SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૫૯ લઈને ઉજજૈન આવ્યા. ત્યાં ઘોર યુદ્ધ ખેલાયું. રાજા ગર્દભિલ્લ હાર્યો, મરાયો અને આ. કાલકસૂરિએ પોતાની બહેનમહારાજને છોડાવી, તેમને આલોયણા આપી શુદ્ધ કર્યા. ઇરાનના શાહી રાજાઓ ઉજજૈનની ગાદીએ આવ્યા; પરંતુ થોડા સમય બાદ ભરૂચનો રાજા બલમિત્ર શાહી રાજાઓને હરાવી અવંતિદેશનો મહારાજા બન્યો. રાજા બલમિત્રે ઉજજૈનમાં રાજ્યાભિષેક સમયે પોતાના આ મહાન વિજયની યાદરૂપે વિક્રમ સંવત પ્રવર્તાવ્યો અને ત્યારથી એ “વિક્રમાદિત્ય'ના નામથી વિશેષ ખ્યાતિ પામ્યો. સંસ્કૃતમાં બલમિત્ર, ભાનુમિત્ર, બલભાનું અને વિક્રમાદિત્ય એ પર્યાયવાચક નામો જ છે અને આ રીતે પણ બલમિત્ર એ જ અવંતિપતિ વિક્રમાદિત્ય હોવાની વાતને પુષ્ટિ મળે છે. ઉજ્જૈનમાં મહાકાલેશ્વરનું મંદિર જે પૂર્વે અવંતિ પાર્શ્વનાથનું મંદિર હતું. વાત એવી છે કે, વીર નિર્વાણ સં. ૨૫૦ લગભગમાં ઉજજૈનમાં ભદ્રા શેઠાણીના પૌત્ર અને અવંતિસુકુમારના પુત્ર મહાકાલે પિતાના સ્મારકરૂપે શ્રી અવંતિ પાર્શ્વનાથ જિનાલય સ્થાપ્યું હતું. આ અવંતિ પાર્શ્વનાથ મંદિર તેના નામ ઉપરથી મહાકાલનું મંદિર પણ કહેવાતું. આ ગગનચુંબી ભવ્ય જિનપ્રાસાદ રાજા પુષ્યમિત્રના સમયમાં મહાકાળ મહાદેવના મંદિર તરીકે રૂપાંતરિત કરવામાં આવતાં, ત્યારથી જૈનોના હાથમાંથી ચાલ્યું ગયું હતું. પરંતુ, ઘણાં વર્ષો બાદ આ૦ સિદ્ધસેન દિવાકરે પરમ પ્રભાવી “કલ્યાણ મંદિર સ્તોત્રની રચના અને ગાનપૂર્વક આ મંદિરના ભૂગર્ભમાંથી એ જ શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ કરી આ જિનમંદિર હોવાની રાજા વિક્રમાદિત્ય અને સૌકોઈને પ્રત્યક્ષ પ્રતીતિ કરાવી આપતાં, સૂરિવરના ઉપદેશથી રાજા વિક્રમાદિત્યે નવું જિનમંદિર બનાવી, તેમાં સૂરિજીના હસ્તે મહાચમત્કારી શ્રી અવંતિપાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી “અવંતી-પાર્શ્વનાથ તીર્થને પુનઃ પ્રવર્તિત બનાવ્યું. વળી, આ. સિદ્ધસેનસૂરિજીના ઉપદેશ અને પ્રભાવથી રાજા વિક્રમાદિત્ય પરમ જૈનધર્મી બન્યો અને તેના હાથ નીચેના મોટા ૧૮ રાજાઓએ પણ જૈનધર્મ સ્વીકાર્યો હતો. ઉપરાંત, વિક્રમાદિત્યે ૐકારપુરમાં એક જિનાલય બંધાવી તેમાં ૐકાર પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. તેના રક્ષણ અને વ્યવસ્થા માટે ૧૨ ગામ શ્રીસંઘને ભેટ આપ્યા. એક વખત રાજા વિક્રમાદિત્યે આ૦ સિદ્ધસેનસૂરિની અજોડ વિદ્વત્તા અને કાવ્યશક્તિથી પ્રસન્ન થઈને એક લાખ સોનામહોર તેમનાં ચરણે ધરી, પણ સૂરિજીએ કહ્યું કે, “અમે તો નિષ્પરિગ્રહી અને અકિંચન સાધુ છીએ. અમારે આ ન ખપે.” પછી રાજાએ સૂરિજીના ઉપદેશથી જિનમંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા, નવા જિનાલયો બનાવ્યાં, જિનબિમ્બો ભરાવ્યાં, શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરાવ્યો અને મોટો યાત્રાસંઘ પણ કાઢ્યો. (આ સંઘની વિસ્તૃત વિગત આ ગ્રંથમાં “યાત્રાસંઘના સંઘવીઓ' અંતર્ગત લેખમાં આપી છે.) સમ્રાટ વિક્રમાદિત્યના રાજયના વાયડ વિભાગના મંત્રી નિબે (લીંબાએ) વિ. સં. ૭માં વાયડમાં ભO મહાવીરસ્વામીના મંદિરનો જીર્ણોદ્ધાર કરી, તેમાં કળશ અને ધ્વજાદંડની પ્રતિષ્ઠા આ૦ જીવદેવસૂરિના હાથે કરાવી હતી. ક્ષત્રપવંશના જૈન રાજાઓ : નહપાન, ચષ્ટન, રૂદ્રદામા વગેરે– | વિક્રમના બીજા અને ત્રીજા સૈકામાં ગુજરાતના ક્ષત્રપવંશમાં ઘણા જૈન રાજાઓ થયા છે. આO કાલકસૂરિ (બીજા)એ ઇરાની શકશાહીઓ મારફત ઉજ્જૈનના અત્યાચારી રાજા ગર્દભિલ્લને હરાવતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy