SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] ( ૩૬૩ મેવાડના જૈન રાજા ભર્તૃભટ : મેવાડના રાજા ખુમાણ (પહેલા)ના પૌત્ર ભર્તૃભટ (પહેલા)એ ભટેવરમાં કિલ્લો કરાવી તે કિલ્લામાં ગુહિલવિહાર બંધાવી, તેમાં ભ. આદીશ્વરની પ્રતિમાની પ્રતિષ્ઠા આ. વડેશ્વર (બૂઢાગણી)ના હાથે કરાવી હતી. મેવાડ માટે એમ કહેવાય છે કે, “મેવાડમાં નવો કિલ્લો બને તો તેમાં ભ. આદીશ્વરનું દેરાસર પણ બનાવાય છે. આ પરંપરા મેવાડનું રાજ્ય સ્થપાયું ત્યારથી શરૂ થઈ હોય તેમ લાગે છે. પ્રતાપી વનરાજ ચાવડા અને જેને પદાધિકારીઓ :– પંચાસરનો રાજા જયશિખરી યુદ્ધમાં મૃત્યુ પામ્યો ત્યારે તેની રાણી રૂપસુંદરી ગર્ભવતી હતી. તે પોતાના ભાઈ સુરપાળ સાથે નાસીને વનમાં આવી. ત્યાં એક બાળકને--વનરાજને જન્મ આપ્યો. એકવાર આ. શીલગુણસૂરિ તે રસ્તે થઈને જતાં, તેમણે ઝાડની ડાળીએ લટકતી ઝોળીમાં બાળ વનરાજને જોયો. તેના લક્ષણોથી જાણ્યું કે, “આ બાળક ભાવિમાં પ્રતાપી પુરુષ થશે.' સૂરિજીએ રાણી રૂપસુંદરીની વીતક કથા સાંભળી તેના રક્ષણ માટે આશ્વાસન આપ્યું. પછી બંનેને પંચાસરના ઉપાશ્રયે લાવી, તેના રક્ષણની જવાબદારી શ્રાવકોને સોંપી. બાળ વનરાજ મોટો થતાં તેના મામા સુરપાળની સાથે તેની ટોળીમાં રહેવા લાગ્યો. ત્યાં યુદ્ધકળા વગેરેમાં નિપુણ બની મહા પરાક્રમી બન્યો અને પિતાનું પંચાસર રાજ્ય પાછું મેળવ્યું તેમ જ ગુજરાતના રાજ્યનો પાયો નાખ્યો. વિ. સં. ૮૦૨માં અક્ષયતૃતીયાના દિવસે અણહિલપુર પાટણની તેણે સ્થાપના કરી અને એ દિવસે જ જિનમંદિરનો પાયો નાખ્યો. મંદિર તૈયાર થતાં પંચાસરથી ભ. પાર્શ્વનાથની પ્રતિમા લાવી પ્રતિષ્ઠા કરાવી. આ પંચાસરા પાર્શ્વનાથ મંદિરનું બીજું નામ “વનરાજ વિહાર' પણ છે. ગુજરાતની રાજધાની પાટણ બનતાં વનરાજે રાજતિલક કરવાનું માન પોતે માનેલી બહેન શ્રીદેવીને આપ્યું, જે કાકર ગામના શેઠની બહેન હતી. વનરાજ ચાવડાએ ગુજરાતના મહાન સામ્રાજયની સ્થાપના કરી, તેમાં તેને પ્રાપ્ત આ. શીલગુણસૂરિ અને તેમના પટ્ટધર આ. દેવચંદ્રસૂરિની કૃપા, વાત્સલ્ય અને શિક્ષાદાન મુખ્ય હતાં ને બુદ્ધિશાળી જૈનોની પૂરી મદદ હતી. રાજ્યના અધિકારીઓ મોટા ભાગના જૈન જ હતા. મહાકવિ નાનાલાલ જણાવે છે કે, “પંચાસરનું રાજય વનરાજના હાથમાં હતું, તેને આ. શીલગુણસૂરિનો આશ્રય મુખ્ય હતો. જો તેમ ન થયું હોત તો પાટણ તથા સોલંકી રાજય હોત જ નહીં, એટલું જ નહીં, પાટણ જે ગુજરાતના પાટનગર તરીકે સાત સૈકા સુધી રહ્યું તે જૈનોને જ આભારી છે. કેમ કે પાટણમાં રહી જૈનોએ શું કર્યું તે માટે સાત સૈકાના ઇતિહાસમાંથી ઘણું મળે છે.” (‘વંથલી જૈન પરિષદ'માં આપેલ પ્રવચન. તા. ૨૭-૬-૧૯૨૫ના “જૈન” પત્રમાંથી સાભાર ઉધૃત.) રાજા વનરાજના મંત્રીઓમાં શ્રીમાળી ચાંપો, શ્રીમાળી જાંબ, નીના પોરવાડ અને મોઢજ્ઞાતિય આશક વગેરે જૈનધર્મી હતા. મંત્રી ચાંપાએ ચાંપાનેર વસાવ્યું. શ્રીમાળી જઇને તેના પરાક્રમથી ખુશ થઈ વનરાજે પોતાના વચન પ્રમાણે મંત્રી બનાવ્યો. તેના વંશજ સર્જન અને જગદેવ દંડનાયકો હતા. જગદેવનો પુત્ર અભયકુમાર મંત્રી હતો. તેના પુત્ર વસંતરાજે “નંદીશ્વર તીર્થ'નો પટ્ટ ભરાવી સં. ૧૨૫૬માં ગિરનાર તીર્થે આ. દેવેન્દ્રસૂરિના હસ્તે પ્રતિષ્ઠા કરાવી હતી. નીના પોરવાડના પૂર્વજો ભિન્નમાલ છોડી ગાંભુમાં આવી વસ્યા. ત્યાંથી નીના શેઠ રાજા વનરાજના આમંત્રણથી પાટણ આવી વસ્યો. તેણે પોતાના વિદ્યાધરગચ્છ માટે અહીં ભ. ઋષભદેવનું મોટું મંદિર બંધાવ્યું. વનરાજે તેને દંડનાયક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy