SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯ર / [ જૈન પ્રતિભાદર્શન હિમ્મત સાથે સંઘ કાઢ્યો. પ00 યાત્રિકો અને તે પણ એકાસણાદિ છ'રીપાલનના કડક નિયમો સાથે જોડાયા. શંખેશ્વરજીમાં ૩OO યાત્રિકોએ અઠ્ઠમતપ કર્યા હતા. સંઘ ચિરસ્મરણીય અને અનુમોદનીય બન્યો. પાટણમાં ચમત્કાર –વાજતે ગાજતે આ સંઘ જોગીવાડે દર્શન કરવા ગયો. ભેંસ ભડકી ગઈ. સાઈકલમાં પગ ભરાવાથી અટકી ગઈ. ભેંસની નીચે હતો સંઘપતિનો નાનો છોકરો વિકાસ જે રોજ ચાલીને યાત્રા કરતો હતો, છતાં ચમત્કારિક રીતે આબાદ બચી ગયો. કોઈને કાંઈ તકલીફ થઈ નહિ. (૮) ગઢસિવાનાથી જેસલમેર તીર્થનો છ'રીપાલક સંઘ - ૨૦૪૨માં શેઠશ્રી કેસરીમલજી (મૂછાલા) ધનરાજજી ચીપડા (હાલ મદ્રાસ)એ ૨૫ દિવસનો જેસલમેરનો અતિ સુંદર સંઘ કાઢ્યો. તેમાં ૪OO યાત્રિકો અને ૭૦ સાધુ-સાધ્વીજી હતા. અનેક કડવામીઠા જીવનનાં સંભારણાં બની રહે તેવા પ્રસંગો થયા. થર પ્રદેશમાં પ્રવેશ કરતા સેનાની ટ્રકોની પાર વગરની અવરજવર જોવા મળી. છતાં એવું પણ જોયું કે કમાન્ડર ખુદ નીચે ઊતરી તમામ મિલટરી ટ્રકોને રોડથી નીચે ઊતરવાનો આદેશ આપતા હતા, જેથી રોડથી નીચે રહેલ કાંકરાઓથી યાત્રાળુઓને હેરાનગતિ ન થાય. આટલાં લોકો બોર્ડરના પ્રદેશમાં શું કામ જતા હશે? જાસૂસની શંકાથી ત્રણ-ચાર દિવસ સુધી સંઘની તમામ દિનચર્યાને મિલટરીના અફસરોએ ઝીણવટથી નિહાળી. ત્યારબાદ જૈનધર્મનો પરિચય પામી એટલા બધા ખુશ થઈ ગયા કે “જેસલમેર સુધી આપને કોઈ તકલીફ નહીં પડે એની અમે જવાબદારી લઈએ છીએ” એમ કહીને ગયા. જેસલમેર પહોંચ્યા બાદ મહાવીર ભવનમાં દેરાસરની જરૂરત જણાતાં પપશ્રીના ઉપદેશથી તરત આર્થિક સગવડ થઈ જતાં સુંદર દેરાસર તૈયાર કરવામાં આવ્યું છે. (૯) પિંડવાડાથી શ્રી શંખેશ્વર મહાતીર્થનો છ'રીપાલક સંઘ ૨૦૪૨માં સંઘવી શ્રી કુંદનમલ બાબુલાલજી (ઉપનામ સાંઈ)એ વીશ દિવસનો ખૂબ શાસનપ્રભાવનાપૂર્વક પિંડવાડાથી શંખેશ્વર તીર્થનો સંઘ કાઢ્યો. જેમાં પ૦૦ યાત્રિકો હતા. પિંડવાડા દાદા ગુરુદેવશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજની જન્મભૂમિ હોવાથી સંઘપ્રયાણ અવસરે યુવા પ્રવચનકાર મુનિશ્રી રશ્મિરત્ન વિ. મ. (હાલ પંન્યાલજી)ની શુભ નિશ્રામાં અપૂર્વ ઉલ્લાસ હતો. બીજા મુકામ સિરોહીથી પૂજ્ય આચાર્યભગવંત શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ની શુભ નિશ્રામાં સંઘ આગળ ચાલ્યો અને અપૂર્વ શાસનપ્રભાવના પ્રગટાવવા સાથે પૂર્ણ થયો. વચ્ચે રાનીવાડામાં ૧બેનની દીક્ષા થઈ. સા.શ્રી ઉજ્જવલરેખાશ્રીજી નામ પડ્યું. સંઘપતિશ્રી કુંદનમલજીને શંખેશ્વર પાર્શ્વનાથ ઉપર અપાર શ્રદ્ધા. ૨૦૨૨ના કારતક સુદ ૧પના શંખેશ્વર ગયા. ૧૫૦ થી વધુ પુનમ અખંડ રીતે કરવાની ચાલુ હતી. એ જ દિવસે શંખેશ્વરમાં જ પ્રભુનું ધ્યાન ધરતાં સ્વર્ગવાસી બન્યા. (૧૦) સાંચોરથી સિદ્ધગિરિ તીર્થનો છ'રીપાલક સંઘ ૨૦૪૨માં આચાર્યદેવશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ. સા. અને આચાર્યદેવ શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. આદિ ઠાણાની શુભ નિશ્રામાં સંઘવી શ્રી ચંદાજી અમીચંદજી કટારિયા પરિવારે સાંચોરથી સિદ્ધગિરિનો અદૂભૂત સંઘ કાઢ્યો. પૂ. આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. આદિ ઠાણા ચાણસ્માથી ભેગા થયેલા. કુલ ૭૧૦ યાત્રિક હતા. ૪૫૦ સંઘપૂજનો થયેલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy