SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1062
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૦૧૩ (અમરેલી-અમરવલ્લરીના જેનરત્નો - શ્રી રસિકભાઈ એ. શાહ - સંસ્કારધામ-શિક્ષણધામ અમરેલી-અમરવલ્લરીમાં સર્વ ક્ષેત્રે અને સર્વધર્મની ) સાથે સાથે જૈનધર્મના અનુયાયીઓ – જૈનો વસે છે. વ્યાપારી આલમમાં, સામાજિક વ્યવહારોમાં, કેળવણીક્ષેત્રે અને સંસ્કારધર્મે એમ દરેક ક્ષેત્રે જૈનોનું પ્રદાન ઠીક ઠીક ગણનાપાત્ર રહ્યું છે. તે ભોજાભક્ત અને મૂળદાસથી માંડીને કવિ હંસ અને આધુનિક કવિ રમેશ પારેખના અમરેલીમાં વસતાં જૈનોમાં વીસા-ઓશવાળ, વીસાશ્રીમાળી, પટણી, સ્થાનકવાસી, દશાશ્રીમાળી, ધર્મપ્રેમી અને શ્રદ્ધાળુ કુટુમ્બો હતાં અને આજે પણ છે. મારવાડ-રાજસ્થાનના ઓશિયા શહેરમાંથી સચ્ચાઈ માતાના ભક્ત ભૂપાળો ગુજરાત-કચ્છ સૌરાષ્ટ્રમાં આવી વસ્યા અને જૈન ઓશવાળો કહેવાયા એવા ઓશવાળ જ્ઞાતીય ભાવનગરના વતની શ્રી રસિકભાઈ બાલ્યવયથી જ માતાના ઘર્મનિષ્ઠ સંસ્કારોથી સેવાભાવનાને અનુરૂપ ઉછેરને લીધે સમગ્ર જીવન દરમ્યાન સેવાભાવી શિક્ષણપ્રદાતા બન્યા અને અનેક યુવાનોના માર્ગદર્શક રહ્યાં, સમાજની વિવિધ પ્રવૃત્તિઓમાં યોગદાન આપતા રહ્યાં. ગુરુકુળ હાઈસ્કુલ સોનગઢથી કારકિર્દીની શરૂઆત કરી સાહિત્ય, નાટકો, પ્રદર્શનો, ઉત્સવ આયોજનો સમાજસેવા આદિ પ્રવૃત્તિમાં નિષ્ઠાપૂર્વકની સેવા આપી. જ આપણા યુવાનો ભૌતિકવાદી ન બને, પ્રવૃત્તિલક્ષી માનવસહજ સદ્ગણો, સવિચાર, સદ્વર્તન આચરે જગતના જીવમાત્ર પ્રત્યે કરુણાભાવ પ્રગટાવે એવી એક વિચારધારા અમલી બનાવવા જીવનભર જંગ ખેલ્યો. ઘણી જગ્યાએ સંપાદનકાર્યમાં મહત્ત્વનો ફાળો આપ્યો. અમરેલીમાં ભારતનું પ્રથમ બાલભવન સંગ્રહાલય બન્યું તેમાં તેમની સૂઝ સમજથી સહાયક બન્યા. અમરેલીના સંભવનાથ જૈન દેરાસરના ટ્રસ્ટી સેક્રેટરી તરીકે તેમની સેવા પ્રશંસનીય છે. અમરેલીની શાળાઓના સંચાલન ઉપરાંત ગૌશાળા પાંજરાપોળની પ્રવૃત્તિઓમાં અને છેલ્લે વિકટ દુષ્કાળ વખતે પૂર્વભારતનાં શહેરોમાં કાર્યકર્તાઓ સાથે ફરીને જબરજસ્ત મોટું ફંડ એકઠું કર્યું. અમરેલીની ઘણી સંસ્થાઓના રાહબર બન્યા. તેમની વિનમ્રતા અને સરળતાના સગુણોએ જ તેઓ આજે સૌના પ્રીતિપાત્ર બની રહ્યા છે. | જૈન જૈનેતર સમાજમાં તેમનું માનપાન આદરણીય બન્યું છે. - સંપાદક ૧૧પ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy