SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૫૯૧ (૩) પાડીવથી શ્રી શત્રુંજય મહાતીર્થનો છ'રીપાલક સંઘ વિ. સં. ૨૦૩૫માં પ. પૂ. તપસ્વીસમ્રાટ આ. શ્રી રાજતિલકસૂરીશ્વરજી મ. સા., પ. પૂ. શાસનપ્રભાવક મુનિપ્રવર શ્રી ગુણરત્ન વિ. મ. (હાલ આચાર્યશ્રી) તથા પ. પૂ. મુનિરાજ કુલચંદ્ર વિ. મ. આદિ ઠાણાની શુભ નિશ્રામાં પાડીવથી પ્રથમવાર પાલિતાણા મહાતીર્થનો ૪૮ દિવસનો છ'રીપાલક સંઘ સંઘપતિશ્રી નવલમલ પાનાચંદજીએ કાઢ્યો. આ સંઘમાં પ00 યાત્રિકો હતા. તેમાં છેલ્લા ૭૫ યાત્રિકોએ ચઉવિહાર છઠ્ઠ કરીને સાત યાત્રા કરી હતી. ત્યારબાદ એમના સુપુત્ર શ્રી પ્રતાપચંદજી (ભગત) દીક્ષા લઈ મુનિશ્રી પ્રશાંતરુચિ વિ. મ. (મુનિશ્રી હિતરુચિ વિ. મ.ના શિષ્ય) બન્યા. સમાધિપૂર્વક પાલનપુરમાં ૩-૪ મહિનાના સંયમપર્યાયમાં સ્વર્ગવાસી બન્યા. (૪) બિસનગઢ (રાજ.)થી આબુ-અચલગઢતીર્થનો છરીપાલક સંઘ વિ. સં. ૨૦૩૬ની સાલમાં જાલોર જિલ્લાના નાનકડા ગામ બિસનગઢથી સંઘ ચાલ્યો. સંઘવી શ્રી પુખરાજજી ચંપાલાલજીની ઉદારતા ગજબનાક હતી. રસોડા કે કોઈપણ વ્યવસ્થા બાબતમાં પોતે અલિપ્ત બધું જ કાર્યકર્તાઓને ખુલ્લા દિલથી સોંપી દીધું. સંઘપતિશ્રી દરરોજ વિહાર કરે, એકાસણું કરે, પૂજ્ય ગુરુભગવંતો પાસે જ હાજર રહે. આ સંઘની વિશેષતા એ હતી કે આ સંઘમાં ફલોદીના તપસ્વી શ્રાવક શ્રી ગુમાનમલજી (૪00 અઠ્ઠાઈના તપસ્વી)એ લાંબા લાંબા વિહારોમાં અઢાઈ કરી. (આ અને હવે પછીના દરેક યાત્રા સંઘો પૂ. મુનિશ્રી ગુણરત્નવિજયજી (હાલ આચાર્યશ્રી) મ.ની નિશ્રામાં નીકળેલ છે.) (૫) શિવગંજ-તખતગઢથી શત્રુંજય મહાતીર્થનો છ'રીપાલક સંઘ ૨૦૩૮માં શિવગંજ-તખતગઢથી સંઘવી શ્રી વછરાજજી મેઘાજી (કપરાડા-શિવગંજના, હાલ-મદ્રાસ) અને સંઘવી શ્રી સાકલચંદજી દાનાજીએ શત્રુંજયનો ૪૭ દિવસનો ૧OOO યાત્રિકોનો વિશાલ સંઘ કાઢ્યો સંઘવીની ઉદારતા ઉલ્લેખનીય હતી. મીઠાઈ પર સોનાનો વરખ લગાડીને સાધર્મિકોની ભક્તિ કરું એવી ભાવના સંઘપતિની હતી. એક'દી ખીચડી તૈયાર થઈ રહી હતી. સંઘવી વચ્છરાજજી મેવાનો ડબ્બો લઈને ગયા અને રસોઈયો ના-ના કહેતો રહ્યો અને સંઘજીએ ખીચડીમાં મેવોનો ડબ્બો ઊંધો કરી કહ્યું : “મારા સાધર્મિકોના પેટમાં જ જશે ને? પછી ના કેમ કહે છે?” સંઘ પૂરો થયો પરંતુ સંઘપતિ કહે છે, ગુરુદેવ! મેં કાંઈ જ ખર્ચો કર્યો નથી!” (ઉત્કૃષ્ટ ભાવથી બંધાયેલ પુણ્ય તરત ઉદયમાં આવે છે. સંઘમાં પાણીની જેમ પૈસા વાપર્યા અને બીજી બાજુ સમાચાર મળ્યા કે એથી વધુ પાછા આવી ગયા...આ છે પુણ્યનો ચમત્કાર!) તીર્થમાળાના દિવસે પાલીતાણા ગામનું સ્વામિવાત્સલ્ય થયું. (૬) ખિવાંદીથી શત્રુંજય મહાતીર્થનો છ'રીપાલક સંઘ વિ. સં. ૨૦૪૦માં શેઠશ્રી ઉમેદમલ કપૂરચંદજીએ ખિવાંદીથી શત્રુંજય ગિરિવરનો સંઘ કાઢ્યો. ૪૫ દિવસના આ સંઘમાં ૧૫૦ યાત્રિકો હતા. (૭) મેડા-કૃષ્ણગંજથી શંખેશ્વર મહાતીર્થનો છ'રીપાલક સંઘ ૨૦૪૨માં મેડાના શ્રેષ્ઠિવર્ય શ્રી એલ. શંકરલાલ પરિવાર (હાલ સોલાપુર)એ મેડાગામથી પ્રથમવાર છ” રીપાલક સંઘ કાઢ્યો. “ચાલતાં સંઘમાં કોઈ ન આવે” એવા ગામ અને સંબંધીઓના સૂરો હોવા છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy