SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ર ] || જૈન પ્રતિભાદર્શન બનાવી ઉત્તર ભારતમાં પણ પોતાનું રાજ્ય વિસ્તાર્યું હતું. રાજા જૈનધર્મનો પરમ ઉપાસક તેમ જ મહા દાનેશ્વરી હતો. તેની રાણીઓ પણ પરમ જિનોપાસક હતી. એક વખત આ. કાલકસૂરિ (બીજા) વિહાર કરતાં કરતાં આંધ્રપ્રદેશની રાજધાની પ્રતિષ્ઠાનપુર પધાર્યા અને રાજા સાતવાહનની વિનંતીથી ત્યાં ચોમાસુ રહ્યા. પર્યુષણાપર્વના દિવસો નજીક આવ્યા. ભાદરવા સુદ પાંચમે સંવત્સરી મહાપર્વ ઉજવવાનું હતું. (ત્યારે પાંચમે સંવત્સરી થતી.) પરંતુ તે વખતે એ પ્રદેશમાં ભા. સુદ પાંચમના દિવસે લૌકિક ઇન્દ્રપર્વ આવતું હોય અને તે પર્વોત્સવમાં રાજા--પ્રજા એકસરખી રીતે ભાગ લેતા હોય રાજા સાતવાહને આચાર્યશ્રીને વિનંતી કરી કે, ભાદરવા સુદ પાંચમના લૌકિક પર્વ-મહોત્સવ હોવાથી મારે ત્યાં જવું પડશે, તો આપ સંવત્સરી મહાપર્વ ભા. સુદ ૫ ને બદલે ભા. સુદ ૬ ને દિવસે કરો, જેથી હું તેની બરાબર આરાધના કરી શકું. ત્યારે આચાર્યશ્રીએ જણાવ્યું કે, તે દિવસનું ઉલ્લંઘન કરાય નહીં. આથી રાજાએ ફરી વિનંતી કરી કે, તો અણાગત ચોથે સંવત્સરી પર્વ કરો. ઉત્તરમાં આચાર્યશ્રીએ કહ્યું : “ભલે તેમ કરીશું.” એટલે આચાર્યમહારાજ, રાજા અને ચતુર્વિધ શ્રીસંઘે તે વર્ષે ભાદરવા સુદ ચોથને દિવસે સંવત્સરી પર્વની આરાધના કરી. બીજા વર્ષથી સમસ્ત સંઘે ઠરાવ્યું કે હવેથી દર વર્ષે ભા. સુદ પાંચમને આગલે દિવસે ભા. સુદ ચોથના દિવસે સંવત્સરી મહાપર્વ ઉજવવું. બસ, ત્યારથી લગભગ ૧૧૦૦ વર્ષ સુધી હિંદના સમસ્ત સંઘે અવિભક્તપણે ભા. સુદ ચોથને દિવસે સંવત્સરી પર્વ ઉજવ્યું છે, અને આજે પણ એ જ અહંતર ચોથે સંવત્સરી પર્વ ઉજવાય છે. જૈનધર્મી રાજા વેણી વચ્છરાજ : ગુડશસ્ત્રપુરમાં જૈન સંઘ ઉપરના ઉપદ્રવને દૂર કરનાર આર્ય ખટાચાર્યના પ્રભાવ અને પ્રતિબોધથી ત્યાંનો રાજા વેણી વચ્છરાજ જૈનધર્મી બન્યો હતો, અને તેણે પૂર્વે બનાવેલ તારામંદિરના સ્થાને સિદ્ધાયિકામંદિર તેમ જ સિદ્ધશિલા, કોટીશિલા વગેરે દેરાસરો કરાવ્યાં હતાં. લગભગ ૧૨00 વર્ષ બાદ એ જ તારંગાતીર્થે ગૂર્જરેશ્વર કુમારપાલે યશોદેવના પુત્ર દંડાધિપ અભયકુમાર પાસે ૩ર માળનું ઉત્તેગ જિનપ્રાસાદ તૈયાર કરાવી, તેમાં ભ. અજિતનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. વર્તમાનમાં આ સૌથી ઊંચુ જિનપ્રાસાદ લેખાય છે. ભક્તિપરાયણ શેઠ લલ્લિગ : લલ્લિગ નામનો એક વણિક નિર્ધનતાથી કંટાળી દીક્ષા લેવા આ. હરિભદ્રસૂરિ પાસે ગયો. સૂરિજીએ તેને દીક્ષા આપવાનું ઉચિત ન લાગતાં ઉપદેશ આપી જૈનધર્મમાં સ્થિર બનાવ્યો. ત્યારબાદ લલ્લિગે વ્યાપાર ખેડતા તે ખૂબ ધન કમાયો અને શેઠ બની ગયો. આચાર્યશ્રીના ઉપકારને યાદ કરી તેણે એક રત્ન લાવી ઉપાશ્રયમાં મુકાવ્યું. આ રત્ન દીવાની જેમ પ્રકાશ આપતું હતું. તે પ્રકાશમાં રાત્રે પણ આચાર્યશ્રી ગ્રંથ લખી લેતા હતા. લલ્લિગ શેઠ આચાર્યશ્રીના ગોચરીના સમયે શંખ વગાડી વાચકોને એકઠા કરી, તેને ભોજન કરાવતો હતો. આ યાચકો પણ આચાર્યશ્રીને નમસ્કાર કરી “ભવવિરહ થાઓ' નો આશીર્વાદ લઈ ભવવિરહ સૂરિ ઘણું જીવો' એમ બોલી ચાલ્યા જતા. લલ્લિગ શેઠે આચાર્યશ્રીએ લખેલા ૧૪૪૦ ગ્રંથોની નકલો કરાવી સાધુઓને વહોરાવી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy