________________
અભિવાદન ગ્રંથ ]
[ ૧૪૧
૧૪. પરમાત્માના શાસનમાં લેવા માટે નહિ પણ દેવા માટે રડનારા ગુણવાનો પાક્યા ને પાકે છે. ચંદનબાળાએ પ્રભુ વીરને વહોરાવવા જ તો આંસુ પાડ્યાં હતાં ને? પ્રભુ વીરની આંખમાં પણ આંસુ છલકાણાં તે સંગમની ભાવિ દુર્ગતિની કલ્પના થકી જ ને? બસ આમ જ પ્રભુ વીરના વિચરણ કાળે જ પાપોદયના પ્રભાવે પછડાટ પામેલ સાંતનુએ જ્યારે સાધર્મિક જિનદાસનો કિંમતી હાર પ્રતિક્રમણ વખતે પોતાની પત્ની કુંજીદેવીના કહેવાથી ચોર્યો ને તેમને ત્યાં જ ગીરવે મૂક્યો ત્યારે જિનદાસે દુઃખાશ્રુ સાથે તેને રકમ ધીરી અને જ્યારે રકમ પણ પાછી કરવા સાંતનું આવ્યો ત્યારે ગીરવે લીધેલ હાર પાછો કરી દેવા આંસુ પાડ્યાં, જે દેખી સાંતનું પણ રડી પડ્યા. બેઉને પોતપોતાની ભૂલનું પ્રાયશ્ચિત્ત અશ્રુધારા વડે કરી શાંતચિત્તે સહી લેવું પડ્યું.
૧૫. તારંગા તીર્થને નષ્ટ કરવાની મેલી મુરાદ સાથે આગળ વધી રહેલને રામલાલ બારોટ યુક્તિપૂર્વક રોકી તીર્થરક્ષા કરવા તાબડતોબ નાટક ઊભું કર્યું ને શાનદ્રોહી અજયપાળને શર્તોથી બાંધી રાત્રે નાટકનાં દશ્યો દેખાડ્યાં, જેમાં શ્રીમંતના પુત્રને જિનાલય તોડતો દેખાડી અજયપાળ કરતાંય ભૂંડો દર્શાવ્યો, અને ખુન્નસ ભરેલ અજયપાળને સારો જણાવ્યો. સ્વમાન વધતાં જ અજયપાળ કંપી ગયો, નાટક બંધ કરાવ્યું ને અભિમાનપૂર્વક પ્રતિજ્ઞા કરી કે હવે બીજા કોઈ પણ જિનમંદિરનો નાશ તે નહિ કરે. આમ એક બારોટ જેવા નાના ગણાતા માણસે મોટા માન્યાતા જેવા શાસકની દુર્મતિનું વારણ કરી જિનશાસનની સેવા કરી.
(સત્ય-સદાચાર પ્રતિભાદર્શન )
સદાચાર અને સત્યના સહચારે આપણી આર્યભૂમિનો ઈતિહાસ નોખોઅનોખો તરી આવે છે. આ બે તત્ત્વોના અઠંગ પ્રેમીઓએ સત્ માટે સતી કે સતા થવું કદાચ પસંદ કર્યું છે; પણ તે બે તત્ત્વો વગરના જીવનને પણ મરણ જ માની લીધું છે. સત્ય હોય ત્યાં જ સદાચાર ટકેલું રહે અને સદાચાર વગરનું સત્ય પણ નાક વગરના રૂપાળા મોઢા જેવું બેઢંગું કહેવાય. આ બેઉ તત્ત્વોને વ્રત બનાવી વણી લેનારને બાકીનાં ત્રણ મહાવ્રત કે સર્વે અણુવ્રતોનું પાલન લગીર ગંભીર ન લાગે, કે ન તો ભારરૂપ ભાસે; બબ્બે માનવ જીવનનું મોંઘેરું કર્તવ્ય લાગે. પ્રભુ પરમાત્મા મહાવીરના વિચરણકાળની આસપાસના કાળમાં આવા અનુપમ સદાચારીઓ અને સત્યસેવકો થઈ ગયા છે, જેમની પ્રતિમાનાં દર્શન કરી પાવન થવા જેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org