SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ ] [ જૈન પ્રતિભાદર્શન બનાવ્યો. જેમ મંત્રી કલ્પકે નંદ રાજ્યને મંત્રીવંશ આપ્યો હતો તેમ આ નીના પોરવાડે ગુજરાતને મંત્રીવંશ આપ્યો છે. તેનો વંશજ લહિર (લહર) ચાવડાવંશના છેલ્લા રાજાઓ સુધી અને સોલંકી મૂળરાજના સમયમાં દંડનાયક રહ્યો છે. તેના વંશજો વીર અને નેઢ સોલંકી રાયકાળમાં પાટણના દંડનાયકો બન્યા છે. વીરનો બીજા પુત્ર વિમલ રાજા ભીમદેવ સોલંકીના સમયે દંડનાયક અને મંત્રી બન્યો છે. આ જ રીતે સોલંકી શાસનમાં નેઢની વંશપરંપરામાં મંત્રી ધવલ, મહામાત્ય લાલિગ, મંત્રી મહિન્દુ, મહામંત્રી આનંદ, મહામંત્રી પૃથ્વીરાજ, દંડનાયક નાગાર્જુન અને મહામાત્ય ધનપાલ થયા છે. નીના પોરવાડના આ વંશજોમાં મંત્રી વિમલે આબુ-દેલવાડામાં પ્રસિદ્ધ એવું વિમલવસહી’ જિનમંદિર બંધાવ્યું છે. (તનો પરિચય વિગતે અન્યત્ર આપેલ છે.) જ્યારે મહામંત્રી પૃથ્વીપાલે સં. ૧૨૦૬માં પદયાત્રા સંઘ સાથે આબુ તીર્થ આવી ‘વિમલવસહી'નો જીર્ણોદ્ધાર કર્યો છે. તેના પુત્ર ધનપાલે ચોવીશ જિનપ્રતિમાઓ ભરાવી વિમલવસહી'માં આ. સિંહસૂરિના હસ્તે તેની અંજનશલાકા--પ્રતિષ્ઠા કરાવી છે. આ જ ધનપાલની વિનંતીથી નાગેન્દ્રગચ્છના આ. હરિભદ્રસૂરિએ સં. ૧૨૫૦માં “ચંદ્રપ્રભ ચરિત્ર' વગેરેની રચના કરી છે. દેવ-ગુરુ-ધર્મપ્રેમી કનોજનો રાજા આમ – કનોજનો રાજકુમાર આમ એક દિવસ પિતા યશોવર્મથી રીસાઈને મોઢેરા ચાલ્યો ગયો. ત્યાં તેને મોઢગચ્છના આચાર્ય સિદ્ધસેનસૂરિના શિષ્ય બાલમુનિ બપ્પભટ્ટિ સાથે નિકટનો સંસર્ગ થતાં ગાઢ સ્નેહ બંધાયો, જે આગળ જતાં તેના માટે પ્રેરણારૂપ અને કલ્યાણકારી બન્યો. રાજકુમાર આમ કેટલાંક સમય બાદ કનોજ પાછો આવ્યો અને પિતાના અવસાન બાદ રાજા બન્યો. કનોજની ગાદીએ આવતાં જ તેણે મુનિશ્રી બપ્પભટ્ટિને નિમંત્રિત કરી કનોજ બોલાવી લીધા. તેની સાગ્રહ વિનંતીથી આ. સિદ્ધસેનસૂરિએ ૧૧ વર્ષના મુનિશ્રી બપ્પભટ્ટિને સં. ૮૧૧માં આચાર્યપદે વિભૂષિત કર્યા. આમ રાજા તેના પૂર્વજોની જેમ શૈવધર્મી હતો, છતાં આ. બપ્પભટ્ટસૂરિના સમાગમ તથા ઉપદેશથી તે જૈનધર્મનો અનુરાગી બન્યો હતો. તેણે કનોજમાં ૧૦૧ હાથ ઊંચો આમવિહાર બનાવી તેમાં વિ. સં. ૮૨૬ લગભગમાં ૯ રતલ પ્રમાણ સોનાની ભ. મહાવીરસ્વામીની પ્રતિમાની તેમજ ગ્વાલિયરના કિલ્લામાં ડેલી–કિલ્લાવાળું ૨૩ હાથનું જિનાલય બંધાવી તેમાં ભ. મહાવીરસ્વામીની લેપ્યમય પ્રતિમાની આ. બપ્પભટ્ટસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. આમ રાજાએ તીર્થયાત્રાનો સંઘ પણ કાઢ્યો હતો. આ સંઘમાં સૂરિવર સાથે જ હતા, જેનું ખાસ એક કારણ--તાત્પર્ય હતું. આ અરસામાં દિગમ્બર જૂનાગઢના રા'ખેંગારને પોતાનો કરી ગિરનાર તીર્થનો કબજો જમાવી બેઠા હતા. એવામાં ગોંડલના ધારશી શાહ સંઘ કાઢીને ગિરનાર આવતાં, રા'ખેંગારે યાત્રા કરવા રોક્યો. પરિણામે યુદ્ધ થયું અને ધારશી શાહના ૭ પુત્રો અને ૭00 સુભટો માર્યા ગયા. ધારશી શાહે ગ્વાલિયર જઈને આ. બપ્પભટ્ટસૂરિના વ્યાખ્યાનમાં ઘા નાખી. આ આચાર્યશ્રીએ પ્રસંગોપાત ગિરનાર તીર્થનું માહાભ્ય વર્ણવ્યું અને આમરાજાએ ગિરનાર તેમજ શત્રુંજય વગેરેની યાત્રા કરવાનો નિર્ણય કરી આવે બપ્પભટ્ટસૂરિના સાંનિધ્યમાં સંઘ કાઢ્યો. સંઘ શત્રુંજય તીર્થની યાત્રા કરી ગિરનાર પહોંચ્યો. ત્યાં દિગમ્બર તરફના ૧૧ રાજાઓ મોટા સૈન્ય સાથે તલાટીમાં આવી પડ્યા હતા. ઘણા દિગમ્બર આચાર્યો અને શ્રાવકો પણ તેની સાથે હતા. તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy