ખૂબ જ અભ્યદય પામ્યા. તેઓશ્રીનાં સહચારિણી ધર્મપત્ની શ્રીમતી
લલિતાબહેન તેમને દેવ-ગુરુ-ધર્મ આરાધનામાં અનેક રીતે પ્રેરણારૂપ બન્યાં હતાં. ધર્મ-કાર્યોમાં પણ ખૂબ જ આગળ વધ્યા અને જિનેશ્વર ભગવાનની આજ્ઞામૂલક અનેકવિધ ધર્મક્રિયાઓમાં તેમનો અવિરધન પ્રવાહ પણ ઘણો જ અનુમોદનીય બન્યો. ખંભાતના શ્રી વર્ધમાન તપ આયંબિલ ખાતાને વ્યવ . બનાવવામાં તેમનો અજોડ ફાળો છે. “શ્રી ગોડીજી જૈન ટ્રસ્ટ” મુંબઈ, “શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર'' પાલીતાણા, શ્રી જૈન બાલાશ્રમ, પાલીતાણા, શ્રી શકુંતલા કન્યાશાળા, મુંબઈ વગેરે મોટી મોટી સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મેનેજિંગ ટ્રસ્ટી તરીકે વર્ષો સુધી સેવા બજાવી છે. ખંભાતમાં તેઓશ્રીનાં માતુશ્રીનાં નામે શ્રી ભટ્ટીબાઈ સ્વાધ્યાય સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળા અને ધર્મપત્નીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org