SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૬૧ નગરવાસીઓમાં શોકની ઘેરી છાયા ફરી વળી. સૂરિજીએ આ શોકનિવારણ માટે ચતુર્વિધ સંઘ સમક્ષ વ્યાખ્યાનમાં ‘કલ્પસૂત્ર’નું પ્રથમ વાંચન કર્યું. રાજા પણ શોક મૂકી સકુટુંબ ‘કલ્પસૂત્ર' સાંભળવા આવ્યો હતો. આમ, ત્યારથી કલ્પસૂત્રનું વાંચન પરંપરારૂપે અઘાધિ અપાતું આવ્યું છે. આ વંશમાં આદ્ય શિલાદિત્ય ઉપરાંત શિલાદિત્ય નામના જ બીજા સાત રાજાઓ થયા છે. તેમાં વિદ્વપોષક જૈનધર્મી રાજા શિલાદિત્ય (પહેલા)ના રાજ્યકાળમાં આ જિનભદ્રગણીએ (કે આજ જિનદાસગણીએ) વિ. સં. ૬૬૬માં વલભીમાં ‘વિશેષાવશ્યક-ભાષ્ય’ રચ્યું, જે જૈન સાહિત્યમાં મુકુટમણિ સમાન લેખાય છે. આ જ વલભીવંશના અન્ય રાજાઓમાં દ્રોણસિંહ, ધરસેન (ચોથો), વીરસેન, ધ્રુવસેન (ત્રીજો), શિલાદિત્ય (બીજાથી સાતમો) વગેરે પણ જૈનધર્મી હતા. કેટલાક રાજાઓ બૌદ્ધધર્મી હતા; પરંતુ મોટાભાગના જૈનધર્મી હતા. આ જૈનધર્મી રાજાઓને કારણે તેમ જ સમર્થ આચાર્યોના આવાગમન અને પ્રભાવને કારણે અહીં સમયે સમયે જૈનધર્મના પ્રભાવક કાર્યો સુસમ્પન્ન બનતાં જ રહ્યાં. તેમાં વલભીની વિ. સં. ૪૨૧થી ૪૩૦ સુધીમાં ચોથી (માથુરીવાચનાની સમકાલીન) આગમવાચના અને વિ. સં. ૫૭૦માં પાંચમી આગમવાચનાથી વલભી વિદ્યાતીર્થ તેમ જ આગમતીર્થરૂપે ખ્યાતિ પામ્યું છે. આજે આપણને જે આગમો લભ્ય છે તે આ આગમવાચનાનું જ સુપરિણામ છે. રાજા શંકરગણ અને કુલ્પાકજી તીર્થની સ્થાપના :~~~ દક્ષિણ ભારતમાં કલ્યાણીનો રાજા શંકરગણ જૈનધર્મી હતો. આ રાજાએ મહામારીના ઉપદ્રવને શાંત કરવા માટે ચક્રવર્તી ભરતરાજાએ અંજનશલાકા કરેલ શ્રી માણેકસ્વામી--આદિનાથ ભગવાનની પ્રતિમા મેળવીને તેની કર્ણાટકના કુલ્યાકનગરમાં સ્થાપના કરી. તેના અભિષેકનું જળ છાંટવાથી મહામારીનો ઉપદ્રવ દૂર થયો હતો. રાજા શંકરગણે તેની પૂજા માટે (નિભાવ માટે) ૧૨ ગામ આપ્યાં હતાં. આ તીર્થની સ્થાપના વિ. સં. ૬૪૦ લગભગમાં થઈ છે. ત્યારબાદ અનેક ચડતી-પડતી આવી આક્રમણો આવ્યા, પણ આ તીર્થને આંચ આવી નથી. આ તીર્થના સં. ૧૪૮૩, ૧૬૬૫, ૧૭૬૭ અને સં. ૧૯૬૬માં જીર્ણોદ્ધાર થયા છે. આજે પણ આ તીર્થ પ્રભાવકતીર્થ તરીકે વિખ્યાત છે. પૂર્વેના જૈનોથી પ્રાપ્ત બનેલ પ્રાચીન તીર્થોનો વારસો :~ આપણને પ્રાચીન તીર્થો--જિનમંદિરોનો જે ભવ્ય વારસો મળ્યો છે તે પૂર્વેના જૈનોએ તે તે સ્થાનોમાં વખતોવખત કરાવેલા જીર્ણોદ્ધાર અને નવાં નવાં જિનમંદિરોનાં નિર્માણપૂર્વક કરેલાં વિસ્તારનું એક પ્રબળ કારણ છે. આવું જ એક સ્થાન નાગહ્રદ તીર્થ છે. અહીં મહારાજા સમ્મતિએ મંદિર બનાવી ભ. પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. ત્યારબાદ મેવાડના રાજા ખુમાણરાજ અને તેના વંશજો આ. નરસિંહસૂરિના ઉપદેશથી જૈનધર્મી બનતા, એ સમયથી આ સ્થાન વિશેષ ખ્યાતિ પામ્યું. અહીં જૈનો ઉપરાંત જૈનેતરો પણ ભક્તિ-શ્રદ્ધાપૂર્વક યાત્રાએ આવવા લાગ્યા. માંડવગઢના મંત્રી પેથડ શાહે પણ અહીં ભ. નેમનાથનું જિનાલય બંધાવ્યું હતું. ત્યારબાદ નવલખા સારંગશાહે સં. ૧૪૯૪માં મંદિર બનાવ્યું, જેમાં ભ. શાંતિનાથની ૯ ફૂટ ઊભી અલૌકિક પ્રતિમા બિરાજમાન છે, તેનું બીજું પ્રસિદ્ધ નામ અદબદજી છે. પરમ ધર્મોપાસક રાજા શાલિવાહન (સાતવાહન) :— આંધ્રપતિ શાલિવાહન (સાતવાહન) સમર્થ રાજા હતો. તેણે દક્ષિણમાં પોતાની સત્તાને મજબૂત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy