SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ ] [ જૈન પ્રતિભાદર્શન * સં. ૧૧૫૫માં સજ્જન મંત્રીએ શંખેશ્વરમાં બંધાવેલ મંદિરનાં ખંડિયેરો આજે પણ મોજૂદ છે. ફરી સત્તરમા સૈકામાં બંધાયેલું છે. ભાવિકોને વર્તમાનકાલમાં આકર્ષી રહેલ છે તેવા શ્રી પ્રભાવશાળી શંખેશ્વર પાર્શ્વનાથજી છે ચૌદમા સૈકામાં ચારૂપ તીર્થમાં માંડવગઢના પેથડ શાહે મંદિર બંધાવ્યાના ઉલ્લેખો મળે છે. પ્રાચીન ભીમપલ્લી ગામ આજનું ભીલડીય તીર્થ, જ્યાં સં. ૧૩૧૭ માં ભુવનપાલે જીર્ણોદ્ધાર કરાવી સોનાના ધ્વજદંડ ચઢાવ્યા હતા. સં. ૧૮૯૨માં ફરી પ્રતિષ્ઠા થઈ. * શત્રુંજય તીર્થનો છેલ્લો ઉદ્ધાર સં. ૧૫૮૭માં કર્મશાહે કરાવેલ. શાંતિ-સમાધિ અને સમતાનું અપૂર્વ સ્થાન આ સિદ્ધગિરિ તીર્થ છે. શેત્રુંજી ડેમ પર સં ૨૦૩૦માં શત્રુંજય પાર્થપ્રાસાદનું નૂતન નિર્માણ થયું. મુંબઈના શા. ખુમચંદ રતનચંદ જોરાજી તથા સોમચંદ ચુનીભાઈ વગેરેએ પ્રતિષ્ઠાનો લાભ લીધો હતો. * મહુવાના શેઠ જાવડ શાહે પણ શત્રુંજય તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. * અજયપાળ રાજાએ અજયનગર વસાવી શ્રી અજાહરા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું. પ્રભુના હવણ જળથી રાજાના ૧૦૭ રોગો નાશ પામ્યા હતા. ઉનાથી બે માઈલ દૂર અજારા તીર્થ આવ્યું છે. * ઉના પાસે દીવબંદરે કુમારપાળ મહારાજાએ બંધાવેલ જિનમંદિર પ્રાચીન જહોજલાલીની સાક્ષી પૂરે છે. અત્રે હરસૂરિજી મહારાજ ચાતુર્માસ પધાર્યા હતા. * શ્રી ભદ્રેશ્વરજી તીર્થ : જગડુશા દાનવીરની આ જન્મભૂમિ છે. વીર સંવત ૨૩ માં દેવચંદ્ર શ્રાવકે પાર્શ્વજિનનો પ્રાસાદ બંધાવી પ્રતિષ્ઠા કરાવી હતી. મેવાડના કુંભારાણાએ સં. ૧૫૦૯માં અચલગઢ બંધાવેલ. ફરતો કિલ્લો છે. અત્રે મંદિરો છે. પ્રતિષ્ઠા ડુંગરપરના રાજા સોમદાસના મંત્રી ઓસવાલ સાદરાએ સં. ૧૫૨૯માં શ્રી લક્ષ્મીસાગરસૂરિજીન હાથે કરાવી હતી. શ્રી જીરાવલા પાર્શ્વનાથનો નવો પ્રાસાદ સં. ૧૧૯૧માં શેઠ ધાંધલે કરાવેલો. જીરાવલા મંદિર સં. ૩૨૬માં કોડી નગરના શેઠ અમરાશાહે બનાવેલ હતું. શ્રાદ્ધરત્ન ધરણાશાહ પોરવાડની દૃષ્ટિનું દૃશ્ય ખડુ કરનાર ૧૪૪૪ થાંભલા સહિતનું શિલ્પના અવતારસમુ ભવ્ય ધરણવિહાર રાણકપુરમાં આવેલું છે. ૧૪૯૬માં સોમસુંદરસૂરિજીના હાથે પ્રતિષ્ઠા થઈ. પચાસ વર્ષ બંધાતા લાગેલા. ધરણાશાહે ૩૨ વર્ષની વયે બ્રહ્મચર્યવ્રત સ્વીકારી નલિનીગુલ્મ વિમાન જેવું બનાવવાનો સંકલ્પ કર્યો. કુંભારાણાના તેઓ મંત્રી હતા. રાજસ્થાનમાં કાપરડાજી તીર્થ શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથજીનું ચાર મજલાનું ચૌમુખજી જિનમંદિર વિ. સં. ૧૬૭૮માં બંધાવી જેતારણનિવાસી ભાણજી ભંડારીએ પ્રતિષ્ઠા કરાવી હતી. સં. ૧૯૭પમાં શાસનસમ્રાટ શ્રી નેમિસૂરિજી મહારાજે પુનઃ પ્રતિષ્ઠા કરાવી હતી. * ચિત્તોડ વીરપુરુષોની ધરતી ગણાય છે. પ્રતાપરાણાને સહાય કરનારા ભામાશાહ અહીં થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy