SearchBrowseAboutContactDonate
Page Preview
Page 797
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૮ ] [ જૈન પ્રતિભાદર્શન સ્વ. ચીમનભાઈના જીવનકાર્ય અને સગુણોનો જ્યારે વિચાર કરીએ ત્યારે આપણને તેમાંથી કંઈ નવી જ પ્રેરણા સાંપડી રહે છે. એમનું સમગ્ર જીવન પ્રેરણાસ્રોત સમું હતું. ( પંડિત ધીરજલાલ ટોકરશી શાહ શતાવધાની પંડિત' તરીકે વર્તમાન જૈન સમાજમાં જેમના વિશે ઉલ્લેખ થાય છે એ છે પંડિત ધીરજલાલ ટોકરશી શાહ. એંસી વર્ષની વયે મુંબઈમાં એમનું અવસાન થયું હતું. ૫. ધીરજલાલ ટોકરશી સમર્થ જૈન સાહિત્યકાર અને લેખક હતા. તેમની સ્મરણશક્તિ, ગણિતશક્તિ, મંત્રશક્તિ તેમજ આયોજનશક્તિ અદ્દભુત હતી. અભ્યાસકાળ પછી તેઓ મુંબઈમાં આવીને વસ્યા હતા અને વ્યવસાયમાં લેખનપ્રવૃત્તિ સ્વીકારી હતી. દર વર્ષે એમનાં એક--બે કે વધુ પુસ્તકો પ્રગટ થતાં. છ દાયકામાં તેમનાં નાનાં-મોટાં મળીને સાડા ત્રણસોથી વધુ પુસ્તકો પ્રગટ થયાં છે. આ કંઈ જેવીતેવી સાહિત્યોપાસના ન કહેવાય. વીસ-બાવીસ વર્ષની વયે એમણે લેખન-પ્રવૃત્તિ આરંભી દીધી હતી. અને જીવનના અંત સુધી એમની એ પ્રવૃત્તિ ચાલુ રહી હતી. લેખન માટેનો કેટલો જબરો એમનો પુરુષાર્થ! એમની કેવી અનન્ય સાહિત્યપ્રીતિ! કેવી ખુમારી અને કેવી ધગશ! નમસ્કાર મહામંત્ર, ભક્તામર સ્તોત્ર, ઋષિમંડલ સ્તોત્ર, ઉવસગ્ગહરં સ્તોત્ર, પ્રતિક્રમણ પ્રબોધ ટીકા લોગસ્સ સૂત્ર વગેરે ઉપરનાં એમનાં પુસ્તકો ઘણાં મહત્ત્વનાં છે. “મહાવીર વાણી”, “જિનોપાસના', “સામાયિક વિજ્ઞાન”, “સિદ્ધચક્ર', “જૈન ધર્મનું પ્રાણી-વિજ્ઞાન”, “નવતત્ત્વદીપિકા' વગેરે સંખ્યાબંધ પુસ્તકો એમના પાંડિત્યનાં ઘોતક છે. પંડિતજી મંત્રવિદ્યાના પ્રખર જાણકાર હતા. એ ક્ષેત્રમાં એમની ઉપાસના પણ ઘણી મોટી હતી. યંત્રો સહિત વિવિધ પ્રકારની ક્રિયાઓ સાથે તેઓ અનુષ્ઠાન કરતા કે કોઈને માટે કરાવી પણ આપતા. એના પ્રભાવથી પોતે સંક્ટ કે આપત્તિમાંથી બચી ગયા હોય એવી સ્વાનુભવની વાતો પંડિતજી પાસેથી તથા બીજા કેટલાકને મોઢેથી સાંભળી પણ છે. એમણે મંત્રવિદ્યા વિશે મંત્રવિજ્ઞાન”, “મંત્ર-ચિંતામણિ' અને મંત્ર-દિવાકર' નામના ત્રણ મૂલ્યવાન ગ્રન્થો આપ્યા છે. તે ઉપરાંત એમના અન્ય ગ્રંથોમાં મંત્ર, યંત્ર અને તંત્રની ઉપાસના વિશે વિદ્વત્તાપૂર્ણ ઘણી આધારભૂત માહિતી સાંપડી રહે છે. પંડિતજીની અવધાન-શક્િત આશ્ચર્યચકિત કરી નાખે એવી હતી. સો અવધાનના પ્રયોગ એમણે ઘણી વાર કર્યા હતા. કેટલાક સાધુઓ અને ગૃહસ્થોને એમણે આ પ્રકારની અવધાન-શતિની તાલીમ આપી હતી. પંડિતજીની ગણિતશક્િત પણ અદ્ભુત હતી. જાદુકલામાં પણ તેઓ નિષ્ણાત હતા. કુશળ આયોજક પણ હતા. પુસ્તકોના ઉદ્ઘાટન સમારંભ, શતાવધાનના પ્રયોગો અને અન્ય અનેક પ્રકારના કાર્યક્રમો એમણે મુંબઈ અને અન્યત્ર વારંવાર યોજ્યા હતા. એમાં એમની સૂઝ, ચપળતા વ્યવસ્થાશક્તિનાં દર્શન થતાં. પંડિતજીનું કૌટુંબિક જીવન સાદું, સંયમી અને સુખી હતું. એમના અનુષ્ઠાનથી જેમને લાભ થયો છે એવા એક ભાઈના નિમંત્રણથી તેઓ બે વખત અનુષ્ઠાન માટે લંડનની સફર પણ કરી આવ્યા હતા. જીવનની ઉત્તરાવસ્થામાં તેઓ આર્થિક દૃષ્ટિએ સાવ નિશ્ચિત બન્યા હતા, એટલું જ નહિ પણ પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy