SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ ] [ જૈન પ્રતિભાદર્શન શ્રી નાગકેતુના હાથમાં કેટલી તાકાત હોય? પણ તાકાત એમના હાથની ન હતી, તે તાકાત તેમના પ્રબળ પુણ્યોદયની હતી. એમણે જે તપ કર્યું હતું એ તપે એમને એવી શક્તિના સ્વામી બનાવી દીધા હતા. એમની આ શક્તિનો પેલો વ્યંતર સામનો કરી શક્યો નહીં. એટલે વ્યંતરે તરત જ પોતાની વિકૃર્વેલી શિલાને પોતે જ સંહારી લીધી અને તે આવીને શ્રી નાગકેતુના પગમાં પડ્યો. શ્રી નાગકેતુના કહેવાથી તે બંતરે રાજાને પણ નિરૂપદ્રવ કર્યો. ત્યાર બાદ કોઈ એક દિવસે શ્રી નાગકેતુ ભગવાનની પૂજા કરી રહ્યા હતા અને પુષ્પથી ભરેલ પૂજાની થાળી પોતાના હાથમાં હતી. તેમાંના એક ફૂલમાં રહેલો સર્પ તેમને કરડ્યો. સર્પ કરડવા છતાં પણ નાગકેતુ જરાયે વ્યગ્ર મનવાળા ન થયા; પણ સર્પ કરડ્યો છે એ જાણીને ધ્યાનારૂઢ બન્યા. ધ્યાનારૂઢ પણ એવા બન્યા કે ત્યાં ને ત્યાં એમણે ક્ષપક શ્રેણી માંડી અને પોતે કેવળજ્ઞાન પામ્યા. એ વખતે શાસનદેવીએ આવીને તેમને મુનિવેષ અર્પણ કર્યો અને એ વેશ ધારણ કરીને કેવળજ્ઞાની એવા નાગકેતુ મુનિશ્વર વિહરવા લાગ્યા. કાળે કરી આયુષ્ય પૂર્ણ થતાં તેઓ મોક્ષે ગયા. જૈન શાસનને મહાન જૈનાચાર્યશ્રી હેમચન્દ્રસૂરિ મ.ની ભેટ પ્રાપ્તિમાં ગજબનો યશ મેળવનારા આત્મ-ચિંતનકારી શ્રી ઉદયન મંત્રી ) એકદા શ્રી કુમારપાળ રાજાએ સોરઠ દેશના રાજા સમરસેનને જીતવા તેમના મંત્રી ઉદયનને મોકલ્યા. તે પ્રથમ પાલિતાણા આવતાં, તલાટી દર્શન કરીને શ્રી ઋષભદેવ ભગવાનના દર્શનની ઇચ્છા થવાથી જ સૈનિકોને આગળ પ્રયાણ કરવાનું કહીને પોતે શત્રુંજય પર્વત ઉપર ચડ્યા. દર્શન-વંદન કરીને ત્રીજી નિસીહી કહી ચૈત્યવંદન કરવા બેઠા. ચૈત્યવંદન કરતાં તેમની નજર સમક્ષ એક ઉંદર દીવાની સળગતી વાટ લઈ પોતાના દર તરફ દોડતો દેખાયો. દહેરાસરના પૂજારીએ આ જોતાં દોડી ઉંદર પાસે વાટ છોડાવી હોલવી નાખી. આ જોતાં મંત્રીએ મનથી વિચાર્યું : આ મંદિર તો કાષ્ઠનું છે. કાષ્ઠના થાંભલા, છત વગેરે હોવાથી કોઈ વખત આવા બનાવને લીધે આગ લાગવાનો સંભવ ખરો. રાજ્યના રાજાઓ તથા સમૃદ્ધ વેપારીઓ કાષ્ઠ મંદિરને પથ્થરનું બનાવી જીર્ણ ચૈત્યને નૂતન કેમ ન બનાવે? તેઓ ન કરે તો મારે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવો રહ્યો. આવી ભાવનાથી તેમણે પ્રભુ સમક્ષ જ્યાં સુધી જીર્ણોદ્ધાર ન થાય ત્યાં સુધી બ્રહ્મચર્ય, દરરોજ એકાસણું, પૃથ્વી પર શયન અને તાંબૂલનો ત્યાગ એવા અભિગ્રહો ગ્રહણ કર્યા. અને સિદ્ધગિરિ પરથી ઊતરી પ્રયાણ કરતાં સોરઠ પહોંચ્યા. સમરસેન રાજા સાથે યુદ્ધ થતાં યુદ્ધ તો જીતાઈ ગયું, પણ પાછા વળતા માર્ગમાં શત્રુના પ્રકારની પીડાથી ઉદયન મંત્રી આંખે અંધારાં આવવાથી મૂછ પામી પૃથ્વી પર પડ્યા. સામંતોએ તેમના ઉપર પાણી છાંટી પોતાનાં વસ્ત્રોથી પવન નાખી તેમને કંઈક શુદ્ધિમાં લાવ્યા અને પૂછ્યું, “તમારે કંઈ કહેવું છે?' ત્યારે ઉદયન મંત્રીએ કરુણતાથી કીધું, મારા મનમાં ચાર શલ્ય છે. પોતાના નાના પુત્ર અબડને સેનાપતિપણું અપાવવું, શત્રુજ્ય ગિરિ પર પથ્થરમય પ્રાસાદ બનાવવો, ગિરનાર પર્વત પર ચડવા નવાં પથ્થરનાં પગથિયાં કરાવવા અને છેલ્લા અંત સમયે મને કોઈ મુનિમહારાજ પુણ્ય સંભળાવી સમાધિકરણ કરાવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy