SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] ૪૮૧ શુભ મંગળ નામો : તેના વિશેષણો) શ્રી ગૌતમસ્વામી=લબ્લિનિધાન .: શ્રી જગડુશાદાનવીર શ્રી પાર્શ્વનાથ–પુરિષાદાનીય : શ્રી સ્થૂલભદ્ર=કામવિજેતા શ્રી મહાવીરસ્વામી=ચરમ તીર્થપતિ : શ્રી મેતારજમુનિ મહર્ષિ શ્રી અભયદેવસૂરિ=નવાંગી ટીકાકાર : શ્રી કુમારપાળ=પરમાત શ્રી હરિભદ્રસૂરિ=૧૪૪૪ ગ્રંથ રચયિતા : શ્રી જંબુસ્વામી ચરમ કેવળી શ્રી ઢંઢણ અણગાર=ઉત્કૃષ્ટ અભિગ્રહી : શ્રી ઉદાયન રાજા=અંતિમ રાજર્ષિ શ્રી ગજસુકુમાર=સમતાના ભંડાર : શ્રી અભયકુમાર=બુદ્ધિનિધાન શ્રી ઈલાચીકુમાર=મોહવિજેતા : શ્રી ભદ્રબાહુસ્વામી-શ્રુતકેવળી શ્રી વિક્રમાદિત્ય=પરદુ:ખભંજન : શ્રી વજસ્વામી દશપૂર્વધર શ્રી નંદિણવૈચાવચ્ચ તત્પર : શ્રી ધન્ના અણગાર શ્રેષ્ઠ તપસ્વી શ્રી દુર્બલિકા પુષ્યમિત્રત્રરોજ ૭00 ગાથા ગોખનાર : શ્રી સહસ્રાવધાની=મુનિચંદ્રસૂરિ શ્રી જયંતિ શ્રાવિકા=શય્યાતરી : શ્રી હેમચંદ્રાચાર્ય-કલિકાલસર્વજ્ઞ શ્રી હીરવિજયસૂરિ જગદ્ગુરુ ( પ્રશ્નો બુદ્ધિના અને જવાબો ઈતિહાસના ) * અરિહંતના અનુરાગે આયુષ્યનો અંત કોણે જોયો? ગોશાળાના ઉપસર્ગના અવસરે સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ મુનિ પ્રભુ વીરના અનુરાગથી કાળ પામ્યા. * અરિહંતના શરણે જવાથી કોને જીવતદાન મળ્યું? અસુરકુમારના અમરેન્દ્ર સૌધર્મેન્દ્રને ઋદ્ધિ જોઈ ઇર્ષાથી ત્રાસ આપવા ગયો પણ ઇન્દ્ર દેવતા ઉપર વજ છોડ્યું. બચવા માટે પ્રભુ વીરનું શરણ સ્વીકાર્યું તેથી સૌધર્મેન્દ્ર અભયદાન આપી બચાવ્યો. દીકરાને જોઈ દિવ્યતા કોણે પ્રાપ્ત કરી? માતા દેવાનંદાના સ્તનમાંથી માતૃહૃદયના કારણે પ્રભુ વીરને જોઈ દૂધ વહ્યું. * ક્યા પુત્ર પિતાનો ઉદ્ધાર કર્યો? પ્રભુ વીરે પિતા ઋષભદત્તને પ્રતિબોધી સંયમ ને મોક્ષ અપાવ્યું. * શિષ્યના ઉપદેશે જાગ્યા પણ ગુરુને જોઈ ભાગ્યા. કોણ? હાલિક (ખેડૂત) ગૌતમસ્વામી (પ્રભુવીરના શિષ્ય)ના ઉપદેશથી દીક્ષા લીધી. પણ ગુરુ (પ્રભુવીર)ને જોઈ ઓઘો મૂકી ભાગ્યા. * આત્મકલ્યાણ માટે સંસાર છોડ્યો પણ શરીરની વેદનાએ કોને મૂંઝવ્યા? મેઘકુમારે ઉત્કૃષ્ટ ભાવે દીક્ષા તો લીધી પણ સંથારાની “રજનો શરીરને સ્પર્શ થતાં કંટાળી ઘરે જવા તૈયાર થયા. * યોગિણીને જોઈ ભોગની યાચના કોણે કરી? રાજીમતિજી સંયમી હતા પણ તેઓના રૂપે રહનેમિને ભોગ ભોગવવાનું આમંત્રણ આપવા મન કરાવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy