SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ કોશા પાટલીપુત્ર નગરની રાજનર્તકી કોશા અનુપમ રૂપ, આકર્ષક લાવણ્ય અને કલાચાતુર્યમાં નિપુણ હતી. આ કોશા ગણિકાને ત્યાં મહામાત્ય શકટાલના મોટા પુત્ર સ્થૂલભદ્ર રહેતા હતા. રાજનર્તકી કોશાને સ્થૂલભદ્ર ૫૨ અગાધ પ્રેમ હતો, પરંતુ રાજ્યના રથંબમાં પિતાનું મૃત્યુ વનાં સ્થૂલભદ્રે મહામાત્યની પદવી તો ફગાવી દીધી, પણ એથીય વિશેષ સંસારવ્યવહારથી વિરક્ત થઈને એમણે આચાર્ય સંભૂતવિજયજી પાસે દીક્ષા લીધી. દીક્ષા બાદ આચાર્યશ્રીએ મુનિ સ્થૂલભદ્ર સહિત ચાર મુનિરાજોને સંયમની અગ્નિપરીક્ષા કરે તેવા કઠિન સ્થળે ચાતુર્માસ કરવા કહ્યું. ત્રણ મુનિરાજોએ સિંહની બોડમાં, વિષધર સર્પના રાફડામાં અને પનિહારીઓથી ભરેલા કૂવાકાંઠે ધ્યાનમગ્ન રહીને ચાતુર્માસ કરવા માટે અનુમતિ માગી, જ્યારે આર્ય સ્થુલભદ્ર મુનિએ કૉશા નર્તકીના ભવનમાં કાર્યોીપક આકર્ષક ચિત્રોથી શોભતી ચિત્રશાળામાં પસ ભોજનનો આહાર કરીને ચાર મિહના સુધી સમસ્ત વિકારોથી દૂર રહીને સાધના કરવાની આચાર્ય સંભૂતવિજયજા પારો આશા માગી, { ૧૯૩ આચાર્ય મહારાજે એની અનુમતિ આપી. રાજનર્તકી કોશાના વૈભવી આવાસમાં ચાતુર્માસ માટે સ્થૂલભદ્ર આવતાં કોશાના હૈયામાં આનંદની ભરતી ઊછળવા લાગી. પોતાને ત્યજી ગયેલા પ્રાણપ્યારા પ્રિયતમ જાવો પુનઃ આવતા ન હોય ! કોશાએ કલા અને રૂપના પ્રાગટ્યમાં કશી મણા રાખી નહીં, પરંતુ મુનિ ક્યૂટાભદ્રની આત્મકળાની સ્થિર વૃત્તિ જોઈને કોશાને એની કામવાસના બાલચંદાઓ જેવી લાગતાં એ ક્ષમા યાચવા લાગી. મુનિ સ્થૂલભદ્ર અને આંતરવૈભવની ભવ્યતા અને દિવ્યતાનો પ્રતિબોધ આપ્યો અને કોશા વ્રતધારી શ્રાવિકા બની. ચાગ પૂર્ણ કરીને પાછા આવેલા મુનિ સ્થૂલભદ્રને કર કાર્ય કરવા માટે આચાર્ય સંભૂતવિજયજીએ ‘‘દુષ્કર, દુષ્કર, દુષ્કર’’ એમ ત્રણ વાર બોલીને ધન્યવાદ આપ્યા. આચાર્યશ્રીએ મુનિ સ્થૂલભદ્રને ત્રણ વાર દુષ્કર, દુષ્કર, દુષ્કર” કહ્યું અને બાકીના ત્રણ શિષ્યો કે જેમણે સિંહ, વિષ સર્પ કે કૂવાકાંઠે ઉપવાસપૂર્વક ચાતુર્માસ ગાળ્યો હતો તેમને માત્ર એક જ વાર “દુષ્કર'' કહ્યું. આથી શિષ્યોએ પોતાના ગુરુ આચાર્ય સંભૂતવિજયજીને કહ્યું, “મુનિ સ્થૂલભદ્રનું કાર્ય દુર-દુષ્કર નહીં, પણ અત્યંત સહજ અને સુગમ છે.'' આમ કહીં એક મુનિ ગુરુઆજ્ઞાની અવહેલના કરીને કોશા નર્તકીને ત્યાં પહોંચ્યા. કોશાએ પત્રસ ભોજન કરાવતાં અને આકર્ષક વેશભૂષા ધારણ કરતાં જ મુનિ મોહિત બની ગયા. કોશાએ એમને નેપાળમાંથી અમૂલ્ય રત્નકંબલ લાવવાનું કહ્યું. મુનિ અધાગ મહેનત અને તપસ્યાગનો ભંગ કરીને નૈપ. ના મહારાજા પાસેથી એક રત્નકંબલ માગીને લાવ્યા અને કોશાને આપ્યું ત્યારે કોશાએ પોતાના પગ લૂછીને કીચડવાળા ગંદા પાણીમાં એ રત્નકંબલ ફેંકી દીધું અને કહ્યું, ‘“હે મુનિ ! તમને આ રત્નકંબલની ચિંતા થાય છે, પરંતુ એ બાબતનો સહેજે ક્ષોભ થતો નથી કે તમે અત્યંત મૂલ્યવાન એવા ચારિત્ર્યની મલિન કાદવકીચડમાં ફેંકી દીધું!' કોશાના પ્રતિબોધથી મુનિનો કામસંમોહ દૂર થયો. તેઓ આચાર્યશ્રી પાસે પાછા ગયા અને મુનિ સ્થૂલભદ્રના કામવિજયની પ્રશંસા કરવા લાગ્યા. ચૌથા વ્રતનો નિયમ ધરાવતી રાજનર્તકી કોંશ પાસે રાજા કોઈ પુરુષને આનંદપ્રમોદ કાર્યો મોકલતા, તો કોશા એને આર્ય સ્થૂલભદ્રના ગુણોની ગરિમા સંભળાવતી હતી. કોશાને રીઝવવા આવેલા પાટલિપુત્રના રથકાર પાસે લામવની એવી કલા હતી કે એક પછી એક બાણ મારીને સરસંધાનની શ્રેણી રચી દીધી અને પછી તે ખેંચતા ઝુમખા સહિત કેરીઓ એની પાસે આવી ગઈ. અત્યંત કપરું કામ સિદ્ધ કર્યું હોય તેવો રથકારને અહંકાર વર્યો, ત્યારે કોશાએ સરસવનો ઢગલો કરી તેમાં સોય ખોસીને તેના પર મળનું ફૂલ ગોઠવ્યું, એના પર ચડીને કોશા નૃત્ય કરવા લાગી. રથકાર એના આવા અપ્રતિમ કૌશલને જોઈને સ્તબ્ધ બની ગયો. પરંતુ કોશાએ કહ્યું, ‘આંબાનું ઝૂખમું તોડવું કે સરસવના ઢગલા પર નાચવું દુષ્કર નથી. ખરું દુષ્કર કાર્ય કરનાર તો મુનિ સ્થૂલભદ્ર છે, જે પ્રમદા(સ્ત્રી)ના વનમાં હોવા છતાં પ્રમાદ પામ્યા નહી.'' રથકારનો ઉન્માદ અને અહંકાર બંને ઓગળી ગયા અને કોશાના ઉપદેશને પરિણામે એણે વૈરાગ્ય લીધો. પોતાના સંસ્કારોથી જાવનને ધન્ય બનાવનારી કોશા અને રાગ સચ્ચે વિરાગી જીવન જીવનારા સ્થૂલભદ્ર વિષે જૈન સાહિત્યમાં કેટલીય કથા, રાસ, ફાગુ, સજાય, નવલકથા આદિની રચના થઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy