________________
૭૧૮)
[ જૈન પ્રતિભાદર્શન
બન્યા હતા. તેમની વિનંતિથી પૂજ્યશ્રીએ વિ. સં. ૧૯૫૬નું ચાતુર્માસ અમદાવાદ-પાંજરાપોળ ઉપાશ્રય કર્યું. આ ચાતુર્માસમાં અમદાવાદમાં અબોલ પશુઓ માટે પાંજરાપોળના નિર્વાહ માટે આજથી ૧00 વર્ષ પહેલાં રૂ. બે લાખનું માતબર ફંડ કરાવ્યું. સાથે સાથે જૈનધર્મનું મહાન તત્ત્વજ્ઞાન લોકો ભણે-જાણે તે માટે “જૈન તત્ત્વવિવેચક સભા'ની સ્થાપના કરાવી. તેમાં મુખ્ય વહીવટકર્તા તરીકે નગરશેઠ શ્રી ચીમનલાલ લાલભાઈ પણ હતા.
( શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈ
શેઠશ્રી મનસુખભાઈ શ્રી માકુભાઈ (માણેકભાઈ)ના પિતાજી હતા. શેઠશ્રી મનસુખભાઈના બીજા ભાઈ શેઠશ્રી જમનાભાઈ ભગુભાઈ હતા. ઈ માં આ બંને ભાઈઓ વિ. સં. ૧૯૫૩-૫૪ની સાલમાં પૂજ્ય શાસનસમ્રાટશ્રી
સૌ પ્રથમવાર અમદાવાદ પધાર્યા ત્યારથી તેઓના અનન્ય ભક્ત બની ગયા હતા. તેઓ દરરોજ પૂજયશ્રીના વ્યાખ્યાનમાં આવતા હતા.
વિ. સં. ૧૯૫૭ના વર્ષમાં શેઠશ્રી મનસુખભાઈ ભગુભાઈ તરફથી વાઘણપોળના શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય તથા ઝવેરીવાડના શ્રી
સંભવનાથની ખડકીવાળા શ્રી સંભવનાથ પ્રભુના જિનાલયની પ્રતિષ્ઠા પૂજ્ય શેઠ મનસુખલાલ ભગુભાઈ |
શાસનસમ્રાટશ્રીની નિશ્રામાં કરાવવામાં આવી. આ પ્રતિષ્ઠા પછી શ્રી મનસુખભાઈ શેઠની જાહોજલાલી અને ઉન્નતિ ઉદીયમાન બીજના ચંદ્રની કળાની જેમ સોળે કળાએ વૃદ્ધિ પામવા માંડી.
વિ. સં. ૧૯૫૭ના–પાંજરાપોળ ચાતુર્માસમાં–પાંજરાપોળની પાઠશાળામાં પૂજ્યશ્રીની પ્રેરણાથી ધાર્મિક શિક્ષણની સાથે વ્યાવહારિક શિક્ષણ આપવાની શરૂઆત કરી. તેમાં શેઠશ્રી મનસુખભાઈ તરફથી સર્વ વ્યવસ્થા કરવામાં આવી હતી.
વિ. સં. ૧૯૫૯ના ભાવનગર ચાતુર્માસમાં પૂ. પંન્યાસપ્રવરશ્રી ગંભીરવિજયજી મહારાજે પૂજ્ય શાસનસમ્રાટશ્રીને “શ્રીભગવતી સૂત્ર'ના યોગમાં પ્રવેશ કરાવ્યો. અને બે મહિનામાં ભાવનગરમાં પ્લેગનો ઉપદ્રવ (રોગચાળો) ફાટી નીકળ્યો. સૌ સાધુ ભગવંત-વરતેજ આવી ગયા. ત્યાં ત્રણ મુનિરાજને પ્લેગની ગાંઠે દેખા દીધી. પૂજ્યશ્રીના માર્ગદર્શન અનુસાર સેવા-સુશ્રુષા અને ઔષધોપચારથી સારું થઈ ગયું પરંતુ પૂજ્ય શાસનસમ્રાટશ્રીને તાવ આવવો શરૂ થયો. બે-ત્રણ દિવસ થયા એટલે પૂ. શ્રીમણિવિજયજી મ.એ શેઠ મનસુખભાઈને એ સમાચાર જણાવ્યા. એટલે તુરત શેઠશ્રીએ ભાવનગર પોતાના પરિચિત ડોકટરને તાર કરી પૂ. મહારાજશ્રીની સારવાર કરવા વરતેજ મોકલ્યા. અને તુરત વરતેજ પૂ. પંન્યાસ શ્રી ગંભીરવિજયજી મ. ઉપર પૂજયશ્રીની તબિયતના સમાચાર જાણવા ઉપરા-ઉપરી તાર કરવા માંડ્યા. એક જ દિવસમાં તેઓએ ૮૦ ઉપર તાર કર્યા હતા. પરંતુ પૂજયશ્રીને તાવ નોર્મલ થતો ન હતો, તેથી કોઈ જવાબ આપી શકાયો નહિ. એટલે શેઠશ્રીના એકના એક માંદા પુત્રની સારવાર કરનાર તેમના પોતાના ડૉ. જમનાદાસભાઈને વરતેજ જવા કહ્યું. ડૉકટરે કહ્યું : શેઠ! માણેકભાઈની તબિયત બરાબર નથી, તેમની સારવાર હું કરું છું, તે છોડીને હું કઈ રીતે જઈ શકું?'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org