________________
૨૬૮ ]
|| જૈન પ્રતિભાદર્શન (રથ વગેરે મૂકવાની જગ્યાને યાનશાળા કહેવાય છે.)
કુશળ વૈદ્યો દ્વારા આચાર્યશ્રીની ચિકિત્સા શરૂ થઈ, પણ રોગમાં કંઈ ફાયદો ન જણાયો. તેથી વૈદ્યોએ મુનિઓને કદી ન ખપે છતાં પણ રોગના નિવારણ માટે “મદ્યપાન” કરવા કહ્યું. દરેક નિયમને અપવાદ હોઈ શકે એમ સમજી આચાર્યશ્રીએ દવાઓ સાથે મદ્યપાન કરવાનું શરૂ કર્યું.
શરીર નીરોગી બનતું ગયું, પણ અશક્તિ હતી જ. રાજરસોડાની ઘી-દૂધ સાથેની પુષ્ટિકારક વાનગીઓ આવવા લાગી. મદ્યપાન સાથે આ સ્વાદિષ્ટ વાનગીઓથી અને પૂર્ણ આરામને લીધે શરીર આળસુ બનતું ગયું. ધીરે ધીરે પ્રતિક્રમણ–પડિલેહણ પણ ત્યજાતું ગયું. સ્વાદિષ્ટ વાનગીઓ ખાવી, મદ્યપાન કરવું અને આળસને લીધે ઊંઘવું આવો નિત્યક્રમ શૈલકાચાર્યનો થઈ ગયો.
ખરેખર મદ્યપાન ભલભલાનું પતન કરાવે છે. આચાર્ય એ ભૂલી ગયા કે, હું સાધુ છું. હું પાંચસો શિષ્યોનો ગુરુ છે. એય ભૂલી ગયા કે હું જૈન ધર્મના આચાર્ય છું.
શિષ્યો બધા વિચારવા લાગ્યા કે શું કરવું? સાધારણ સંયોગોમાં ગુરુને ઉપદેશ આપી ન શકાય. કદાચ બે અક્ષર કહે તો આ નશામાં ચકચૂર ગુરુ કંઈ સાંભળે તેમ ન હતા.
આસ્તે આસ્તે બધા શિષ્યો ગુરુને ત્યાગીને જતા રહ્યા, પણ ન ગયા એક પંથક મુનિ એ પંથ ભૂલેલા ગુરને વળગી રહ્યા. ગુરુની વૈયાવચ્ચ બરાબર કરતા રહ્યા. દિવસો અને માસ વીતતા ગયા પણ ગુરુદેવમાં કોઈ ફેર ન પડ્યો. ખાવું, પીવું અને ઊંઘવું.
ચોમાસી પ્રતિક્રમણનો દિવસ હતો. પંથક મુનિવરે સમયસર પ્રતિક્રમણ શરૂ કર્યું. ખમાવવાની ક્રિયા વખતે પંથક મુનિએ ધીરેથી ગુરુચરણે હાથ મૂક્યો. સ્પર્શ થતાં જ ગુરુદેવ ચીડાયા : “મને કેમ જગાડ્યો?” પંથક મુનિએ ક્ષમા ચાહી વિનિતભાવે કહ્યું : “આજે ચોમાસી ચૌદશનું પ્રતિક્રમણ હોય આપને ખમાવવા જ હાથ મૂક્યો હતો.” ચોમાસી પ્રતિક્રમણનું નામ સાંભળતા જ ગુરુદેવ ચોક્યા : “હું! આજે ચોમાસી ચૌદશ છે? શું ચાતુર્માસ પૂર્ણ થયું?' એમ બોલતા શૈલકાચાર્ય ઊભા થઈ ગયા. પંથક મુનિને ખમાવ્યા તરત પ્રતિક્રમણ કરવા બેસી ગયા. આત્મસાક્ષીએ ખૂબ આત્મનિંદા કરીને પ્રતિક્રમણ કર્યું. અંતે ગુસમર્પિત પંથક મુનિની સેવા ફળી. ધન્ય પંથક મુનિને!
સક્રિય ભાવભક્તિ ભાવનારા પરમ પુણ્યવાન
( નારણ શેઠ )
જીરણ કર્યા જૂના કરમ, સેવી ઉત્તમ ભાવ ધરમ;
જીરણ શેઠજી અમ હેયે વસો, આપ શુભ ભાવ ઘરમ. વિશાળા નગરીમાં જીરણ નામે એક શ્રેષ્ઠી રહેતા હતા. તે પરમહંત શ્રાવક હતા.
એક વખત ભગવાન મહાવીર ચોમાસી તપ કરી આ નગરીના ઉપવનમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા હતા. તેણે પ્રભુ અહીં પધાર્યા છે એમ જાણી, ત્યાં જઈ પ્રભુને વંદન કરી કહ્યું, “સ્વામી! આજે મારે ઘેર પારણું કરવા (વહોરવા) પધારજો.” એમ કહી પોતાને ઘેર ગયો. પણ પ્રભુ તો તેને ઘેર આવ્યા નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org