SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 [ ૨ ૨૭ સાધનાની પગદંડી % [બોધદાયી કથાઓ –શ્રી જશુભાઈ જે. શાહ તીર્થકર ભગવંતોએ પ્રરૂપેલ અનંત ઉપકારી જિનશાસનમાં સમયે સમયે અનેક મહાપુરુષો અને મહાસતીઓ થયાં છે. તેમાં અનેક મહાપુરુષોની જેમ કેટલાંક મહાસતીઓનાં નામ પણ જૈન ઈતિહાસના પાને સુવર્ણાક્ષરે અંકિત બન્યાં છે. આવાં જ મહાસતીઓનાં બોધદાયી જીવનને આ લેખમાં આલેખવામાં આવ્યાં છે. જે યુવતી સંસારનો રંગરાગ માણવા તત્પર બની હતી એ જ યુવતી પોતાનાં અધૂરાં અરમાનની આહૂતિ આપી પતિના મુનિવેશને આધાર આપવા તત્પર બની; અને તેના જ કલ્યાણને કર્તવ્યરૂપે સ્વીકારી એ યુવતી નાગીલા મહાસતી નાગીલાની નામે ઈતિહાસમાં અમર બની ગઈ. જ્યારે, મહાસતી કલાવતીમાં કુશંકાનું માથું પરિણામ, મહાસતીની કસોટી અને તેમાં કર્મના વિપાકને અને સતના પ્રભાવને દર્શાવતી ઘટનાઓ મહાસતીના સતીત્વનું દર્શન કરાવી જાય છે. આ બને પાત્રોનો પરિચય કરાવનાર શ્રી જશુભાઈ જે. શાહ દહેગામના વતની છે. છેલ્લા બે-અઢી દાયકાથી વ્યવસાય અને વ્યવહારમાં વ્યસ્ત હોવા છતાં ભીલડીયાજી તીર્થમાં પૂજનાદિ અમૃતક્રિયાના અવસરને સુવર્ણ અવસર માની આત્મકલ્યાણ માટે તેને મુખ્ય બનાવી શુદ્ધોચ્ચાર સાથે પૂજનો ભણાવવા બદલ ડહેલાવાળા સમુદાયના પ. પૂ. આ.શ્રી અભયદેવસૂરિજી મહારાજની પાવન નિશ્રામાં શ્રી ચતર્વિધસંઘની વિશાળ હાજરીમાં તેમને ‘ક્રિયાવિશારદ' પદવી એનાયત કરવામાં આવી. મહાપ્રભાવશાળી મહાપૂજનો તેમ જ બીજા માંગલિક : વિધિ-વિધાનોમાં તેઓ સારી ખ્યાતિ પામ્યા છે. ધાર્મિક અને શિક્ષણની અનેક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા રહ્યા છે. ચાલો, પૂર્વકાલીન પાત્રોના ધન્ય જીવનની અનુમોદના કરી આપણે પણ ઘન્ય બનીએ. ---સંપાદક મહાસતી નાગીલા :– સુગ્રામ નામનું નગર હતું. આ નગરમાં ધનાઢ્ય શ્રેષ્ઠી આર્યવાન અને શેઠાણી રેવતી રહેતાં હતાં. તેમને બે પુત્રો હતા. ભવદત્ત અને ભવદેવ. આ બંને પુત્રો વચ્ચે ઉંમરમાં મોટો તફાવત હતો. મોટો દીકરો ભવદત્ત પરમાત્માનો સંયમમાર્ગ સ્વીકારીને સાધુ બન્યો હતો. એ વાતને પણ વર્ષોનાં વહાણાં વાયાં હતાં. નાનો દીકરો ભવદેવ યૌવનવયમાં આવ્યો. દીકરાનાં લગ્ન લેવાયાં. સ્વર્ગલોકની અપ્સરાને પણ [ શરમાવે એવી નાગીલા નામની રૂપસુંદરી સાથે ભવદેવનાં લગ્ન થયાં. હજુ તો પરણીને ભવદેવ આવ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy