SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૪ ] [ જૈન પ્રતિભાદર્શન સાથે હતી. જેને જોવા માટે અજૈન માણસોની ભીડ લાગતી. છેલ્લી ચૌદશના દિવસે ૫૫૦ આયંબિલ થયેલ. દરેકને ૫૦ રૂ।.ની પ્રભાવના કરવામાં આવેલ. સંઘનું અનુશાસન એકદમ વ્યવસ્થિત હતું. દરેક યાત્રિકો આચાર્ય મ. સા.ની આજ્ઞામાં રહેતા. સામૈયામાં બધા યાત્રિકો સાથે જ ચાલતાં. કોઈ પણ યાત્રિક આચાર્ય મ. સા.ની આગળ જતાં ન હતા. પાલીતાણામાં તવાવથી છ'રીપાલિત સંઘનો ભવ્ય રીતે પ્રવેશ થયેલ. જેમાં હાથી, ઘોડા, ઇન્દ્રધ્વજા, સાતબગી, ત્રણ જૈડ, સુંદર વેષભૂષામાં સજ્જ છડીદાર તથા બાળકો, શ્રાવિકાશ્રમની બાલિકાઓ, સાધુ-સાધ્વીજી, શ્રાવક-શ્રાવિકાઓના વિશાળ પરિવાર સાથે આ સંઘ એક જ લાઈનમાં ચાલતો તળેટી સુધી પહોંચી સાચા સોના-રૂપાના ફૂલોથી દરેક યાત્રિકે ગિરિરાજને વધાવેલ. એ દિવસે આખી તળેટી ગુલાબના ફૂલોથી શણગારવામાં આવી હતી. તળેટીથી આવી સાંચોરી જૈન ભવનમાં સંઘનો પ્રવેશ થયેલ ત્યાં આગળ સાંચોરી ભવનના ટ્રસ્ટીઓએ સંઘવીનું બહુમાન તથા રૂ।. ૨નું સંઘપૂજન થયેલ. સંઘવી પરિવાર તરફથી દરેક યાત્રિકને સુવર્ણની ચેઈન તથા એમના સંબંધીઓ તરફથી ચાંદીની પંખી, દર્પણ, ઘંટડી, ગ્લાસ, દિવી, વાટકી વગેરે અર્પણ કરેલ. સંઘવી પરિવારે દરેક કાર્યકરનું સારી રીતે બહુમાન કરેલ. દરેક કાર્યકર સાથે સાથે દરેક કર્મચારીઓનું પણ બહુમાન કરેલ. બધા યાત્રિકોએ પણ ભેગા થઈને સંઘવી પરિવારનું બહુમાન કરેલ. જેમાં મોટો વિશાળ ચાંદીનો શત્રુંજયનો પટ અર્પણ કરેલ. તવાવ સંઘે સારો સહકાર આપ્યો તે માટે સંઘવી પરિવારે તવાવ સંઘને ચાંદીનું કલ્પવૃક્ષ અર્પણ કરેલ. સંઘની માળા દાદાના દરબારમાં થયેલ અને ત્યાં જ સાકરીયા પરિવારને સંઘવીની પદવી અર્પણ કરેલ. માળ વખતે ૩૦૦૦ જેટલી પબ્લિક પાલીતાણામાં આવેલ. પાલીતાણામાં પ્રવેશ કરતાં પહેલા સંઘવી પરિવારે દરેક યાત્રિક તથા સમસ્ત અતિથિગણને ચાંદીના સિક્કા અર્પણ કરેલ. દરેકના ગળામાં ફૂલની માળા અને હાથમાં શ્રીફળ અર્પણ કરેલ. બીજે દિવસે સંપૂર્ણ સંઘ તવાવનગરમાં પહોંચતા તવાવ સંઘે સુંદર સ્વાગત કરેલ. પૂ. આ.શ્રી જિનેન્દ્રસૂરિજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા યાત્રાસંઘો વિ. સં. ૨૦૨૯ ગઢડા સ્વામીનાથી પાલિતાણા : હસ્તગિરિ તીર્થનું શિલારોપણ કર્યું. સંઘપતિ ગુલાબચંદ માણેકચંદ, સોમચંદ, અમીચંદ માણેકચંદ તથા પાનાચંદ માણેકચંદ. વિ. સં. ૨૦૩૨ બોરીવલીથી સમાસીલીમ : સંઘપતિ જેસંગલાલ ચોથાલાલ મેપાણી ડીસાવાળા- મુંબઈ. વિ. સં. ૨૦૩૮ જામનગરથી સિદ્ધગિરિ : સંઘપતિ મેઘજીભાઈ વીરજીભાઈ દેઢીયા, વેલજીભાઈ વીરજીભાઈ દેઢીયા, હરખચંદ નેમચંદ ફુલચંદ-નાઈરોબી, હંસરાજ મેઘજીભાઈ-નાઈરોબી, હંસરાજ પોપટલાલ-નાઈરોબી, મણિબેન વાઘજીભાઈ પેથરાજ-જામનગર. જામનગરથી ભલસાણ તીર્થ : સંઘપતિ કેશવજી ભારમલ સુમરીયા-મુલુન્ડ (મુંબઈ). વિ. સં. ૨૦૪૬ નવાગામ (હાલાર)થી પાલીતાણા : સંઘપતિ પોપટલાલ વીરપાલ દેઢીયાનવાગામવાળા-મુંબઈ. વિ. સં. ૨૦૫૩ થાનગઢથી ભદ્રેશ્વર તીર્થ : સંઘપતિ લખમણ બરપાટ મારૂ-સોળસણા, જીવરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy