________________
અભિવાદન ગ્રંથ ]
[ ૨૮૭
વિમળશાહના પરાક્રમોની વાતો બધે પ્રસરતી ગઈ. પાટણના નગરશેઠના કાન સુધીય પહોંચી. અને તેમણે પોતાની દીકરી શ્રીદેવીનાં લગ્ન વિમળશાહ સાથે કર્યાં. થોડા દિવસ બાદ વિમળશાહ તેમના નાનાભાઈ ને માતા વીરમતી તથા શ્રી સાથે પાટણ આવી વસ્યા. વિમળશાહના વડીલોએ પાટણમંત્રી તરીકે કામગીરી કરી છે. પણ હાલ તેમને પાટણમાં કોઈ ઓળખે એમ નથી એટલે કંઈ પરાક્રમ કરીને મંત્રીપદ મેળવવા ઇચ્છા હતી. એ માટે એક દિવસ મોકો મળી ગયો. વીરોત્સવનો દિવસ હતો. એક મેદાનમાં અસ્ત્રશસ્ત્રના અવનવા ખેલો ચાલતા હતા. વિમળશાહ ત્યાં પહોંચી ગયા. રાજા ભીમદેવે કહ્યું : બતાવ સારી નિશાનબાજી. અગર સરસ હશે તો તને મોટું ઈનામ આપીશ. બતાવ તારી કળા.
વિમળશાહે એક છોકરીને સામે ઊભી રાખી ને રાજાને કહ્યું કે આ છોકરીના કાનમાં કડી પહેરી છે. તે કાનને જરાકે ઇજા ન થાય તે રીતે જુઓ વીંધી નાખું. એમ કહી બરાબર કડી વીંધી બતાવી. આવા બીજા એક બે પ્રયોગો બતાવ્યા. આ જોઈ રાજા સ્તબ્ધ થઈ ગયો. વિમળશાહને શાબાશી આપી અને ૫૦૦ ઘોડેસ્વારો સાથે તેને રક્ષામંત્રીનું પદ સોંપ્યું. તથા તેમના નાનાભાઈ મેઢને સલાહકાર તરીકે નિયુક્ત કર્યા.
થોડા દિવસોમાં બન્ને ભાઈઓ રાજાના આદરપાત્ર બની ગયા. ધીરેધીરે તેમની કીર્તિ વધતી ગઈ. રાજા ભીમદેવને ખાત્રી થઈ કે વિમળશાહ સાચા સ્વામીભક્ત છે. તેથી વિમળશાહને કહેવડાવ્યું કે હવેથી ચંદ્રાવતીનું રાજ્ય તમને સોંપુ છું એટલે હવેથી ચંદ્રાવતીના રાજા તમે જ છો.
એક દિવસ ચંદ્રાવતી નગરીમાં આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજી પધાર્યા. તેમણે વ્યાખ્યાનમાં જણાવ્યું કે આબુના પહાડ ઉપર જો એક સુંદર દહેરાસર થાય તો એક ભવ્ય તીર્થ ગણાય. આ વાત વિમળશાહને રુચિ ગઈ અને ગુરુજીના વિચારને શિરોધાર્ય કર્યો. પછી ચતુર્વિધ સંઘ સાથે આરાસણ આવી, અન્નજળનો ત્યાગ કરી. અંબાજીની આરાધનામાં લીન બની ગયા. ત્રીજા ઉપવાસની રાત્રે ત્રણ દેવીઓ ચેક્રેશ્વરી, પદ્માવતી અને અંબાજી પ્રગટ થયા અને પ્રસન્ન થઈ વિમળશાહની માંગણી મુજબ આબુ ઉપર જૈન મંદિરનું નિર્માણ કરી શકશો એવું વરદાન આપ્યું. વિમળશાહે હવે પોતાનું બધું ધ્યાન આબુ પર્વત ઉપર જૈન ચૈત્ય બનાવવામાં જ કેન્દ્રિત કર્યું. જેટલી જગ્યા એટલી સોનામહોરો આપી જગ્યા ખરીદી કાર્યના શ્રી ગણેશ થયા. ૭00 શિલ્પીઓ કામે લાગ્યા. પણ એ જગ્યાનો માથાભારેલ માલિક વાલીનાથ ઘણું થયેલું કામ રાત્રે તોડી નાખતો હતો. તે વિમળશાહને જોઈ ગભરાઈ ગયો. કાલાવાલા કરી ભાઈસાહેબ બચાવો, એવી આજીજી કરી માંડમાંડ ત્યાંથી છૂટી નાસી ગયો. સોનાચાંદીથી મઢી મંદિર બનાવવાના વિમળશાહના કોડ હતા. પણ ત્યાંના શ્રેષ્ઠિઓએ આટલા સોનાચાંદી દેખાશે તો લૂંટારાઓની નજરમાં ચઢશે, જેનાથી મંદિરનો નાશ થવાની સંભાવના છે તેમ સમજાવી આરસથી મંદિર બનાવવાનું નક્કી થયું અને દેવાધિદેવ મૂળનાયક ઋષભદેવની ધાતુની પ્રતિમાજી ભરાવ્યાં. અને આચાર્યશ્રી ધર્મઘોષસૂરીશ્વરજીના વરદ હસ્તે પ્રતિષ્ઠા કરાવી. આ પ્રાસાદનું નામ વિમલવસહી રાખ્યું. આ અદ્ભુત મંદિર જોવા આજે પણ ઘણા પુણ્યશાળીઓ આવી ધન્યતા અનુભવે છે.
વિમળશાહ અને શ્રીદેવી બન્ને પતિ-પત્ની બધી રીતે સુખી હતા પણ શ્રીદેવીના મનમાં એક વસવસો હતો. તેઓને કોઈ સંતાન ન હતું. અને આના લીધે શ્રીદેવી ચિંતાતુર રહેતી. આ અંગે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org