SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ ] [ જૈન પ્રતિભાદર્શન અને આ. સુપ્રતિબદ્ધસૂરિની અધ્યક્ષતામાં કુમારગિરિ પર મોટું શ્રમણ સમ્મેલન મેળવી આગમવાચના કરાવી હતી. ‘હિમવંત સ્થવિરાવલી'માં લખ્યું છે કે—આ સમ્મેલનમાં જિનકલ્પીની તુલના કરનાર આ. મહાગિરિના શિષ્યો-પ્રશિષ્યો આ. બલ્લિસહસૂરિ, દેવાચાર્ય, આ. ધર્મસેન વગેરે ૨૦૦ શ્રમણો, આ. સુસ્થિતસૂરિ, શ્યામાચાર્ય વગેરે ૩૦૦ સ્થવિકલ્પી શ્રમણો, આર્ય પોઈણી વગેરે ૩૦૦ શ્રમણીઓ, ભિક્ષુરાય, સૌવંદ, ચૂર્ણક, સેલક વગેરે ૭૦૦ શ્રાવકો અને પૂર્ણમિત્રા વગેરે ૭૦૦ શ્રાવિકાઓ એકત્ર થયાં હતાં. આ ભિક્ષુરાય ઉર્ફે મહામેઘવાહન રાજા ખારવેલનો એક લેખ ઇ.સ. પૂર્વે બીજા સૈકાનો ઓરિસ્સામાં ખંડગિરિ પર હાથીગુફામાં ચોડેલો વિદ્યમાન છે, જે ભારતીય પુરાતત્ત્વ વિભાગમાં ઐતિહાસિક ઘટનાઓ અને જીવનચરિત્રનું વર્ણન આપનાર સૌથી વધારે પ્રાચીન અને મોટા શિલાલેખ છે. આ લેખ ઉપરથી જાણી શકાય છે કે મહામેઘવાહન રાજા ખારવેલ ‘કલિંગ ચક્રવર્તી' તરીકે મનાયો છે. તેણે આંધ્ર, મહારાષ્ટ્ર, અને વિદર્ભ દેશને કલિંગની છત્રછાયામાં આણ્યા હતા. આ રાજાનો પ્રતાપ તેના રાજ્યકાળના બીજા વર્ષમાં જ મહી નદીથી કૃષ્ણા સુધી પ્રસર્યો હતો, પછી તો એની વિજયપતાકા ભારતવર્ષમાં ઉત્તરાપથથી માંડીને પાંડ્ય દેશ સુધી ફરકતી થઈ હતી. આમ, રાજા ખારવેલ કલિંગ દેશને સુદૃઢ અને સમૃદ્ધ કરી તથા જૈનશાસનની મહાન પ્રભાવના કરી વીર સં. ૩૩૦માં સ્વર્ગવાસ પામ્યો. (જૈન પ્રાચીન લેખ સંગ્રહ ભાગ--૧; જૈન સાહિત્ય સંશોધન, વર્ષ-૩, અંક–૪ ) વક્રરાય અને વિદુહરાય : વીર સં. ૩૩૦માં ભિક્ષુરાયનો પુત્ર વક્રરાય અને તેના પછી તેનો પુત્ર વિહરાય કલિંગનો રાજા થયો. એ રાજા જૈનધર્મના મહાન ઉપાસક હતા. રાજા વિદુહરાયનું વીર સં. ૩૯૫માં સ્વર્ગગમન થયું. આ રીતે કલિંગ રાજ્ય પ૨ સાડાત્રણ સૈકા સુધી એક જ વંશનું શાસન રહ્યું. રાજા નાહડ અને સત્યપુર (સાંચોર) તીર્થની સ્થાપના :-~ નડુલ દેશના રાજાની હત્યા કરવામાં આવતાં, તેની ગર્ભવતી રાણીને મંડોવર છોડી વરમાણ જવું પડ્યું. ત્યાં તેણે પુત્રને જન્મ આપ્યો અને નામ નાઇડ પાડવામાં આવ્યું. નાહડ આગળ જતાં પિતાનું રાજ્ય મેળવી નડુલ દેશનો રાજા બન્યો. તે જૈનધર્મી હતો; આ. જજ્જિગસૂરિનો પરમ ભક્ત હતો. સૂરિજીના કહેવાથી ચમત્કારિક રીતે ભ. મહાવીરસ્વામીની સ્વર્ણમયી અલૌકિક પ્રતિમા મળી આવી. રાજા નાહડે સૂરિજીના ઉપદેશથી સત્યપુરમાં એક વિશાળ ગગનચુંબી જિનપ્રાસાદ બનાવ્યો અને તેમાં આચાર્યશ્રીના હસ્તે વીર સં. ૬૭૦માં એ પ્રતિમાજીની સાથે અન્ય જિનબિમ્બોની પ્રતિષ્ઠા કરાવી, અને થોડા સમયમાં જ અલૌકિક પ્રતિમાજીના પ્રભાવે સાંચોર તીર્થસ્વરૂપ બની ગયું. ઉપરાંત, રાજા નાહડે જાલોર પાસે પહાડી પ૨ આવેલ વિશાળ કિલ્લામાં યક્ષવસતિ નામનો મોટો પ્રાસાદ કરાવી, તેમાં વીર સં. ૬૮૦ (શાકે ૧૩૫)માં ભ. મહાવીરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. આ સ્વર્ણગિરિ તીર્થની સ્થાપના એ જ સમયમાં આ. પ્રદ્યોતનસૂરિએ કરી હતી. સમ્રાટ વિક્રમાદિત્ય અને તેનાં શાસનપ્રભાવક ધર્મકાર્યો : આચાર્ય કાલકસૂરિ (બીજા) ઉજ્જૈનના રાજા ગર્દભિલ્લ પાસેથી પોતાની બહેન સાધ્વી સરસ્વતીશ્રીને છોડાવવા ઇરાનના શાહી રાજાઓને તેમ જ પોતાના ભાણેજ ભરૂચના રાજા બલિમત્રને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy