SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ ] [ જૈન પ્રતિભાદર્શન * આચાર્ય ધર્મઘોષસૂરિજીનો ઉપદેશ સાંભળી હરિફેણ ચક્રીએ પોતાના ધનભંડારમાંથી દરેક ગામે જિનાલયો બંધાવા આજ્ઞા કરી, ઠાઠથી પ્રતિષ્ઠા કરાવી અને અંતે તેઓ રાજ્ય છોડી, સંયમ લઈ, કેવળી બની મોક્ષે ગયેલ. મહાપા નામના નવમા ચક્રવર્તીએ ભરતક્ષેત્રમાં કરોડો જિનાલયો બનાવેલાં તથા ૩૨OOO રાજાઓને જૈન બનાવ્યા. મહારાણા સર ફતેસિંહરાવે શ્રી કેસરિયાજી તીર્થના પ્રતિમાજી માટે સવાલાખની આંગી અર્પણ કરેલ. * પદ્મ નામના ચક્રવર્તી પોતાની માતાની ઇચ્છા પૂર્ણ કરવા દરરોજ એક જિનાલયનું નિર્માણ કરતા. * પાટણના સિધાવા નામના શરાફે સં. ૧૪૨૮માં આઠ જૈનમંદિરો બંધાવેલાં. થરાદના આભૂ સંઘવીએ ૧૫૧૦ નવી પ્રતિમાઓ ભરાવેલ તથા સાડાત્રણ કરોડ સોનારૂપાના ફૂલો વડે શત્રુંજય તીર્થને વધાવેલ. સંઘવી દયાલશાહે ૧ કરોડ રૂપિયા ખર્ચીને નવમાળનું જિનાલય બનાવેલ જે હાલ દયાલશા કિલ્લા નામે પ્રસિદ્ધ છે. દોશી રત્નાશાહે ચિત્તોડના કિલ્લામાં ભવ્ય જિનાલય બનાવેલ. હેમચન્દ્રસૂરિજીના ઉપદેશથી મંત્રી આંબડે ઉદાવસતિમાં ૨૪ દેરીઓ બંધાવી અને ઉદયનવિહાર નામ આપ્યું. ધોળકાના શેઠ ધવળના પુત્ર તથા શેઠ વૈરસિંહે તે જિનાલય ઉપર સોનાના કળશો ચડાવેલ. મંત્રી આંબડે ભરૂચના શકુનિકાવિહારમાં બે કરોડ દ્રવ્ય ખર્ચો જીર્ણોદ્ધાર કરાવેલ. આભડ વસાહે ત્રણ લાખ સોનામહોર સુધીનું પરિગ્રહ પરિમાણવ્રત લીધેલ. દ્રવ્ય વધી જતાં ૨૪ ભગવાનનાં ૨૪ જિનાલયો અને ૮૪ પૌષધશાળા બંધાવેલ તથા સાતેય ક્ષેત્રમાં ૯૦ લાખ સોનામહોર વાપરેલ. શ્રેણિક મહારાજા દરરોજ મહાવીપ્રભુ જે દિશામાં વિચરે તે દિશામાં સાત આઠ ડગલાં આગળ જઈ ૧૦૮ સોનાના જવથી સ્વસ્તિક કરતા. જ્યારે આબુ ઉપર જિનાલયો બંધાતાં તે વખતે કારીગરો ધીરે ધીરે કામ કરતા ત્યારે અનુપમાદેવીએ કહ્યું કે આરસ ઘડતા જેટલો ભૂકો પડશે તેની ભારોભાર સોનું આપવામાં આવશે. કુંડકોલી નગરના સોમદેવ રાજાએ પ00 સોનાનાં અને ૧૭00 લાકડાનાં જિનાલય બંધાવેલાં અને કરોડો મનુષ્યો સાથે શત્રુંજય ઉપર આદીનાથની સ્તુતિ કરેલ. બાહડ મંત્રીએ ૬૩ લાખ સોનામહોર ખર્ચીને ગિરનારજી તીર્થના પગથિયાં બંધાવી રસ્તો સુગમ બનાવ્યો અને શત્રુંજયના જિનાલયો માટે ૨૪ ગામ અને ૨૪ બગીચા ભેટ આપેલાં. રાજીયા વાજીયા શેઠ ગંધારથી ખંભાત આવીને વસ્યા. વ્યાપારમાં ધનસંપન્ન થવાથી ખંભાતમાં ૧૨ થાંભલાવાળુ, છ દરવાજાવાળુ ભવ્ય જિનાલય બનાવ્યું. આ શેઠે ખંભાતમાં આવીને એક જ વર્ષમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy