________________
અભિવાદન ગ્રંથ ]
T ૪૩૫
જિનાલયોના જીર્ણોદ્ધાર અને નિમણમાં વિશિષ્ઠ યોગદાન [મંદિરોની પ્રતિષ્ઠાઓ, જીર્ણોદ્ધારના પાવક પ્રસંગો
અને સોનેરી સંસ્મરણો]
સંકલનકાર : પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મહારાજ
મરુધર દેશમાં આવેલ જાલોર જિલ્લામાં માલવાડા ગામ જે નગરમાં આજ સુધીમાં ચાલીશચી વઘારે દીક્ષાઓ થઈ છે. આ પવિત્રભૂમિ માલવાડાના વતની પ.પૂ.આ.શ્રી રત્નશેખરસૂરિજી મહારાજના શિષ્યરત્ન પૂ. આ શ્રી રત્નાકરસૂરિજી મહારાજના શિષ્ય પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મહારાજશ્રીને જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરવામાં અને શ્રુતસાહિત્યના પ્રચાર-પ્રસારમાં ભારે રસ લાગ્યો છે-- માલવાડાના વતની, સંસારી નામ ધનપાલભાઈ, સંસારી પિતા ઉત્તમચંદજી અને સંસારી માતા રંગુબહેન, સં. ૨૦૩૭ના મહા શુદ ૬ના દીક્ષા લીધી. સંસ્કૃત-પ્રાકૃત હસ્તપ્રતોની જાળવણી તેમજ અવનવા પ્રકાશનો પ્રગટ કરવાની તેમની દિલચસ્પી! ખરેખર દાદ માંગી લે છે. તેમના પ્રકાશનોમાં રત્નસંચય ભાગ૧-૨ તથા સાગરમાં મીઠી વીરડી (પ્રાચીન સજઝાય), પાર્શ્વનાથ ચરિત્ર (ગદ્યમાં) અને વિવિધ તીર્થકલ્પનું ગુજરાતી) ભાષાંતર ભારે લોકાદર પામ્યાં છે. નવું નવું સંશોધન-સંપાદનનું તેમનું કાર્ય ચાલુ જ છે. ધર્મકાર્યોમાં શ્રાવકોનું યોગદાન ઉપરE સુંદર માહિતી સંકલન કરીને આપણી સમક્ષ રજૂ કરી છે. આ ગ્રંચયોજનામાં પૂજ્યશ્રીનો સારો એવો સહયોગ મળ્યો છે.
– સંપાદક
* પાટણમાં કુબેરદત્ત નામે દરિયાઈ વ્યાપારી હતો, તેના ઘરે રત્નજડિત જિનાલય હતું. જેનું
ભોંયતળિયું રત્નોથી જડેલું હતું અને ચંદ્રકાન્ત મણિની જિનપ્રતિમા હતી. * એક સમયે ચંદ્રાવતી નગરીના ૩૬૦ કરોડપતિઓ વારાફરતી આબુજી ઉપર જિનાલયોમાં ઠાઠમાઠથી
પૂજા ભણાવતા. વંથલીના નગરશેઠ ભીમા સાથરીયાએ ગિરનાર પર શ્રી નેમિનાથ ભગવાનને મહા કિંમતી ઝવેરાતનો હાર પહેરાવેલો અને ગિરનારના જીર્ણોદ્ધાર માટે ૭૨ લાખ દ્રવ્ય આપવાનું વચન આપેલ.
==
=
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org