SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ શ્રીદેવી કાકર ગામમાં જન્મેલી શ્રીદેવી ગુજરાતના ઇતિહાસની તેજસ્વી નારી તરીકે પ્રસિદ્ધ છે. એનામાં સૂઝ અને સાહ બંનેનો વિસ્લ સંગમ હ્તો. ગમે તેવી કપરી પરિસ્થિતિમાં મૂંઝાયા વિના કે ભયભીત થયા વિના એમાંથી એ માર્ગ કાઢતી હતી. એ સમર્થે કચ્છના રણના કાંઠે આવેલા પંચાસર પર રાજા ભૂવડે આક્રમણ કર્યું હતું. પંચાસરના રાજવી જયશિખરીએ વિશાળ સેનાનો મક્કમ મુકાબલો કર્યો, પરંતુ અંતે રાજા જયશિખરી યુદ્ધમાં વીરગતિ પામ્યો. જયશિખરીનો પુત્ર વનરાજ જૈન સાધુ શીલગુણસૂરિ પાસે આશરો પામ્યો અને ઉપાશ્રયમાં મોટો થયો. એના મનમાં લગની હતી કે પિતાનું રાજ પાછું મેળવું તો જ હું ખરો વનરાજ, મામા સૂરપાળ સાથે રહીને વનરાજ બહારવટે ચડ્યો. રાજ પાછું મેળવવું હોય તો મોટી સેનાની જરૂર પડે. શસ્રો જોઈએ. આ બધાં માટે વનરાજે જંગલમાં રહીને જતા-આવતા રાખજાનાને લૂંટી લેવા માંડ્યો, એક વાર વનરાજ ચાવડો કાકર ગામના શેઠને ત્યાં ચોરી કરવા ગયો. વનરાજે શેના ભંડારિયામાં તપાસ કરી. એ માનતો હતો કે ભંડારિયામાંથી કોઈ કીમતી ચીજવસ્તુ કે ધનસંપત્તિ હાથ લાગશે, પણ રાતના અંધકારમાં ભંડારિયામાં ચોરી કરવા જતાં વનરાજનો ય દહીંથી ભરેલા વાસણમાં પડ્યો. વનરાજ ખરડી ગયો. એનું કારણ એ હતું કે દહીંથી ભરેલા વાસણમાં હાથ પડે એટલે એ આ ઘરનો કુટુંબીજન કહેવાય. પોતાના ઘરમાંથી લૂંટ કઈ રીતે કરાય? આથી એણે ખાલી હાથે પાછા જવાનું યોગ્ય માન્યું. વહેલી સવારે કાકર ગામના શેઠે જોયું તો ઘરમાં બધું વેરણછેરણ પડ્યું હતું. એમને ખ્યાલ આવી ગયો કે નક્કી ૫૨માં કોઈ છાનુંમાનું ખાતર પાડવા આવ્યું હોવું જોઈએ. શેઠે પોતાની બહેન શ્રીદેવીને કહ્યું, ધરમાં ખાતર પડ્યું લાગે છે. ચોર આવીને આપણી માલમિલકત ઉઠાવી ગયા લાગે છે.'' ભાઈ-બહેન બંને એકએક ચીજવસ્તુઓ જોવા લાગ્યાં. જોયું તો ઘરેણાં સલામત હતાં, ઘરની રોકડ રકમ એમ ને એમ પડી હતી. વસ્ત્રો આમતેમ વીંખાયેલાં પડ્યાં હતાં, પરંતુ એકે વસ્ત્ર ચોરાયું નહોતું. બેન વિચારવા લાગ્યાં કે રાત્રે ચોર ખાતર પાડવા આવ્યો હશે. ઊંધમાં અમને કશી ખબર નથી. તો પછી શા માટે એ કશું ચોરીને લીધા વિના પાછો જતો રહ્યો હશે? એમને આ બાબત રહસ્યમય લાગી. એવામાં શ્રીદેવીની નજર દહીંના વાસણ ૫૨ પડી. એણે જોયું તો એમાં કોઈના હાથના પંજાનાં નિશાન હતાં. એના હાથની રેખાઓ એમાં પડી હતી. એ હસ્તરેખાઓ જોઈને લાગ્યું કે આ પુરુષ કેવો ભાગ્યશાળી અને પ્રતાપી હોવો જોઈએ! એની રેખાઓ એની વીરતા અને તેજસ્વિતા બતાવે છે. વળી દહીંમાં હાથ પડ્યો એ ઘરનું કશું ન લેવાય એવું માનનારો માનવી ચોર હોય જ ક્યાંથી? નક્કી. કોઈ કારણસર એ આ કામ કરતો હશે. આવી વ્યક્તિનો ભેટો થાય તો કેવું સારું ! શ્રીદેવીનો આ વિચાર વનરાજને જાણવા મળ્યો. વનરાજ રાત્રે ગુપ્ત વેશે શ્રીદેવીને ઘેર આવ્યો. એના ભાઈને પ્રણામ કર્યા. શ્રીદેવીને જોતાં જ વનરાજના હૃદયમાં ભાઈનું હેત ઊભરાવા લાગ્યું. વનમાં રઝળપાટ કરતા રાજા અને એના સૈનિકોથી પોતાની જાત છુપાવતા અને રાજ પાછું મેળવવા રાત-દિવસ મથામણ કરતા વનરાજને અહીં શાંતિ અને સ્નેહનો શીળો, મધુર અનુભવ લખો. શ્રીદેવીએ એને ભાઈ માન્યો અને પ્રેમથી જમાડ્યો. એ પછી વનરાજને શિખામણ આપી. ભાઈએ બહેનની શિખામણ માની. બહેનના પ્રેમથી લાગણીભીના બનેલા વનરાજે કહ્યું, ‘‘બહેન, તું ભલે મારી સગી બહેન ન હોય, પણ મારા પર પ્રેમની વર્ષા કરનારી ધર્મની બહેન છે. હું રાજા થઈશ ત્યારે તારા હાથે જ રાજતિલક કરાવીશ.’’ { જૈન પ્રતિમાદર્શન કાકર ગામની શ્રીદેવીનું લગ્ન પાટણમાં થયું. એક વાર શ્રીદેવી પાટણથી પોતાને પિયર જતી હતી. ફરી જંગલની વાટે વનરાજ મળ્યો અને શ્રીદેવીએ એના ૫૨ હેતનાં અમી વર્ષાવ્યાં. આખરે વનરાજે સૈન્ય જમાવી ભૂવડના અધિકારીઓને હાંકી કાઢ્યા. પંચાસરને બદલે સરસ્વતી નદીના કાંઠે અણહિલપુર પાટણ વસાવ્યું. વિ. સં. ૮૦ના વૈશાખ સુદ બીજ, સોમવારે આ ઘટના બની. વનરાજે રાજ્યાભિષેક સમયે ધર્મની બહેન શ્રીદેવીને બોલાવીને એના હાથે રાજતિલક કરાવ્યું. રાજા વનરાજે પોતાના પર કરેલા ઉપકારનો યોગ્ય બદલો વાળ્યો, તો શ્રીદેવી જેવી ગુણિયલ ગુર્જરી ધર્મ, સમાજ અને રાષ્ટ્રના ઉત્થાનમાં સહાયભૂત બની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy