SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ ] | જૈન પ્રતિભાદર્શન (પત્ની)ને જોઈ. * ધનાજી=પત્નીનાં માર્મિક વચન સાંભળી. * પ્રસનચંદ્ર=માથામાં મૃત્યુનો દૂત સફેદ વાળને જોઈ. * સિદ્ધર્ષિ=“જયાં દ્વાર (બારણાં) ખુલાં હોય ત્યાં જાઓ” એવાં માતાનાં વચન સાંભળી. * નમિરાજર્ષિકએક કંકણ (બંગડી) છે તેથી અવાજ નથી આવતો તે વાત જાણી–સાંભળી. * અભયકુમાર જા, ચાલ્યો જા. “તારું મોટું કાળું કર’ એવાં પિતાનાં વચન સાંભળી. * અનાથીમુનિ શરીર નશ્વર છે, સંસાર અસાર છે તે જાતે અનુભવ કરી. * દ્રુમક ભીખારી (સંપ્રતિ પૂર્વભવ) ૩ દિવસની ભૂખ ટાળવા, ખાવા માટે સંયમી બન્યા. પછી સંયમની અનુમોદના કરી. ( મોદકની કહાની ) * તીર્થકર ભ.ના નિર્વાણ કલ્યાણક દિવસે સવારે વિશિષ્ટ રીતે નૈવેદ્યપૂજામાં “મોદક ધરાય છે. (અંજનશલાકા વિધિમાં ખાસ.) * મેતારક મુનિએ સોનારના ઘરે મોદકની ગોચરી લીધી. મુનિના ગયા પછી સોનારને જવલા ન દેખાયા તેથી આમરણાંત ઉપસર્ગ કર્યો. * મમ્મણ શેઠે પૂર્વ ભવે મુનિને મોદક ભાવથી વહોરાવી પુણ્ય બાંધ્યું; પણ ખાવાની લાલચે પાછો લેવા જઈ કર્મ બાંધ્યું. * સિંહકેસરિયા મુનિ મોદક’ની મોહકતાએ ભાન ભૂલી કવેળાએ (રાતના) વહોરવા ગયા, વિવેકી શ્રાવકે મોદક વહોરાવી પોરસીનું પચ્ચખાણ માગ્યું, તેથી મુનિએ જાગૃત થઈ પોતાની ભૂલ માટે પશ્ચાત્તાપ કર્યો. * બ્રાહ્મણોને માટે એક કાળમાં મોદક–એ “બ્રહ્મભોજન” મનાતું હતું. * ઇલાચીકુમારે દોર પર નાચતા “રસવંતા મોદક મુનિ વહોરતા નથી” એ દૃશ્ય જોઈ વૈરાગી થઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. * અષાઢાભૂતિએ નટકન્યા દ્વારા ચાર વખત મોદક મેળવ્યા અને એના જ કારણે અંતે સંયમધર્મથી પણ ચૂકી ગયા. * ઢંઢણમુનિને જયારે પ્રભુએ કહ્યું–આ મોદકનો આહાર કૃષ્ણ વાસુદેવની લબ્ધિથી મળ્યો છે. તે સાંભળી તરત પ્રભુ આજ્ઞાથી મોદકને પરઠાવવા ગયા. ત્યાં ઉચ્ચ ભાવને કારણે કેવળી થયા. ( પ્રશ્ન શતાબ્દી ) ૧. તીર્થ–તીર્થકર સંબંધી : ૨૦ તીર્થકર ભગવાન જ્યાં નિર્વાણપદ પામ્યા છે તે સમેતશિખર * કાંકરે કાંકરે અનંતા આત્મા જયાં મોક્ષ પામ્યા છે તે –શત્રુંજય * આવતી ચોવીશીમાં ૨૪ તીર્થકરો જ્યાંથી મોક્ષે જશે –ગિરનાર * જે તીર્થનું નિર્માણ કુમારપાળ રાજાએ કર્યું હતું –તારંગાતીર્થ આબુદેલવાડાનાં દેરાસરો જેની ઉદારવૃત્તિથી નિર્માણ થયા તે–વસ્તુપાલ-તેજપાલ દેલવાડા તીર્થમાં કારીગરીયુક્ત ગોખલા જેઓએ બનાવ્યા તે–સાસુ-વહુ * રાણકપુરમાં ૧૪૪૪ થંભવાળુ જગપ્રસિદ્ધ નલીનીગુલ્મ તીર્થ બનાવનાર તે ધરણશા પોરવાલ * સગર ચક્રવતીના ૬૦ હજાર પુત્રોએ તીર્થની રક્ષા માટે બલીદાન આપ્યું તે–અષ્ટાપદ * પાર્શ્વનાથ ભ.ના અનેક તીર્થમાં આ તીર્થે વધુમાં વધુ યાત્રિકો આવે છે તે-શંખેશ્વર | * પાર્શ્વનાથ ભ.ની જ્યાં વિશાળ કાઉસ્સગ્ગ મુદ્રામાં પ્રતિમા છે તે–નાગેશ્વર તીર્થ * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy