SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯૪ ] [ જૈન પ્રતિભાદર્શન ભૂમિકા :–પૂજ્યશ્રીનાં પાવન પગલાં માલગામના આંગણે થયા. સમાચાર મલ્યા કે સંઘ માટે ટ્રેન નક્કી કરી છે અને પૈસા પણ ભરાઈ ગયા છે. પૂજ્યશ્રીએ ટકોર કરી : બધાને યાત્રા કરાવશોને અમને બાકી રાખશો? એ જ દિવસે સંઘવીશ્રી ભેરૂમલજીના જયેષ્ઠ પુત્ર શ્રી તારાચંદજીએ પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી છ'રીપાલક સંઘ ન નીકળે ત્યાં સુધી ઘીનો ત્યાગ. પૂજ્યશ્રીનું ૨૦૪૯નું ચાતુર્માસ જાલોરમાં હતું. છ'રીપાલક સંઘની જય બોલાઈ. બાવન રૂા.નું સંઘપૂજન થયું. સંઘવી પરિવારનો ઉત્સાહ જોઈ જાલોર સંઘ દિમૂઢ થઈ ગયો. સંઘવી પરિવારની ઉદારતા એવી અદભૂત હતી કે મારા સંઘમાં યાત્રિક આવે અને એમને ઘરથી સામાન લાવવો પડે? સંઘવી પરિવારે નક્કી કર્યું કે દરેક યાત્રિક પહેરેલ કપડે જ આવે; બાકી ઓઢવા-પાથરવાથી માંડી દરેક સામગ્રી કીટ સાથે આપવી. યાત્રિકો માત્ર ૧૫Oી લેવાના હતા. ૬OOO ફોર્મ ભરાઈને આવી ગયા હતાં. પડાપડી થઈ. સંઘ પ્રયાણ પણ મહોત્સવ માલગામના ઇતિહાસમાં અવિસ્મરણીય બની ગયો. નાનકડા ગામમાં મેળો જામ્યો હતો. જ્યાં જુઓ ત્યાં માણસોની ભીડ જામેલી હતી. ૨૦૫૦ના કાર્તિક વદ-૧૦ના દિવસે ૭-૧૨-૭૩થી ૧૫-૧-૭૪ સુધીના ૪૦ દિવસના આ સંઘના પ્રયાણ પ્રસંગે વાંકલી અને પાલનપુરનાં બેનોની દીક્ષાઓ થઈ. સાધ્વી શ્રી કેવલ્યરેખાશ્રીજી અને સા. શ્રી દીક્ષિતરેખાશ્રીજી નામ રાખવામાં આવ્યાં. યાત્રાસંઘમાં ૨OO સાધુ-સાધ્વી ભગવંતો, ૧૮OO યાત્રિકો, ૭OOનો સ્ટાફ; રોજ-રોજ જાણે પ્રત્યેક મુકામે એક વિશાલ નગર વસતું. જંગલમાં મંગલ થતું. જીરાવલા તીર્થમાં આ. શ્રી પધસાગરસૂરીશ્વરજી મ. સા.નો સમાગમ થયો. વરમાણતીર્થમાં પ. આ. હેમપ્રભસુરીજી મ. દર્શનાર્થે પધાર્યા. ભીલડી તીર્થમ આ.શ્રી અરવિંદસૂરીશ્વરજી મ. સા., આ.શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ. સા.ની શુભ નિશ્રામાં રાધનપુરના સંઘવી શ્રી પંકજભાઈ વડેચાના નીકળેલા છે'રી પાલકસંઘનો ભેટો થયો. આ. શ્રી જગચંદ્ર સૂ. મ. સા.નું મિલન થયું. વિહારમાં શિસ્તનું અદ્ભુત પાલન હતું. સહુથી આગળ પૂજ્યશ્રી હોય પછી જ આખો સંઘ! પુલિસ સેકયુરિટી ગાર્ડ પુરુષોની વ્યવસ્થા સંભાળે. લેડીઝ સેક્યુરિડી ગાર્ડ બેનોની વ્યવસ્થા સંભાળતાં. સવારે ભક્તામર, સામૂહિક ચૈત્યવંદન, ઉપદ્રવનિવારણ કાઉસગ્ગ, મંગલાચરણ પછી વિહાર. ૯.00-- ૯.૩૦ વાગે સામા મુકામે સામયું. પૂજા-સ્નાન, બપોરે એકાસણું (ફરજિયાત). ૨.૩૦ વાગે શાસનગીત, ગુરુભક્તિ ગીત. ૩ થી ૪.૩૦ પૂજ્યશ્રીની પીયુષવાણી સાંજે ૬ વાગે સંધ્યાભક્તિ, ચૈત્યવંદન, નમોરિણાર્ણનો જાપ. રાત્રે પ્રતિક્રમણ ત્યાર બાદ ભાવના અને શયન આ રોજનું ટાઈમ-ટેબલ હતું. * દરરોજ વ્યાખ્યાન અને સંધ્યાભક્તિમાં ૩-૩ ચાંદીના પુણ્યશાલી ડોનું આયોજન. * તમામ બેનો ફરજિયાત ભારતીય વેષભૂષામાં માથે ઓઢીને જ પ્રવચનાદિમાં પ્રવેશ મેળવતી હતી. સંઘપતિની દીકરીઓ પણ આ નિયમ અચૂક પાળતી હતી. No Exeption! * ગામેગામ વ્યસનમુક્તિના સંકલ્પ લેવાતા હતા. ૧૭ ઉંટગાડી શણગારેલી હતી તેમાં જાવડશા, સમારાશા કરમાશા આદિના ફોટો હતા. * ભગવનના પ્રક્ષાલ માટે શુદ્ધ દૂધ માટે ગાય અને વાછરડું સંઘમાં સાથે હતું. * શંખેશ્વરતીર્થમાં ૪ દિવસની સ્થિરતા રાખેલ. ૨૨00 અઠ્ઠમ થયા. જેમાં લેડી ઈન્સ્પેક્ટરે પણ , --- --- -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy