SearchBrowseAboutContactDonate
Page Preview
Page 798
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૪૯ = વતનમાં અને અન્યત્ર એમણે દાનમાં સારી રકમ પણ આપી હતી. પંડિતજીએ નિરામય દીર્ધાયુ ભોગવ્યું અને સરસ્વતીદેવીના પ્રસાદ વડે પોતાના જીવનને ધન્ય બનાવ્યું. પંડિતજીનું જીવન એટલે વિદ્યાના ક્ષેત્રે પુરુષાર્થની અને પ્રાપ્તિની એક અનોખી ગાથા! ( મનસુખલાલ તારાચંદ મહેતા) સદગત શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા સાથેનો મારો સંબંધ પંદરેક વર્ષનો હતો. તેઓ ઉંમરમાં મારાથી લગભગ અઢાર વર્ષ મોટા, પરંતુ મારી સાથે તેઓ વડીલ ઉપરાંત મિત્રની જેમ સ્નેહ રાખતા. આથી જ તેમના સૌજન્યની સુવાસ મારા ચિત્ત પર હંમેશાં અંકિત રહેશે. મુંબઈમાં જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડ, જેન ધાર્મિક શિક્ષણ સંઘ, અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ વગેરે સંસ્થાઓના અને ભાવનગરમાં આત્માનંદ જૈન સભા અને બીજી સંસ્થાઓના તેઓ સક્રિય કાર્યકર હતા. અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળના તો તેઓ સૂત્રધાર હતા. ઘણાં વર્ષ તેના પ્રમુખપદે હતા. આ સંસ્થામાં હું જોડાયો ત્યારથી એમના નિકટના સંપર્કમાં આવવાની મને તક મળી હતી અને તેમની સા ધાર્મિક્તા, ત્યાગવૃત્તિ, સાદાઈ, સ્વભાવની સરળતા, નિઃસ્વાર્થ લોકસેવાની ભાવના, નવી પેઢીનું સાંસ્કારિક ઘડતર કરવાની ધગશ વગેરેની મારા મન ઉપર ઊંડી છાપ પડી હતી. - ધાર્મિક બાબતોમાં, આચાર અને વિચાર બંનેનો સમન્વય તેમણે સાધ્યો હતો. જીવનમાં અનેકાંતવાદને યથાશક્િત ઉતારવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો. તેઓ નિયમિત દેરાસરે જતા, દર્શન-પૂજા વગેરે કરતાં, આનંદઘનજી, યશોવિજયજી વગેરેનાં સુંદર ભાવવાહી સ્તવનો તેઓ ચૈત્યવંદનમાં ગાતા, વખતોવખત તીર્થયાત્રાએ જતા, પરંતુ તેઓ માત્ર ક્રિયાજડ ક્યારેય બન્યા નહોતા. બીજી બાજુ તેઓ માત્ર આચારહીન ચિંતક પણ નહોતા. જે કંઈ અમલમાં મૂકવા જેવું લાગે તેને તેઓ તરત જ આચરણમાં મૂકતા. સાધુ સંસ્થા કે જૈન સમાજમાં જે કંઈ ત્રુટિઓ જણાય તે માટે નિર્ભયપણે પણ પ્રેમથી કહેતા, ક્યારેક તે તે વ્યક્તિઓને મળીને તેઓ કહેતા, અને તેમની વાત સ્વીકારાતી, કારણ કે તેમાં અંગત સ્વાર્થ ન રહેતો, પરંતુ તેમાં વ્યક્તિના હિતની ભાવના રહેતી. તેમની વિનમ્ર સજ્જનતાનો તો ઘણાને અનુભવ થયો હશે. અહંકાર તો તેમનામાં કયાંય જોવા ન મળે, આત્મપ્રશંસા કે આત્મપ્રસિદ્ધિ માટે તેઓ ઉદાસીન રહેતા. તેઓ જૈનધર્મ અને સાહિત્યના ઊંડા અભ્યાસી હતા. કથાસાહિત્ય તો એમણે પુષ્કળ વાંચેલું અને ભિન્ન ભિન્ન સામયિકોમાં તેઓ નિયમિત રીતે જૈન કથાઓ લખતા. તેમની રજૂઆત સરળ, રસિક અને અને સાધારણ વાચકોને રસ અને સમજ પડે તેવી હતી. તેમણે “શીલધર્મની કથાઓ'ના બે ભાગ પ્રગટ કર્યા હતા, અને ત્યાર પછી પણ ઘણીબધી કથાઓ એમણે લખી હતી. તેઓને પોતાનો મૃત્યુકાળ નજીક હોવાનું સુસ્વાથ્યમાં જ ભાસી ગયું હતું અને એ જ કારણે કેટલીક બાધાઓ તેઓએ જાવજીવની લઈ લીધી હતી. અને બન્યું પણ એવું જ. શ્રી મનસુખલાલભાઈના અવસાનથી જૈન સમાજે એક સંનિષ્ઠ સાહિત્યકાર અને સૌજન્ય મહાનુભાવ ગુમાવ્યો છે. તેમણે શ્રીમંતાઈ ભોગવી હતી, પરંતુ તેમના હૃદયમાં ત્યાગ અને વૈરાગ્યના ભાવો જ રમતા. તેઓ ગહન તત્ત્વચિંતનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy