________________
અભિવાદન ગ્રંથ |
( ૨૫૯
પાસે આવ્યા ત્યાં તો વ્યાધ્રાદિક પ્રાણીને તે બંનેનાં ચરણની સેવા કરતાં જોઈ રાજા આશ્ચર્ય પામ્યો. અને વિચાર્યું કે, “આ બંનેને ભક્તિ વચનોથી જ બોલાવવા.” આવું ચિંતવીને તેણે વિનયી વાક્યોથી તેમને બોલાવવા માંડ્યા. પરંતુ દેઢ પ્રતિજ્ઞાવાળા તેઓ કિંચિત પણ ચલિત થયા નહીં. અનુક્રમે માસોપવાસને અંતે કેવળજ્ઞાન પામી સુરાસુરોએ નમેલા તે બંને મુક્તિને પ્રાપ્ત થયા. તેમનું મુક્તિ પ્રયાણ જાણી કીર્તિપાળ રાજાએ ઊંચે સ્વરે કહ્યું કે, “હે મિત્ર! તારો એવો નિશ્ચય હતો કે સો યોજનથી વધારે જવું નહીં, પણ આ વખતે તું મને મૂકીને અસંખ્ય યોજન દૂર રહેલા શિવનગરમાં કેમ ચાલ્યો ગયો?' આ પ્રમાણે વિલાપ કરતો કીર્તિપાલ રાજા પોતાના નગરમાં આવ્યો. પ્રાણ ત્યાગ કરવો પડે તે સારું પણ સ્વીકાર કરેલા વ્રતનો ત્યાગ કરવો તે સારું નહીં, આવો દઢ વિચાર રાખી ભવ્ય પ્રાણીઓએ સિંહ શ્રેષ્ઠીની જેમ દિગ્વિરતિ વ્રત ગ્રહણ કરવું.
છોડ્યું તો છોડી જાયું
શાલીભદ્ર
પૂર્વદા સુપાત્ર દાન પુણે, અવતરે નવાણું પેટી પ્રતિદિન,
ધન્ય શાલીભદ્ર આપને, તજી સઘળું થયા સંયમલીન. પૂર્વભવમાં સાધુભગવંતને સુપાત્ર દાન આપવાથી રાજગૃહીનગરીના વૈભવશાળી શ્રેષ્ઠી ગોભદ્ર અને ભદ્રામાતાના પુત્રરૂપે જન્મ પામનાર શાલીભદ્ર અતુલ સંપત્તિ ને ૩૨ સુંદરીઓનો સ્વામી હતો. ગોભદ્ર શેઠે પ્રભુ મહાવીર પાસે સંયમ સ્વીકારીને આરાધના કરી, આયુષ્ય પૂર્ણ થતાં દેવલોકમાં ગયા. સ્વર્ગમાં ગયા પછી પુત્રની પ્રીતિને કારણે પ્રતિદિન દિવ્ય વસ્ત્રો-આભૂષણો અને વિવિધ પ્રકારની ભોગ સામગ્રી મોકલતા હતા. એક વખત શ્રેણિક રાજા શાલીભદ્રની સમૃદ્ધિની પ્રશંસા સાંભળીને એમના મહેલમાં આવ્યા, ત્યારે શાલીભદ્રને વિચાર આવ્યો કે ““મારે માથે સ્વામી છે!' એ વિચારથી વૈરાગ્યવાસિત બની અઢળક સંપત્તિનો ત્યાગ કરીને પ્રભુ મહાવીર પાસે દીક્ષા સ્વીકારીને રત્નત્રયીની આરાધના કરી. “શાલીભદ્રની ઋદ્ધિ હોજો.” એમ દીપાવલીના પર્વમાં ચોપડાપૂજન વખતે લખીએ છીએ ત્યારે એટલું સ્મરણ કરવું જોઈએ : શાલીભદ્રની માફક સુપાત્રદાન દ્વારા પુણ્યોપાર્જન કરવું જોઈએ : અને અંતે આટલી સમૃદ્ધિમાં રાચતો હોવા છતાં વૈરાગ્ય પામીને સંયમ દ્વારા આત્મકલ્યાણ કર્યું. એ જ એમની પ્રતિભાની વિશેષતા.
“સબ પુદગલકા ખેલ”ના અજબ શ્રદ્ધાવંત
( સુબુદ્ધિ મંત્રી ) જિનશત્રુ રાજા ચંપા રાજ્યનો સ્વામી હતો તેને ધારિણી નામે પટ્ટરાણી હતી. અદીન શત્રુ નામે તેને યુવરાજ હતો. રાજ્યનો બધો કારભાર શ્રમણોપાસક સુબુદ્ધિ નામનો તેનો મંત્રી ચલાવતો હતો.
એક વેળા રાજાએ પોતાના આંગણે મહોત્સવ માંડ્યો. તે નિમિત્તે તેણે પોતાને ત્યાં રાજ્યના અધિકારી, સામંતો તેમ જ આગળ પડતા નાગરિકોને ભોજન માટે આમંત્ર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org