________________
૧૦૧૪ ]
[ જૈન પ્રતિભાદર્શન
અમરેલીમાં પ્રાચીન જિનાલયમાં પોણા બસો વર્ષ પહેલાં પટણી-ઓશવાળ પરિવારોએ પ્રતિષ્ઠિત કરેલા શ્રી સંભવનાથજી ભ. અને શ્રી શાંતિનાથજી ભ. તથા નૂતન જિનાલયમાં શ્રી નેમિનાથજી ભ. બિરાજમાન છે, તે ગૌરવભર્યું છે. દિગંબરીય જિનમંદિરમાં શ્રી શાંતિનાથ ભ. અને વિદ્યાર્થીગૃહના ગૃહમંદિરમાં શ્રી પાર્શ્વનાથજી ભ. બિરાજે છે. જિનાલયની બાજુમાં બે શ્વેતાંબરી દેરાવાસી તેમ જ શ્વેતાંબરી સ્થાનક્વાસી ઉપાશ્રયો છે. - જિનાલયો-ઉપાશ્રયો આદિના સામાન્ય નિર્વાહ ખર્ચની કદી મુશ્કેલી પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં જૈનો આગવી સૂઝ ધરાવે છે. તેમ અહીં પણ સ્વ. વકીલ સુંદરજી ડાયાભાઈ શાહ, સ્વ. રામજીભાઈ હંસરાજ કમાણી, સ્વ. દલીચંદ કરસનજી કામદાર, સ્વ. હરગોવિંદદાસ શામજીભાઈ મહેતા જેવા મહાનુભાવોના વિશિષ્ટ પ્રદાનથી શ્રી સંઘનાં કાર્યો સરળતાથી ચાલે છે. - સામાજિક ક્ષેત્રે પણ કેળવણી અને સેવાનાં કાર્યો કરનારા સખી–સુખી સદ્ગૃહસ્થો થઈ ગયા. આજે પણ છે. જૈન છાત્રાલયો સ્વ. ખીમચંદ મૂળચંદ મહેતાના સુપુત્રી શ્રી રમણીકભાઈ અને શ્રી ચીમનભાઈ (-સી. કે. મહેતા-દીપકગ્રુપના ઉદ્યોગપતિ મેને. ડીરેક્ટર) તથા સ્વ. હરિલાલ કેશવજી ખેતાણી પરિવારના સ્વ. દુર્લભજીભાઈ ખેતાણીના વિશેષ યોગદાનથી સારી રીતે ચાલે છે.
- ધર્મ-શિક્ષણ એક સિક્કાની બે બાજુ છે. ધર્મ-શિક્ષણનો સમન્વય સાધી દેશવિદેશમાં તેનો પ્રસારપ્રચાર કરવા અમરેલીના પ્રા. શ્રી પ્રતાપભાઈ ટોળિયાએ આજીવન ભેખ લીધો છે. તેવી જ રીતે અમરેલીએ અનેક યુવક-યુવતીઓને ભ. મહાવીરના મોક્ષમાર્ગે વિચરવા મોકલ્યાં છે. તેમાં કોરડિયા, ઓશવાળ, હેમાણી, ધ્રુવ, મહેતા પરિવારો મુખ્ય છે. તે અમરેલીના શ્રી સંઘ સમસ્ત માટે ગૌરવપ્રદ છે.
અમરેલીમાં જૈન છાત્રાલયનો પ્રારંભ સ્વ. પ્રાણજીવનદાસ દેવચંદ કોરડિયાએ કરેલ તે જ છાત્રાલય શ્રી ખી. મૂ. જૈન વિદ્યાર્થી ગૃહ નામાભિધાનસહ આજે પણ સુપેરે વ્યવસ્થિત ચાલે છે.
પોણા બસો વર્ષ પ્રાચીન તીર્થસ્વરૂપ શ્રી સંભવનાથજી જિનાલયનો જિર્ણોદ્ધાર આર્યસંસ્કૃતિના સમાર્જક અને પરમ પોષક પૂ. મુનિભગવંતશ્રી ચંદ્રશેખરવિજયજી મ. સા. (હાલ ગણિવર્ય) અને પૂ. શ્રી લમ્બિવિજયજી મ.સા. (હાલ આચાર્ય)ની નિશ્રામાં સ્વ. છોટાલાલ કરમચંદ શાહના સુપુત્ર શ્રી રસિકલાલભાઈ અને તેમના ભાઈઓના સહયોગથી થયો. સૌરાષ્ટ્રકેશરી પ.પૂ.આ.દે.શ્રી ભુવનરત્નસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં પુરુષાદાનીય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી ભ.ની પ્રતિષ્ઠા ભાવનગર નિવાસી ઓશવાળ શ્રી અમૃતલાલ વેલચંદ શાહ પરિવારે કરાવી. નૂતન જિનાલયનું નિર્માણ અને જિનબિંબોની અંજનશલાકા–પ્રતિષ્ઠાનો મહોત્સવ પ.પૂ.આ.શ્રી ચંદ્રોદયસૂરીધરજી મ.સા. અને પ.પૂ.આ.દે.શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના સાંનિધ્યમાં ઉજવાયો. નિર્માણકાર્યમાં મુખ્યતયા શ્રી ચંપકલાલ ગિરધરલાલ કાનજીભાઈ વોરા પરિવારે યોગદાન આપેલ. તે સરાહનીય છે.
અમરેલી શ્રી જૈન સંઘમાં શ્વેતાંબર દેરાવાસી-સ્થાનકવાસી દિગંબર સમુદાયના સદગૃહસ્થોનો સમાવેશ થાય છે. સૌ આધ્યાત્મિક રીતે ભ. મહાવીરસ્વામીના અનેકાંત-અહિંસાના માર્ગે મોક્ષ પ્રતિ પ્રયાણની ભાવના રાખતા હોય છે. એટલે અમરેલીના પ્રત્યેક કુટુમ્બમાં વિશિષ્ટતા ધરાવતાં સેવાભાવી મહાનુભાવો થઈ ગયા છે. તેના કેટલાક મહાનુભાવોની જીવનઝલક રજૂ કરી આનંદ અનુભવું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org